________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) વિદર્ભનાથ સંતાનપ્રાપ્તિ માટે તપસ્યા કરતો હતો. અગત્યએ સૃષ્ટિના જુદા જુદા જીવોનાં સુંદર અંશો સ્વીકારીને એક સૌંદર્યસંપન્ન નવજાત કન્યા તેને આપી. વિદર્ભનરેશે તેનો સુયોગ્ય ઉછેર કર્યો. તેને લોપામુદ્ર નામ આપ્યું હતું. અગત્યને પૂર્વજોના શ્રાદ્ધકલ્પ માટે પણ સંતાનપ્રાપ્તિ અર્થે લગ્ન કરવાની આવશ્યકતા જણાઈ તેણે વિદર્ભનરેશનો આ માટે સંપર્ક કર્યો, પ્રસ્તાવ મૂક્યો. રાજાને આનાકાની હતી. પરંતુ લોપામુદ્રા જાતે જ આ પ્રસ્તાવ સ્વીકારીને અગત્ય સાથે જવા તૈયાર થઈ ગઈ.
આ કવયિત્રીઓની કેટલીક આકર્ષક ઋચાઓ આ પ્રમાણે છે :(૧) અપાલા ઇન્દ્રને પ્રાર્થે છે -
असौ च या न उर्वरा दिमां तन्वं मम ।
થો તાત છિ: સવ તા પોશ ધિ . ૮-૧૨-૬ // ‘આપ અમારી આ જે ફળદ્રુપ ભૂમિ છે, મારું અંગ છે, અને પિતાનું મસ્તિષ્ક છે; તે બધું આનંદિત કરી
(૨) ગૌરિવીતિ ઇન્દ્રનાં પરાક્રમ વર્ણવે છે -
नव यदस्य नवति च भोगान्त्साकं वज्रेण मधवा विवृश्चत् ।
अर्चन्ती मरुतः सधस्थे त्रैष्टुभेन वर्च सा बाधत द्याम् ॥ ५-२९-६॥ ‘મહાન ઇન્દ્ર શત્રુના ૯૯ નગરોને ક્ષણમાં વજથી તોડી પાડ્યાં, ઘુ લોકને પકડીને) સ્થિર કર્યો. (ત્યારે) મરુતોએ સંગ્રામમાં ત્રિષ્ટભુવાળી ઋચાઓથી ઇન્દ્રની સ્તુતિ કરી.” (૨) ઘોષા અશ્વિની પાસે સરસ દામ્પત્યવિચાર મૂકે છે -
जीवं रुदन्ति वि मयन्ते अध्वरे दीर्घानु प्रसितिं दीथियुर्नरः ।
वामं पितृभ्यो य इदं संमेरिरे मयः पतिभ्यो जनयः परिष्वजे ॥ १०-८०-१०॥ “જે માણસ પોતાની પત્નીની જીવનરક્ષા માટે રડે (એવો) સંવેદનશીલ છે, એને યજ્ઞાદિ સત્કાર્યોમાં જોડે છે, સંસ્કારો સાથે સંતાન જન્માવીને પિતૃયજ્ઞમાં જોડે છે એ (માણસ) ને સ્ત્રીઓ સુખ-સહયોગ આપે છે.” (૪) ગોધા સ્વધર્મ વર્ણવે છે -
नकिर्देवा मिनीमसि न किरा योपयामसि मश्रुत्य चरामसि ।
पक्षेभिरपिकक्षेभिरत्राभि सं रंभामहे ॥१०-१३८-७॥ હે દેવો, અમે કોઈ ધર્મ વગરનાં કે મર્યાદા વગરનાં કર્મો કરતાં નથી. અમે કોઈને કશી હાનિ કરતા નથી. હાથમાં હવન સામગ્રી લઈને યજ્ઞાદિ શ્રેષ્ઠ કર્મો આચરીએ છીએ.
(૫) સિકતા નિવાવરી સમસ્તુતિમાં સરસ ઉપમા આપે છેप्रो अयासीदिन्दुरिन्द्रस्य निष्कृतं सखा सख्युर्न प्र मिनाति सङ्गिरम् । मर्य इव युवतिभिः समर्षति सोमः कलशे शतयाम्ना पृथा ।। ७-८६-१६।।
આ સોમ ઇન્દ્રના પેટમાં પહોંચીને, મિત્રનો જેમ, કોઈ જ પીડા આપતો નથી. યુવાન જે રીતે યુવતીઓ સાથે હળીમળીને રહે, તેમ સોમ પાણીની સાથે મળીને; યંત્રના સેંકડો છિદ્રોમાંથી બહાર નીકળીને કળશમાં પ્રવેશે
પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૪
For Private and Personal Use Only