________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રની આઝાદીની લડતમાં સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી રતુભાઈ અદાણીનું પ્રદાન
– એક ઐતિહાસિક અધ્યયન
-
સુભાષ લક્ષ્મણ મારુ
દરેક જીવ માત્ર સ્વતંત્ર રહેવા ઇચ્છે છે અને તે ગમે તે ભોગે સ્વતંત્રતા પ્રાપ્ત કરવા પ્રયત્નો કરતો હોય છે. એ સ્વતંત્રતા વ્યક્તિગત, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વની પણ હોઈ શકે. તેનો ઉદ્દેશ માત્ર સ્વતંત્રતાની પ્રાપ્તિ છે. આપણો દેશ પણ બ્રિટિશ તંત્રની ચુંગાલ નીચે ગુલામી ભોગવી રહ્યો હતો ત્યારે અનેક સ્વાતંત્ર્યવીરોએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા. આથી જ આપણી આઝાદીનો ઇતિહાસ ગૌરવવંતો અને વંદનીય છે. સ્વતંત્રતા માટેનો આ સંદર્ભ સદીઓ સુધી ભાવિ પ્રજાને માથું ઊંચુ કરી જીવવાનો અધિકાર અને અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડનાર છે. સ્વતંત્રતાની હવામાં જીવતી દરેકે દરેક વ્યક્તિને આ બાબતનો અહેસાસ કરાવવો જરૂરી છે, કેમકે જે અધિકારો આપણે આજે સહજ રીતે પામી શક્યા છીએ તે મેળવવા કેટલાયનું લોહી રેડાયું છે, અનેક સ્વાતંત્ર્ય સૈનિકોએ અસહ્ય યાતનાઓ વેઠી છે. તેમના બલિદાનની યાતનાઓથી પ્રજા અજાણ હશે તો તેમને સ્વતંત્રતાની કિંમત સમજાશે નહીં. આથી સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એ ઉદ્દેશથી સ્વાતંત્ર્ય સેનાની સ્વ. શ્રી. રતુભાઈ અદાણીનાં જીવનકાર્યોને એક શોધ નિબંધના સ્વરૂપમાં રજૂ કર્યો છે. તેઓનું જીવન આપણા જીવન ઘડતરમાં પથદર્શક બની રહેશે એ અભિલાષા છે.
શ્રી રતુભાઈ અદાણીનું પ્રારંભિક જીવન :
સૌરાષ્ટ્રના જસદણ પાસેના આટકોટના મૂળ વતની અને ભાણવડમાં તલાટી-મંત્રીની નોકરી કરતા પિતા શ્રી મૂળશંકરભાઈ અદાણી અને માતા જડાવબા અદાણીની કૂખે તા. ૧૩-૪-૧૯૧૪ ના શ્રી રતુભાઈ અદાણીનો જન્મ થયો હતો. બાળપણથી જ નિર્ભય અને અન્યાયનો સામનો કરવાનો સ્વભાવ ધરાવતા હતા. પ્રાથમિક શિક્ષણ-આટકોટ, મુંબઈ, ચાલીસગાંવ, ધૂળિયા અને બિલીયામાં મેળવ્યું. અમરેલીમાં હાઈસ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. અમરેલીમાં ડૉ. જીવરાજભાઈ મહેતાના ભત્રીજા ભગવાનજીભાઈ ‘સમર્થ વ્યાયામ મંદિર' ચલાવતા હતા. આ વ્યાયામ મંદિરમાં રતુભાઈ અદાણીએ વ્યાયામની તાલીમ લીધી. વ્યાયામ મંદિરમાં ભગવાનજીભાઈનાં રાષ્ટ્રીય ભાવનાના વિચારોએ તેઓને લડતમાં જોડાવા પ્રેર્યા. “સૌરાષ્ટ્ર” સાપ્તાહિકના લેખોએ રાષ્ટ્રીય ભાવનાને પોષી. પરિણામસ્વરૂપે તેઓને આઝાદીની લડતમાં જોડાવા વિચાર આવ્યો અને તેઓ આઝાદીની લડતમાં જોડાયા. આઝાદીની લડતમાં યોગદાન :
૬ઠ્ઠી એપ્રિલ, ૧૯૩૦ માં શરૂ થયેલ મીઠા સત્યાગ્રહમાં તેઓની ઉંમર નાની હોવાથી જોડાઈ શક્યા નહિ. પરંતુ ૧૩ એપ્રિલ ૧૯૩૦ માં બળવંતભાઈના નેતૃત્વ નીચે યોજાયેલ ધોલેરા સત્યાગ્રહથી આઝાદીની લડતમાં જોડાયા હતા. ધોલેરા, મીંગળપૂર, બરવાળા, બોટાદ, ધોળકા, ચલોડા, ધ્રાંગધ્રા, રાણપુરમાં થયેલા સત્યાગ્રહોમાં બિનજકાતી મીઠું વેચવાનું વિદેશી કાપડનું પિકેટિંગ-કામ, સભા, સરઘસ, પ્રભાતફેરી, કર ન ભરવા પ્રજાને જાગૃત કરવા જેવી પ્રવૃત્તિઓ સત્યાગ્રહ દરમ્યાન કરી હતી. લોકજાગૃતિનાં કાર્યો માટે ગામે-ગામે ફરી અને આઝાદીની લડત માટે યુવાનોને તૈયાર કરવાનું કામ અને ક્રાંતિ પત્રિકા” છાપી તેનું વિતરણનું કામ કર્યું હતું. સત્યાગ્રહ સંગ્રામ દરમ્યાન લાઠીમાર, ઘોડાદોડનો માર, ગોળીબાર જેવી યાતનાઓ વેઠી હતી. પોલીસો સાથે થયેલા સંઘર્ષમાં અસહ્ય માર પડ્યો અને ધરપકડો વહોરી ધંધુકાની કાચી જેલ, સાબરમતી જેલ (ત્રણવાર), નાસિક જેલમાં દંડાબેડી, ગુણીપાટ, ફટકા, વાઇટ હેન્ડ કેફ, કાંજીની સજાઓ ભોગવી હતી. જેલમાં સૂતરના દડા બનાવવાનું, મુંજ કટવા જેવાં કાર્યો કરતા હતા. જેલમાં સ્વામી આનંદ, રવિશંકર મહારાજ, છોટુભાઈ પુરાણી જેવા મહાનુભાવોના જ્ઞાનનો
પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૯
For Private and Personal Use Only