Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 60
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાની મંગળજીભાઈની દસમી પેઢીએ જેઠારામ જાની મૂળ કનોડના વતની તેઓને ચાર દીકરા તેમાં એક મહાશંકર પ્રાંતિજ ગયા બીજા કશ્નારામ અમદાવાદ ગયા. ત્રીજા ભાનુશંકર કાશી ગયા અને ચોથાભાઈ સુખરામ ઘડા તા. ઈડર ગયા ત્યાંથી થાણા સાવલી થઈ લુણાવાડા આવેલા, થાણા સાવલીમાં ડોડીઆ વંશના રજપૂત રાજાઓ સિંધીઆના આશ્રિત તરીકે રાજય કરતા હતા. તે સિંધીઓ સરકારનું લશ્કરી થાણું હતું. તે મોટું શહેર હતું. તે તેના અવશેષો પર જણાય છે. તે મહી નદીના કિનારે આવેલું છે. આજે નદી કિનારાના અમુક ભાગોને “જાનીનો આરો” તરીકે ઓળખાય છે. ત્યાંથી જાની ભાઈઓ લુણાવાડામાં અઢારમા સૈકાની શરૂઆતમાં આવેલા, તેમના કુટુંબીઓ આજે પણ ઘડામાં છે. રામચંદ્ર દવે (ભાણેજનો સાથ) મૂળ તેઓ ક્યારે આવ્યા તે હકીકત મળતી નથી પણ તેઓ આવ્યા ત્યારે પહેલા લુણાવાડાની ઉત્તરે વેરી પાસે મઘવાસ જતાં સદુખાંના મુવાડામાં રહેલા. ત્યાંથી પછી લુણાવાડા આવેલા આજે પણ તેમની કુળદેવી સદુખાના મુવાડામાં છે. અને તેમના કુટુંબીજનો લગ્ન પછી ત્યાં દર્શન અર્થે જાય છે. આમ ૧૭મા સૈકાની શરૂઆતથી ઔદિચ્ય ભાઈઓનું લુણાવાડામાં આગમન થયું. શ્રી ગંગાધર કાકા અને જોગીભાઈઓ વગેરે માણસો ૧૫૦ કુટુંબો આવેલા, તેમાં ૫૦ કુટુંબો લુણાવાડા તળમાં અને ૧OO કુટુંબો આજુબાજુનાં ૧૭ ગામોમાં વસેલાં તે બધાં કુટુંબો ૧૫૦ ઘરનાં કુટુંબો તરીકે ઓળખાતાં અને હાલ પણ ઓળખાય છે. તેવી જ રીતે ગણનાથ દવે અને તેમના બોલાવ્યાથી અગર સ્વતંત્ર રીતે ૩૦૦ કુટુંબો આવેલા તેમાં ૨૦૦ કુટુંબો લુણાવાડા તળમાં ને ૧૦૦ કુટુંબો આજુબાજુના ગામોમાં વસેલા તે બધાં મળી ૩૦૦ ઘર થયેલાં જેથી તે ત્રણસો ઘર (શહેર-શેમાર) તરીકે ઓળખાય. હવે આ કુટુંબો જેમ આવતાં ગયાં તેમ તેની વ્યવસ્થા અંગે શહેર ત્રણસો ઘરના માણસોમાંથી શ્રી ગણનાથ દવેના પૌત્ર શ્રી દેવેશ્વર દવેએ તેમને વ્યવસ્થિત કરવા અને પોતાના જ અંગી ભૂતો છે તેમ નક્કી કરવા “સાથની” વ્યવસ્થા કરી જેમાં બેભાઈ અને એક કાકા હતા. કાકા ભુધરા દવે અને ભાઈ દેવેશ્વર તથા માહેશ્વર તે ત્રણ નામની ત્રણ સાથ. ૧. ભુધરા દવેનો, દેવેશ્વર દવેનો અને ખડકીવાળાનો. (માહેશ્વર દવેના મકાને ખડકી હતી તેથી) સાથ અને ચોથા પોતાના ભાણેજ રામચંદ્રને સાથ આપી ભાણેજોનો ચોથો સાથ બનાવ્યો આમ ચાર સાથે બનાવ્યા બાદ જે જે ભાઈઓ બહારથી આવતા ગયા તેઓનો સાથમાં સમાવેશ કર્યો. તેમાં જાની ભાઈઓએ કોઈપણ સાથમાં સમાવવા ના પાડી. જેથી તેમને જુદો સાથ : જાનીનો સાથ નામ આપી બનાવ્યો. આમ પાંચ સાથ અસ્તિત્વમાં આવ્યા. (૧) ભૂધરદેવનો સાથ : તેમાં બાલાજી દવે, રામેશ્વર દવેનું કુટુંબ, રાવળ પ્રેમાનંદ સદાનંદનું કુટુંબ, રાવળ મંગળજી નાથજી તથા કુશળરામ રાવળ તેમજ પાછળથી ભેંસાવાડાથી શુક્લભાઈઓ આવ્યા તેમને આ સાથમાં સમાવ્યા. આ ભાઈઓ ભુધરા દેવના સાથ તરીકે ઓળખાયા. (૨) દવે સી દવે (દેવેશ્વર દવે)નો સાથ : વિષ્ણુરામ, ગંગારામ, રહેરામ અને જુદરામ એ ચાર ભાઈઓનું કુટુંબ ઉપરાંત કાશીથી આવેલ વિદ્યાધર રાવળનું કુટુંબ, આ ભાઈઓ દવે સી દવેના સાથ તરીકે ઓળખાયા. (૩) ખડકી વાળાનો સાથ : કામેશ્વર દવે અને દલપતરામ દવેનું કુટુંબ દુર્લભરામ જાની અને નાથજી જાની, બગ સ્થળનું કુટુંબ ત્રિવેદી ભીખાલાલ કાળીદાસનું કુટુંબ અને સેમારના ત્રણસો ઘર પૈકીના જે ભાઈઓ ગામમાં આવેલા તેમને સમાવ્યા જે ખડકીવાળાનો સાથ તરીકે ઓળખાયા. પથિક # ત્રમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72