________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નમાં કન્યા પક્ષનો પિતા જ્ઞાતિ કરી વરપક્ષના આખા વહેવારને પોતાના વહેવાર સાથે જમાડી પોતાની દીકરીને વહેવાર બાંધી આપતા દીકરી પોતાના પિતાને વહેવારે જમવા જઈ શકતી..
સહકારની ભાવના : જ્યાં જ્ઞાત હોય ત્યાં ખાંચણું દળણું સમસ્ત જ્ઞાતિ જનોમાં જેમને વ્યવહાર હોય તેઓ ચોખા અને લોટ દળી આપી જતા. મીઠા પાણીના બેડા ભરી લાવતા રસોઈ હાથો હાથ પતાવી દેતા આમ “પંદર પીસ્તાળો શીરો, દાળને ભાત કરનાર બધાનો સ્નેહ અને સહકાર સાથે રહેતો. આજે સહકારની ભાવના અદશ્ય થઈ ગઈ છે.
- સેમાર : (ભટ્ટભાઈઓ મૂળ જાની મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના વખતમાં સં. ૧૧૫૪ ની સાલમાં પાટણમાં માળવાના સેનાપતિ ઉબક પરમારને સત્કારવા સભા રાખેલી તેની વ્યવસ્થા શ્રી કાકા ભટ્ટજીને સોંપી, સભામાં રાજાને પ્રભાવ બતાવવા ૪૦૦ સુભટ્ટોની હથીઆરો બંધાવી રાજસભામાં લાવેલા ત્યાં શ્રી મુંજાલ મહેતાજીની સલાહથી દરેકને એકેક ગામ આપી ભટ બનાવેલા. ત્યાંથી બધાં ભટ કહેવાયા (હથિયારો બાંધતા થયા ત્યારથી ભટ કહેવાયા).
કનોડાથી ભટ ભાઈઓ વાડાસિનોર ગયેલા. ત્યાંથી ચૌદમા સૈકામાં કાશીમાં મણી કર્ણાકના મહંત શ્રી શિવરામ ચાવડીઆ આવેલા તેમની સાથે તેઓ ત્યાં મહંતજીએ કોટ બંધાવેલો આજે તેનાં ખંડેરો હજુ મોજુદ છે. ત્યાંથી ભટભાઈઓ વસેલા મુવાડા, ઉકેડી દેનાવાડ, આંકલવા વગેરે સ્થળ ગયેલા.
અધ્વર્યુ : ભીમાભાણા અધ્વર્યુ ૧૭૮૦ માં વાડાસિનોરથી રામ પટેલના મુવાડા આવી વસવાટ કરેલો અને જમીનો રાખેલી તે લેખ ઉપરથી મળી આવે છે. તે વખતે આ ગામ સંતરામપુરની સરહદમાં હતું. તેની સરહદ કાલ બજારમાં “કોહીવાવ” છે. તે મુજબ બીજા અધ્વર્યુ ભાઈઓ દેનાવાડ સ્થળે વસેલા.
કાકાઓ : મૂળ લુણાવાડામાં આવેલા અને તેમને કાકાના ભેસાવાડામાં સં. ૧૭૩૬માં સ્વ. વીરસિંહ રાજાએ તેમને આપેલું જેથી ત્યાં રહેવા ગયેલા ત્યાં મલેકપુર વાંટા એન્ઝા ગયેલા.
ચમારીઓના કાકાઓ : તેમને ઘંટી આવના ઠાકોર લાવેલા અને કાકાના ચમારિયા ગામ ગોર પદમાં તેમને આવેલું તેમના સં. ૧૯૦૯ લેખ પરથી જણાય છે. ઘટીઆવ ઠાકોરના વારસદારો હાલ ઘામણિયામાં રહે છે.
ખારોલના કાકાઓ : પુષ્પાદરાથી અમદાવાદ થઈ નદીસર આવેલા ત્યાંથી આજીવિકા માટે ખારોલ અને ત્યાંથી ખોડા આંબા, કોઠબાપાલ્લા વગેરે સ્થળે વસેલા.
આમ દરેક ઔદિચ્ય ભાઈઓ મુસલમાનોના ત્રાસથી આજીવિકાળે બીજાઓના બોલાવવાથી અગર સંબંધને અર્થે અમદાવાદ અને ત્યાંથી પંચમહાલ લુણાવાડામાં જનોડથી માલવણ સુધીના ભાગમાં પથરાયા તે બધા પાંચસો ઘર ઔદિચ્ય બ્રાહ્મણ તરીકે ઓળખાતા હતા.
કન્યા આપેલમાં મુનપુર, રણાસર, નાંદોદ, હળવદ, વડવાસા, વગેરે સ્થળેથી લુણાવાડામાં કન્યાઓ આવેલી પણ વખત જતા વાડા બંધ થઈ ગયા.
હાલમાં પાંચસો ઘરમાં તેમજ બહાર કન્યા આપવા લેવાનું ચાલુ થયું છે. અને તે એકબીજાના નજીક સંસર્ગમાં દિવસે દિવસે દોઢસો ત્રણસોના ભેદ ભૂસાતા જાય છે. કુળના કરનાં વર અને કન્યાની લાયકાત જ એકાંતી જાય છે. શહેરને સેમાર ભૂલી ઉત્સાહપૂર્વક કન્યાની આપ લે ચાલુ થઈ છે. અને સૌ જ્ઞાતિજનો વિશાળ દષ્ટિ કેળવતા થયા છે.
પથિક કે નૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૫૯
For Private and Personal Use Only