Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસહકાર આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી. અંગ્રેજ સરકારે એ તકનો લાભ લઈ ૧૦ માર્ચ ૧૯૨૨ ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી ગાંધીજી અને શ્રી શંકરલાલ બેન્કરની ધરપકડ કરી અને સમગ્ર ભારતનું ધ્યાન અમદાવાદ પર કેન્દ્રિત થયું. મોટાભાગના રાષ્ટ્રીય નેતાઓ અમદાવાદ દોડી આવ્યા : સરોજિની નાયડુ, જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, સરદાર પટેલ, વગેરે. યંગ ઇન્ડિયા'માં ગાંધીજીએ લખેલા ત્રણ લેખોને રાજદ્રોહી ગણી અંગ્રેજ સરકારે તેના લેખક ગાંધીજી અને તેના પ્રકાશક શ્રી શંકરલાલ બેન્કર ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો. ગાંધીજીની ધરપકડ અને તેમના પર ભારતીય દંડસંહિતાની કલમ ૧૨૫-એ અન્વયે કેઈસ ચલાવવાની જાહેરાતે સમગ્ર દેશનું ધ્યાન અમદાવાદ પર કેન્દ્રિય કર્યું. દૂર દૂરથી લોકો કેઈસ નિહાળવા અમદાવાદમાં ઠલવાવા લાગ્યા, ‘અમદાવાદના કહેરામાં ઊભા રહેનાર એક મહાત્મા અને શિક્ષકના સ્વરૂપે વિદ્યા પર ગહન પ્રભાવ પાડનાર મહાન વ્યક્તિત્વ, તેમના પર લગાડવવામાં આવેલ આરોપ, ચાલનાર મુકદમા અંગેના મહત્ત્વના મુદ્દાઓ દેશની તત્કાલીન રાજકીય પરિસ્થિતિ અને આ મુકદમાને કારણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પડનાર પ્રત્યાઘાતો, આ તમામ બાબતોએ આ મુકદમાને મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક બનાવી દીધો હતો. અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા સરકીટ હાઉસના હોલમાં ૧૮ માર્ચ, ૧૯૨૨ ના રોજ ન્યાયાધીશ બુમફિલ્ડની સમક્ષ ગાંધીજીનો કેઈસ ચાલ્યો. હોલ રાષ્ટ્રીય નેતાઓ અને પ્રજાથી ચિક્કાર ભરાયેલો હતો. અદાલતના ખંડમાં ગાંધીજીના આગમન સમયનું ચિત્ર રજૂ કરતાં સરોજિની નાયડુ લખે છે : કાનૂનની નજરમાં એક અભિયુક્ત અને અપરાધી એવા ગાંધીજી અદાલતના ખંડમાં પ્રવેશ્યા કે તરત અદાલત સ્વયં તેમને માન આપવા ઊભી થઈ ગઈ. વક્ષકાયા પર ખાદીના અલ્પ બરછટ વસ્ત્રો ધારણ કરેલા અત્યંત શાંત ચહેરા સાથે અદ્ભુત વ્યક્તિત્વ ધરાવનાર ગાંધીજી પોતાના નિષ્ઠાવાન શિષ્ય શંકરલાલ બેન્કર સાથે અદાલતના કોરા પાસે આવ્યા. કઠેરા પાસેની ખુરશી પાસે થોડા અટક્યા. મારી સામે જોઈ સ્મિત કરતાં બોલ્યા, તો તું અહીયાં એટલા માટે બેઠી છે કે હું આઘાત પામી ઢળી પડે તો મને સહારો આપી શકે’ અને તેમના હોઠો પાછા હસી પડ્યા. તેમના એ હાસ્યમાં સમગ્ર બાળકોની પ્રફુલ્લિતતા ડોકિયાં કરતી હતી. પછી અદાલત ખંડમાં તેમણે એક નજર નાખી. સમગ્ર ભારતમાંથી આવેલા પોતાના પરિચિતોના ચહેરાઓ જોઈ. તેઓ બોલી ઊઠ્યા : “મને તો આ અદાલત નહીં પણ પરિવારજનોનો મેળો લાગે છે. પછી ન્યાયધીશ સામે એક નજર કરતાં ગાંધીજી ગુનેગારના કઠેરામાં પ્રવેશ્યા ત્યારે ન્યાયાધીશ બ્રમફિલ્ડની માનભરી નજરોએ તેમને આવકાર્યા અને અદાલતી કાર્યવાહીનો આરંભ થયો. સરકારી વકીલ અને ન્યાયધીશને એમ કે કેસ લાંબો ચાલશે, પણ ગાંધીજીએ ગુનો કબૂલ કરી લીધો. એટલે ન્યાયાધીશનું કામ સરળ બની ગયું. તેમણે ગાંધીજીને ખુલ્લી કોર્ટમાં કંઈ કહેવું હોય તો કહેવાની છૂટ આપી એટલે ગાંધીજીએ કોર્ટ સમક્ષ પોતાનો એકરાર વાંચી સંભળાવ્યો. એ વખતે અદાલતમાં અપૂર્વ દેશ્ય સર્જાયું. ગાંધીજી જેમ જેમ એકરાર વાંચતા ગયા તેમ તેમ શ્રોતાઓનાં હૃદય વલોવાતાં ગયાં. લોખંડી મનોબળ ધરાવતા વલ્લભભાઈ પટેલની આંખો પણ ઊભરાઈ આવી. ગાંધીજીએ પોતાના હૃદયદ્રાવક એકરારમાં કહ્યું : “અંગ્રેજોનાં આ દેશમાં પગલાં થયાં તે પહેલાં હિન્દુસ્તાન પોતાનાં લાખો ઝૂંપડાંમાં કાંતતું અને વણતું હતું. ખેતીમાંથી એમને થોડીઘણી આજીવિકા મળતી. તેમાં અધૂરું રહેતું તે રેટિયો કાંતીને ખેડૂતો પૂરું કરી દેતા. હિન્દની જીવાદોરીસમો આ ઉદ્યોગ અંગ્રેજોએ ઘાતકી રીતે ભાંગી નાંખ્યો.. હિન્દુસ્તાનની અધપેટે રહેતી ગરીબ પ્રજા ધીમે ધીમે મોતના મોંમાં હોમાતી જાય છે. શહેરના પૈસાદારો જે નજીવા મોજશોખ અને વૈભવ ભોગવે છે તે હિન્દને ચૂસનાર પરદેશી મૂડીદારોનાં તેઓ ઘર ભરે છે. તેના બદલામાં એ ટુકડા મળે છે, એનું એને ભાન નથી... કાયદાને જોરે હિન્દમાં રાજ કરતી આ સરકાર ગરીબ પ્રજાને ચૂસવા માટે જ ચાલી રહી છે, એની પણ તેઓને ગમ નથી.. પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72