________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રબારીઓની પરંપરા મૂળ તેમના ઉદ્ગમ સ્થાન મારવાડ (પશ્ચિમ રાજસ્થાન)માંથી ઊતરી આવી હોવાથી તેમની સુશોભન કલા બાકાત નથી. કચ્છનું વાતાવરણ પણ મારવાડથી જુદું ન હોવાથી મોર, પોપટ (સુડો), વીંછી, હાથી, ઊંટ, મખલી, ચકલી, હરણ, નાગ જેવા પ્રાણીઓ મુખ્યત્વે સ્થાન ધરાવતા હોય છે. આત્માભિવ્યક્તિ :
કલાત્મક સર્જન આમ તો પોતાના જીવનના પ્રસંગોમાં જ આલેખિત હોય છે. રબારી નારી રોજ માથે બેડાં લઈ પાણી ભરીને લઈ આવે છે, અને સવારે ઊઠતાંની સાથે જ મોટા રવૈયાનાં નેજા પકડી છાશનાં ઘમ્મર વલોણાં સાથે દિવસની શરૂઆત તેમની પ્રવૃત્તિનું અભિન્ન અંગ છે. જે લીંપણ કળામાં ખૂબ જ બારીકાઈથી નજરે પડે છે.. દિવ્યાભિવ્યક્તિ :
રબારી રૂપસંહિતાના અન્ય સ્પંદનોમાં આપણે માનવેતર શક્તિઓ તેમનાં માનવ સમા રૂપાલંકારો અથવા પ્રતિકાત્મક આકલ્પનો, સૂર્ય, ચન્દ્ર, કૃષ્ણ (કાનુડો), માતૃશક્તિ (મોમાઈ), દેવ સ્થળો (દરી અથવા દેરડી), યવ (જવલા), મૃતાત્માઓની સમાધિ (કૂબો) વગેરે. આ પૈકીના ખૂબ જ પ્રચલિત આકલ્પનો છે. મોર :
સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતો મોર રબારીઓનાં ઉદ્ગમ સ્થળમાં એટલા વધુ પ્રમાણમાં મળી આવે છે કે, રબારીઓ આ સુંદર પંખીના આકારો પોતપોતાના ઘરની દીવાલો, કોઠી, કોઠલા, મંજૂષા વગેરે ના લીંપણ કામમાં કળા કરતો અથવા જુદી જુદી જાતના મોરની આકૃતિઓ જોવા મળે છે. વાગડના રબારીઓનાં કોઠલાઓમાં કળા કરતા મોરનું નિરૂપણ જોવા મળે છે. જેમાં આભલા ચોંટાડી પૂછના પીંછાનું અલંકરણ કરવામાં આવે છે. આ એક જુદા જ પ્રકારનું નિરૂપણ છે. સૂડો (પોપટ) :
સુડો સંસ્કૃતના “શુક' શબ્દ ઉપરથી અને રાજસ્થાની “સુગ્ગા' શબ્દ ઉપરથી રબારી ભાષામાં આવ્યો છે. ગ્રામીણ નારીઓ તેના સંસર્ગમાં વધુ આવતી હોઈ તેમની અભિવ્યક્તિમાં સૂડાને ખૂબ જ ઉચ્ચ સ્થાન અપાયું છે. રબારણોએ પોતાના ઘરમાં લીંપણ કામમાં આંબા ડાળની ઉપર બંને બાજુએ સામ સામે અથવા તો વચ્ચે ભૌમિતિક આકૃતિ અને સામ સામે સૂડાનું આલેખન કરેલું જોવા મળે છે. વીંછી :
રબારી જાતિમાં સુશોભનમાં કુતૂહલ જન્માવનારું વીંછી એ વૃશ્ચિક રાશિનું પ્રતિક પણ છે. તેની આકૃતિ પણ લીંપણ કામમાં જોવા મળે છે. દેરી :
દેરી અથવા દેરડી શબ્દ સંસ્કૃતના દેવસ્થલ અને ફારસીના “દર’ શબ્દોનું સંયોજન છે. રબારીઓના અનાજ ભરવાના લીંપણવાળા કોઠલાઓ પૈકી એક કોઠલો દેરીના આકારનો (શિખરાકૃતિ) હોય છે. દેશી અને ઢેબરિયા રબારીઓમાં આ દેરીનાં શિખર ઉપર એક માનવ મુખાકૃતિ બનાવવામાં આવે છે. જેને તેઓ “કાનુડો' (કૃષ્ણ) કહે છે. વૃક્ષ અને આંબો :
વનસ્પતિ આકલ્પનોમાં ફૂલ પત્તીઓનાં ઘણાં આકાર જોવા મળે છે. પૂર્ણ વિકસિત વૃક્ષ ભૂમિથી ઉપર એક થડની બંને બાજુએથી નીકળતી ડાળખીઓ જે ખૂબ જ લાક્ષણિક રીતે દર્શાવાય છે. ક્યારેક વૃક્ષ પર મોર, પોપટ વગેરે.. બેઠેલા જોવા મળે છે. સામાન્ય રીતે રબારીઓ વૃક્ષને આંબો અથવા ઝાડ તરીકે જ ઓળખાવે છે. આ ઉપરાંત ગલ, ફૂલ, અધો ફૂલ આ ત્રણ નિરૂપણોમાં ભરપૂર જોવા મળે છે. જેમાં ગોળ પાંદડીવાળા સૂર્યમુખી જોવા મળે છે.
પથિક * ત્રિમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪ ૬૩
For Private and Personal Use Only