________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતરિવાજો, મનોરંજનો, તહેવારો, મેળાઓ, સમાજ જીવનનાં દૂષણો, સીની સ્થિતિ, સમાજ સુધારાની પ્રવૃત્તિઓ વગેરેનું વિવરણ કરેલું છે.
પ્રકરણ ૯ “સૌરાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિમાં લેખકે સૌરાષ્ટ્રની ખેતી, ઉદ્યોગો, વેપાર-વાણિજય, આયાત-નિકાસ, વાહન-સંદેશા વ્યવહાર, રેલ્વે, બંદરો, હવાઈમાર્ગો, ચલણ-બેન્કિંગપ્રથા, વગેરેનું આંકડા તથા કોઠાઓ સાથે વિવેચન કરેલું છે. પ્રકરણ-૧૦ “સૌરાષ્ટ્રમાં શિક્ષણનો વિકાસ”માં લેખકે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, કન્યા કેળવણી, કેટલીક નોંધપાત્ર શૈક્ષણિક સંસ્થાઓ - જેવી કે રાજકોટની આલ્ફડ હાઈસ્કૂલ (હવે મહાત્મા ગાંધી વિદ્યાલય), રાજકુમાર કૉલેજ - રાજકોટ, શામળદાસ કોલેજ-ભાવનગર, બહાઉદ્દીન કૉલેજજૂનાગઢ, ધર્મેન્દ્રસિંહજી કોલેજ-રાજકોટ, નાનજી કાલિદાસ મહેતા આર્ય કન્યા ગુરુકુળ-પોરબંદર વગેરેનું જરૂરી આંકડા તેમજ ચાર્ટી સાથે પરીક્ષણ કરેલું છે.
પ્રકરણ-૧૧ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરિસ્થિતિમાં લેખકે સૌરાષ્ટ્રના ધર્મો-સંપ્રદાયો (પ્રણામી સંપ્રદાય), હિન્દુ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્તી, જરથોસ્તી વગેરેની ચર્ચા કરેલી છે, તથા આને લગતા સાહિત્યનો પણ આવકારપાત્ર ઉલ્લેખ કરેલો છે. તેમાં તેણે ટાંકેલી કાવ્યપંક્તિઓ વિવિધ ધર્મોના સમાન હાર્દને સ્પષ્ટ કરવામાં સહાયરૂપ છે. આ પ્રકરણમાં લેખકે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થઈ ગયેલ કવિઓ, કલાકારો, સાહિત્યકારો, વગેરેની કૃતિઓની ટાંકેલી પંક્તિઓ આ સાહિત્યકારોની ધર્મ તેમજ સમાજ સુધારણાની ધગશને સાકાર કરે છે તેવું લેખકનું કથન ખાસ ઉલ્લેખનીય છે. પ્રકરણમાં પત્રકારત્વ તથા પુરાતત્ત્વ-ઉત્નનનને લગતી અપાયેલી માહિતી પણ આ વિષયના અભ્યાસીઓને ઉપયોગી થાય તેવી છે.
પ્રકરણ-૧૨ “સૌરાષ્ટ્રમાં રાજકીય જાગૃતિનો ઉદ્ભવ અને વિકાસમાં લેખકે તેનાં જવાબદાર પરિબળો, રાજાઓનું આપખુદ શાસન, બ્રિટિશ હિન્દમાં રાષ્ટ્રીય આંદોલનો, સમાચારપત્રો, સાહિત્ય, સંદેશાવ્યવહાર વગેરેનું વિસ્તૃત વિવેચન કરેલું છે. કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહી, સૌરાષ્ટ્રનાં પ્રજા-મંડળો, ગાંધીજીએ સૌરાષ્ટ્રની નેતાગીરીનું પણ કરેલું ઘડતર વગેરેનો લેખકે ખાસ નિર્દેશ કરેલો છે. પ્રકરણ ૧૩ તથા પ્રકરણ ૧૪માં લેખકે સૌરાષ્ટ્રની પ્રજાકીય ચળવળો (સૌરાષ્ટ્રના સત્યાગ્રહો) (૧૯૨૨-૧૯૩૨) તથા (૧૯૩૨ થી ૧૯૪૨)માં ૨૨ જેટલા સત્યાગ્રહોનું વિવરણ કરેલું છે, જેમાં ખાખરેચી સત્યાગ્રહ, રાજકોટ, લીંબડી તથા ધ્રાંગધ્રાના સત્યાગ્રહો વિશેષ ઉલ્લેખનીય કહી શકાય. સત્યાગ્રહો દરમ્યાન રચાયેલાં રાષ્ટ્રીય ગીતોની લેખકે ટાંકેલી પંક્તિઓ સત્યાગ્રહોના સ્વરૂપ તથા વ્યાપને સ્પષ્ટ કરે છે. રાજાઓની સત્યાગ્રહીઓ પ્રત્યેની અન્યાયી અને જુલ્મી નીતિનો પણ લેખકે યથાયોગ્ય ઉલ્લેખ કરેલ છે.
પ્રકરણ ૧૫ - “સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોનું વિલીનીકરણ અને અલગ સૌરાષ્ટ્ર રાજયની રચના”માં પ્રોફે (ડો.) જાનીએ તેની પ્રક્રિયા, સરદાર પટેલ, સૌરાષ્ટ્રના ઢેબરભાઈ તથા અન્ય નેતાઓની કામગીરી, રાજાઓને સમજાવવાની તથા તેનો રાષ્ટ્રપ્રેમ જાગૃત કરવાની સરદાર પટેલની અહિંસાયુક્ત કુનેહ, જૂનાગઢના નવાબે મુસ્લિમ દીવાનની ગેરદોરવણીથી જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની કરેલી જાહેરાત વગેરે પરિબળો તથા પ્રક્રિયાઓ, સૌરાષ્ટ્રના રાજવી રાજ્યોનું ભારત સંઘ સાથેના જોડાણ તથા અલગ સૌરાષ્ટ્ર રાજ્યની રચનાને શક્ય બનાવ્યાનું કરેલું વિશદ વિવરણ જૂનાગઢના પ્રશ્ન આરઝી હકૂમતની રચના અને કામગીરીને લગતું તેનું સંશોધન તથા પ્રકાશન પણ આ પ્રશ્ન પર સારો એવો પ્રકાશ પાડે છે.
પ્રોફે. (ડો.) જાનીએ સૌરાષ્ટ્રના ઇતિહાસ (૧૮૦૭ થી ૧૯૪૮)નું કરેલું લખાણ તેનાં ઉપરોક્ત પ્રકરણો તથા સૌરાષ્ટ્રના રાજયોનું સર્વગ્રાહી પૃથક્કરણ તથા તેનાં તમામ પાસાંઓનું સંશોધનાત્મક આલેખન આ વિષયનાં અન્ય લખાણો તથા પુસ્તકોમાં નવી સર્વાગી દષ્ટિ પૂરી પાડે છે - તેથી આ પુસ્તક આ વિષયના વિદ્યાર્થીઓ,
પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૬૭
For Private and Personal Use Only