Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 10
________________ ને સામાને ઉપકારી ભાવ ઊભો થાય તો જ એ ભૂલ કાઢેલી કામની. નહિ તો ક્લેશ થાય ને કર્મ બંધાય અને સામાની ભૂલ કહેવાનું મન થાય તો એવી રીતે કહેવી કે જાણે આપણે કોઈ પારકાને ના કહેતા હોય કે “પ્લીઝ ચામાં નાખવા જરા ખાંડ આપશો !' ફ્રેન્ડશીપ ટકાવવા કેવી રીતે વર્તીએ ? એવું બૈરી જોડે રાખવું પડે. એને ગોદા તે કંઈ મરાય ? વહુને સાચવી ક્યારે કહેવાય કે વહુના મનમાંથી ક્યારેય ધણી પ્રત્યે પ્રેમ તૂટે નહીં. ખરું ધણીપણું તો તેને કહેવાય કે સામેથી કોઈ પણ જાતનો પ્રતિકાર ના થાય. - વહુની ભૂલ કાઢીને એને દબાવે એ તે વળી શુરો કહેવાય ? પોતે માથે ભૂલ ઓઢી લે તે ખરો વીર કહેવાય ! હંમેશા પતિ- પત્નીમાં પતિ, પુરુષ વધારે મોટા મનનો હોય. માટે એણે સાગરની જેમ શમાવી લેવું જોઈએ. અને જો એમાં શક્તિ ઘટતી લાગતી હોય તો અંદર બેઠેલા ‘દાદા ભગવાન' પાસે શક્તિ માગી લેવી અને પ્રતિક્રમણ કરી લેવું. (6) “ગાડી’નો ગરમ મૂડ ! આ ગાડી ગરમ થઈ જાય ત્યારે શું કરવું પડે ? રેડીયેટરમાં પાણી રેડી ઠંડી કરવી પડેને ? તો જ આગળ હંકાય ને ! તેમ ઘણી વખત ઓફિસથી આવતાં જ ધણીનું મગજ ગરમ થઈ ગયું હોય તે વહુએ ના સમજી જવું જોઈએ કે આ ધક્કો બોસનો આવ્યો છે ને બોસને ધક્કો એની વહુનો આવ્યો છે ! ત્યારે વહુએ શું કરવું ? એને ઠંડું પાડવું. ગરમ ગરમ ચા બનાવીને આપવી, નાસ્તો આપવો એટલે એ ઠંડો થઈ જાય. એને મૂડમાં તો લાવવો પડે કે ના પડે ? વહુનો મૂડ ગયો હોય તો ધણીએ સાચવી લેવું. ઘરનાં બધાં જાણે કે આજે ભાઈનો મૂડ ગયેલો છે. તે શી આબરૂ રહે ? જ્ઞાનીનો જ્યારે જુઓ ત્યારે એક જ સરખો મૂડ હોય. કોઈ દહાડોય મૂડ બદલાય નહીં. (૮) સુધારવું કે સુધરવું ? ઘણા પૈણે ત્યારથી વહુને સુધારવા ફરે ને એના માટે રોજ કકળાટ કરે. તે છેક પૈડપણમાંય એનું તે જ હોય. અને વખતે અંતે વહુ સુધરી ગઈ તોય મર્યા પછી એ તો બીજાને જ ભાગે જવાની ને ! એ એના કર્મ પ્રમાણે જ જશે અને એને ખાનગીમાં પૂછીએ તો શું કહેશે, ‘આવા ધણી તો કોઈનેય ના મળે !” એટલામાં ના સમજી જવાય ? એટલે કોઈને સુધારવાની જરૂર નથી, પોતે જ સુધરી જવાની જરૂર છે. પોતે સુધર્યો તો આખી દુનિયા સુધરેલી જ છે ને ! - પતિ-પત્ની એ રિલેટીવ સગાઈ છે, રિયલ ન હોય ! રિલેટીવ એટલે ટેમ્પરરી. માટે સામો ફાડ ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરવું, જો એની જરૂર હોય તો. વાઈફને સુધારવા જતાં છેલ્લે ડિવોર્સ થઈને ઊભા રહે ! સુધરે ક્યારે કે વાઈફ ગમે તેટલી અકળાઈ હોય છતાં પોતે ઠંડક છોડે નહીં ત્યારે, વીતરાગતા હોય ત્યારે. છોકરાં-પત્ની એ ધણીના રક્ષિત કહેવાય. એમની જોડે જ ઝઘડો કરાય ? સ્ત્રી તો પચાસ ટકાની ભાગીદાર કહેવાય. (૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવેર ! ઘણાને મોક્ષ નથી જોઈતો, પણ કોમનસેન્સની તો જરૂર બધાને ખરીને ? આ અથડામણો થવાનું કારણ જ કોમનસેન્સનો અભાવ. કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ, થીયરેટીકલી એઝ વેલ એઝા પ્રેક્ટીક્લી (દરેક જગ્યાએ લાગુ પડે, થીયરીમાં તેમજ પ્રેક્ટીકલમાં). ગમે તેવું તાળું ખોલી નાખે. કોમનસેન્સ મતભેદ થવા જ ના દે. કોમનસેન્સ ક્યાંથી લાવવી ? એ તો ‘જ્ઞાની પુરુષ' પાસે બેસે, તેમને સાંભળ સાંભળ કરે, ત્યારે કોમનસેન્સ ઉત્પન્ન થાય. મોટા મોટા જજોનેય કોમનસેન્સ ના હોય. કોર્ટમાં મોટા મોટા જજમેન્ટો આપે ને ઘેર વહુ બે-બે મહિનાથી બોલતી ના હોય ! (ઘરે તો વહુનું જ જજમેન્ટ !) જજ સાહેબનેય ઘરે કેસ પેન્ડીંગ ! આજકાલના શેઠેય માત્રા વગરના શેઠ (શઠ) થઈ ગયા છે. શેઠ એટલે શ્રેષ્ઠિ પુરુષો ! જેની પચીસ-પચીસ માઈલના વર્તુળમાં સુગંધી આવતી હોય ! એવા શેઠ ક્યા છે આજે ? વહુ જોડે એડજસ્ટ થવામાં વચ્ચે અહંકાર નડે છે ! વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીને ચાલીએ છીએ ! તેવું આ અહંકારની ભાગીદારીમાં ના સાચવી લેવાય ? 19 20

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 293