Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 8
________________ (રસ્સી એચપટીયું તાર, ૧૧ જ્ઞાનીને આમ શા માટે ઝાપટવું પડે છે ? ઝાપટ્યા વગર ધૂળ ખંખેરાય જ નહિ, તો શું કરવું ? આ કારુણ્યમયી ઝાપટીયું તો જુઓ ! મતભેદ એટલે ટગ ઑફ વૉર (રસ્સી ખેંચ) ! બહુ ખેંચે તો દોરી તૂટી જાય, પછી ગાંઠ વાળીને ચલાવવું પડે એમાં શી મઝા ? સામો ખેંચ કરે ત્યાં જ્ઞાની ધીમે રહીને છોડી દે તેથી સામો જીતે ને પડી ના જાય. મતભેદ થાય તે “અનફીટ હસબંડ એન્ડ વાઈફ' (લાયકાત વગરના પતિ અને પત્ની) કહેવાય ! પછી બાળકો અંદરખાને બધી નોંધ કરે કે પપ્પો જ ખરાબ છે કે મમ્મી જ કજિયાળી છે. ગાંઠ વાળે કે મોટો થઈશ ત્યારે જોઈ લઈશ. પછી મોટાં થયે એ જ સામા થાય, આજે આપેલા એકબીજાના અભિપ્રાયોની બાંધેલી ગાંઠોના ફળ સ્વરૂપે. માટે છોકરાનાં દેખતાં કદિ પતિ-પત્નીએ ઝઘડવું ના જોઈએ. એમના નાજુક મન ઉપર કુમળી વયમાં જ ખૂબ ખરાબ છાપ પડી જાય ! ત્યાં ખૂબ જાગ્રત રહેવાની જરૂર છે. મા-બાપની એમાં મોટી જવાબદારી છે. મા-બાપનો ઝઘડા-કંકાસ જોઈને પરમ પૂજ્ય દાદાશ્રી પાસે આવનારા આજકાલના છોકરાઓ શું કહે છે ? ‘અમારે પરણવું નથી, અને એમાં શું સુખ છે તે ઘરમાં જ જોઈ લીધું !' ‘તારું સારું કરી જ્ઞાની ચાલી જાય, ‘મારું સાચું' કરી અજ્ઞાની અટવાઈ જાય ! રિલેટીવ સત્ય એ ટેમ્પરરી સત્ય છે, એને સાચું ઠરાવવા માટે ક્યાં સુધી બેસી રહેવું ? ‘રિયલ’ સત્ય હોય તો આખી જિંદગી એના માટે બેસી રહેવા તૈયાર છીએ. સામો ગાળ ભાંડે તે તેના ભૂપોઈન્ટથી (દષ્ટિબિંદુથી) જે દેખાય છે તે બોલે છે એમાં એની ક્યાં ભૂલ ? સામાનું દૃષ્ટિબિંદુ દૃષ્ટિમાં રાખે તો મતભેદ થાય જ ક્યાંથી ? - પરમ પૂજય દાદાશ્રી કહે છે, “અમારે પિસ્તાળીસ વર્ષથી કોઈની જોડે મતભેદ થયો નથી.’ પૂજ્યશ્રી કહે છે, ‘આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે ? તે કોઈ શાસ્ત્રમાં મને જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદો નહીં પડે. મારો મત જ નહીં. તમારા મતે મત. મેં તો બહુ રોફ મારેલા. ધણીપણું બજાવેલું તે અમારું ગાંડપણ.’ પણ સમજણથી ને પછી જ્ઞાનથી જ પોતે એડજસ્ટ થઈ જતા. પછી બન્ને એકબીજા જોડે મર્યાદાપૂર્વક વાત કરે. હીરાબા શું આશયથી બોલે છે તે દાદાશ્રી તરત જ સમજી જાય એટલે મતભેદ પડે જ નહીં ને ! આ તો સામાનો આશય, એનો ન્યૂ પોઈન્ટ નહીં સમજવાથી મતભેદ પડી જાય છે. રીવોલ્યુશન પર મિનિટ (આર.પી.એમ., વિચારની સ્પીડ) દરેકના જુદાં જુદાં હોય ! એક મિનિટમાં તો હજારો પર્યાયો દેખાડી દે. પ. પૂ. દાદાશ્રી કહે છે, “મોટા મોટા પ્રેસિડન્ટોના આર.પી.એમ. બારસો હોય, જ્યારે અમારા પાંચ હજાર હોય ને ભગવાન મહાવીરના લાખ હોય !” - પરમ પૂજ્ય દાદાશ્રીનાં સમજ અને ગ્રામ્પીંગના રીવોલ્યુશન પર મિનિટ, વર્લ્ડના ટોપમાં ટોપ અને સામે હીરાબાના સાવ ઓછાં, છતાં પરમ પૂજ્ય દાદાશ્રીએ એંજીન કેવું ચલાવ્યું હશે, કેવી કાઉન્ટર પુલ્લીઓ ગોઠવી હશે કે પટ્ટો ક્યારેય તૂટવા ના દીધો ! એટલું જ નહિ પણ હીરાબાની જોડે નિકાલ કરતાં બાની દૃષ્ટિ દાદાશ્રી માટે પતિની હતી તેને બદલે ભગવાન છે એમ થઈ ગઈ ! અને દાદાશ્રી પાસે જ્ઞાન પણ લીધું અને દરરોજ સવાર-સાંજ દાદાના અંગૂઠે મસ્તક મૂકી દસ મિનિટ ‘હું શુદ્ધાત્મા છું' બોલતાં બોલતાં ચરણ વિધિ કરતાં. આ જ્ઞાનીનો અજોડ ઇતિહાસ ગણાય કે પત્ની પણ પતિને આટલું બધું સ્વીકારે ! પરમ પૂજ્ય દાદાશ્રીએ જે કંઈ જગતને આપ્યું તે તેમના જીવનમાં અનુભવમાં આવેલું, વર્તનમાં આવેલું તે જ આપ્યું છે. તેથી તો લાખો લોકોનાં જીવન ફેરફાર થઈ ગયાં છે. એમના જીવનમાં એકવાર મતભેદ પડેલો, પણ પડતાં પહેલાં જ તેમણે એને વાળી લીધો ને હીરાબાને ખબરેય ના પડી કે ક્યારે મતભેદ પડ્યો ને ક્યારે ઊડી ગયો !!! હીરાબાએ એકવાર દાદાશ્રીને કહ્યું. ‘તમારા મામાને ત્યાં લગ્ન હોય તો મોટા મોટા ચાંદીના તાટ આપો છો ને મારા ભત્રીજીના લગનમાં ઘરમાં પડેલું ચાંદીનું નાનું વાસણ આપવાનું કહો છો ?” તે પહેલીવાર મારી-તારી થઈ તેમના લગ્ન જીવનમાં ! તે તરત જ દાદાશ્રી કહે કે મેં પલ્ટી મારી દીધી. હું આખોય ફરી ગયો ને બોલ્યો, “ના, ના, એવું નહીં. આ ઘરમાં પડ્યું છે તે 16

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 293