________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખડખડાટ હસી પડ્યા. આમ તેઓ વિદેશીઓની શેહમાં તણાઈ જાય એવા નહોતા.
તેરસી હંમેશાં અન્યાયનો વિરોધ કરતા અને કામદારોની તરફેણ કરતા. જી.આઈ.પી રેલવે (ગ્રેટ ઇન્ડિયન પેનિસ્યુલર રેલવે), ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા તથા ટ્રામના મજૂરોના પ્રશ્નો ઊભા થયા ત્યારે લક્ષ્મીદાસને લવાદ નીમવામાં આવ્યા. તેમણે બંને પક્ષોને સંતોષ થાય એ રીતનું સમાધાન કરાવી આપ્યું હતું. એસ.એ.ડાંગે તથા એમ.એન.રોય જેવા ડાબેરી કામદાર નેતાઓ પણ તેમનામાં વિશ્વાસ મૂકીને તેમની સલાહ સૂચના સ્વીકારતા હતા.
તેરસી મુંબઈની નગરપાલિકાના સભ્ય તરીકે ઈ.સ. ૧૯૨૩માં ચૂંટાઈ આવ્યા. ત્યાં પણ તેમણે સ્વદેશીના વિચારોનો અમલ કર્યો. તેમના સૂચનનો સ્વીકાર કરીને મ્યુનિસિપલ વીમા ફાળાની યોજના અમલમાં મૂકવામાં આવી. તેમણે નગરપાલિકાની સમિતિમાં બ્રિટિશ માલનો બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ મંજૂર કરાવ્યો. ઇંગ્લેંડનાં વર્તમાન પત્રો તથા રાજકીય નેતાઓએ તેની ગંભીરતાથી નોંધ લીધી અને તેનાં પરિણામો અંગે ચર્ચાઓનું આયોજન કર્યું. જૂન ૧૯૩૭ સુધી મુંબઈ નગરપાલિકાની સ્થાયી સમિતિ, ઇમ્યુવમેન્ટ ટ્રસ્ટ તથા ધ બોમ્બે પોર્ટ ટ્રસ્ટની સમિતિના તેઓ સભ્ય હતા. પોર્ટ ટ્રસ્ટના સભ્ય તરીકે તેમણે ઇટાલિયન અથવા જાપાનીઝ સિમેન્ટ વાપરવાને બદલે ભારતીય સિમેન્ટ વાપરવાનો આગ્રહ કરીને સ્વદેશીની વધુ એક વાર હિમાયત કરી. '
ઈ.સ. ૧૯૨૮માં મુંબઈમાં કોમી તોફાનો થયાં ત્યારે તેમણે રમખાણોનો ભોગ બનનાર લોકો માટે રાહતકાર્યો શરૂ કરાવી તેની વ્યવસ્થા પર દેખરેખ રાખી અને હિંદુ સંરક્ષક મંડળ સ્થાપીને અનેક લોકોને જુદા જુદા પ્રકારની સહાય કરી.
લહમીદાસ ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના મહત્ત્વના આગેવાન હતા. તેમણે આ સંસ્થાની પ્રગતિમાં અગત્યનો ફાળો આપીને તેની પ્રતિષ્ઠા વધારી હતી. તેથી આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેમને લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન, લેજિસ્લેટિવ કાઉન્સિલ કે પ્રાંતિક કેંગ્રેસ સમિતિની સભાઓમાં પોતાને જે સાચું લાગે તે જણાવી દેવાનો તેમનો સ્વભાવ હતો. તેથી તેમના પ્રવચનો વધારે મહત્ત્વનાં ગણવામાં આવતાં હતાં. એક વાર કાઉન્સિલના નાણાં ખાતાંના મંત્રીએ તેરસીનું પ્રવચન સાંભળવા માટે પોતાનો અન્ય કાર્યક્રમ રદ કર્યો હતો,
લક્ષ્મીદાસ મુંબઈ પ્રાંતિક કેંગ્રેસ સમિતિના સ્થાપક, સભ્ય અને તેના કોષાધ્યક્ષ હતા. તેઓ તેની બધી મીટિંગમાં હાજરી આપતા હતા. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અગ્રણી તથા વગદાર સભ્યના નાતે કોર્પોરેશન દ્વારા ગાંધીજીનું સમ્માન કરાવવામાં તેમણે સફળતા મેળવી હતી. પરંતુ સમય જતાં કેંગ્રેસે ગાંધીજીના કાર્યક્રમો અપનાવીને અમલમાં મૂક્યા તથા તેરસી (સુરેન્દ્રનાથ બેનરજીની માફક) ગાંધીજીના વિચારો તથા કાર્યક્રમ સ્વીકારી શક્યા નહિ ત્યારે કોંગ્રેસ છોડીને નવી પેઢી માટે જગા કરી આપવાનું તેમણે યોગ્ય માન્યું.
તેરસીએ મુંબઈમાં ૧૯૨૬માં કચ્છ પ્રજાકીય પરિષદની સ્થાપના કરી અને તેઓ તેના મંત્રી બન્યા. આ પરિષદ ખાસ કરીને કચ્છમાં તેનાં અધિવેશનો ભરતી. ૨૮ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૩૦ ના રોજ માંડવી મુકામે ભરવામાં આવેલ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. પેસન્જર્સ ટ્રાફિક રીલિફ એસોસિએશનની સ્થાપનામાં પણ તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. ઑલ ઇન્ડિયા રાજસ્થાન પ્રજાપરિષદની કાર્યવાહક સમિતિના તેઓ સભ્ય હતા અને તેમાં આજીવન સેવાઓ આપી હતી. વિધવા પુનર્લગ્ન કરવાના તેઓ હિમાયતી હતા અને તે માટે સ્ત્રીઓને પ્રોત્સાહિત કરતા હતા. વિધવા પુનર્લગ્ન કરનારને પાંચસો રૂપિયાનું પારિતોષિક આપવાની તેમણે શરૂઆત કરી અને તે માટે અલગ ફાળો એકઠો કર્યો હતો. વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે આર્થિક મદદ કરવા માટેના સોનાવાલા ટ્રસ્ટના તેઓ મહત્ત્વના ટ્રસ્ટી હતા. આ પ્રવૃત્તિમાં તેમને એટલો બધો રસ હતો કે આ ટ્રસ્ટની એક સભા તેમની મરણપથારી પાસે મળી હતી.
પથિક * વૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૩ * ૩૫
For Private and Personal Use Only