Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંગડા વગેરે થઈ પડે તો તેને નિકાલ કરવા પાંચ પટેલિયાના વિદમાન નિકાલ કરવો ને તે પટેલિયા જે પ્રમાણે ઠરાવ કરે તે મુજબ ચાલવું. તે બાબતમાં શખસ કસૂર કરશે તો માણસને ૨૫૦ નાતમાં નજરાણાના આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૫) કલમ પાંચમી – હમો કઈડવા કણબીની નાતમાં આજની તારીખ અવલ કોઈ માણસે કંના અગર વરને સારુ સાટાં-પટાં કરાં હશે ને તે બાબતના દસ્તાવેજ લખેલા હશે તો તે મુજબ લેવા-દેવા. પણ લખા સિવાયનાં હશે તો તે લેવા-દેવા નહીં. તે હવે પછી કોઈએ સાટાં-પેટા કરવા-કરાવવાં નહીં ને એ કામમાં કોઈ મદદ પણ કરવી નહી. એ પરમાણે ચાલવામાં કોઈ માણસ કસૂર કરે તો તેને નાત નજરાણાના ૨, ૨૦૦ આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૬) કલમ છઠ્ઠી – જાણે આપણી નાતમાં કેનાને પરણતી વેળા અથવા સગાઈ કરતી વેળા રૂપાની હાંસડી તથા કલ્લા તથા સાંકળીના રૂ. ૮નું ઘરેણું વહુને કરવું. એથી વધારે ઘરેણું કરવું નહીં. એથી ઊલટો ચાલશે તેને નાતના મુખી ઠરાવે તેટલી રકમ નાતને નજરાણું આપતા સુધી નાત બહાર રહેવું પડશે. (૭) કલમ સાતમી – આપણી નાતમાં આ ઠરાવ થયાં અવલ પરણેતાની જે કેનાને કાંબીઓ તથા સાંકળાં તથા પોલારિયાં એ ઘરેણું કરેલું છે તે વર તરફ સોંપી દેવું. એ પ્રમાણે ચાલવામાં જે માણસ આળસાઈ યા કસૂર કરશે તો તેને ત્રણ મહિના સુધી નાત બહાર રહેવું પડશે. ત્યાર પછી રૂ. ૫૦ નાતને નજરાણાના આપે ત્યારે નાતમાં લેવામાં આવશે. (૮) કલમ આઠમી - આપણી નાતમાં કોઈ ઓરતનાં લગ્ન થાય તે વખતે અથવા તે પહેલાં કેનાને ઘાઘરો તથા કાપડું તથા સૂતર, ચૂંદડી પાકા રંગની – એ રીતે ત્રણ લૂગડાં વરવાળા તરફથી નાવાળાને આપવાં, અગર તેના અવેજમાં રૂા. રૂ. ૧૦ વરવાળો આપે. એટલે એ રીતે ચાલવામાં કોઈ કસૂર કરે તો તે માણસને નાતને રૂા. પ૦ નજરાણાના આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૯) કલમ નવમી – આપણી નાતમાં વહુ દૂખાવાની વખતે, એટલે પહેલા આણાના વખતે રૂા. ૧૬ સાલ્લાના તથા રૂા. ૪ ગોરના તથા રૂા. ૧ ઝવાટનો તથા રૂા. ૧ ચૂંદડીનો. એ રીતે રૂા. ૨૨ વરવાળા કેનાને આપે. તે સિવાય કાંઈ રૂપિયા યા કીમતી વસ્તુ લેવી નહીં. એ પ્રમાણે ચાલવામાં જે કસૂર કરશે તેને રૂા. પ૦ નાતમાં નજરાણાના આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૦) કલમ દસમી - આપણી નાતમાં કેનાનું સગપણ થતી વખતે વર તરફથી રૂા. ૧ રોકડો તથા સાકાર શેર ૨૧ ના કંનાને આપવી. એ સિવાય જાસ્તી આપવું-લેવું નહીં. આ પરમાણે ન ચાલે તેને રૂા. ૧૦૦ નાતમાં નજરાણાં આપતાં સુધી નાત બહાર રહેવું પડશે. (૧૧) કલમ અગિયારમી – આપણી નાતમાં કોઈએ સવેલી કંના (ધણી હયાત હોય તેવી) તથા દેવી નહી. એ રીતે ચાલવામાં જે કસૂર કરશે તેને દસ વરસ સુધી નાત બહાર રહેવું પડશે. તે વાર પછી રૂા. ૧૦૦૦ નાતમાં નજરાણાના આપેથી નાતમાં લેવામાં આવશે. (૧૨) કલમ બારમી – આપણી નાતમાં વર અગર વહુની હયાતીમાં ફરીથી લગ્ન યા નાતરું કરવું નહીં. પરંતુ ફરજંદ થતું ન હોય એવા એવા કાંઈ જરૂરના કારણથી ફરી લગ્ન અથવા નાતરું કરવું પડે તો પોતાની નાતના મુખ્ય માણસ રજા આપે તો ફરી લગ્ન અથવા નાતરું કરવું. પણ પરથમની બાઈડીને ધાન-કપડાંનો બંદોબસ્ત કરી લીધા વગર પરગણાના પટેલિયાઓએ બીજી બાઈડી કરવાની રજા આપવી નહીં, તેમજ ધણીની ફારગતી લીધા વગર બાઈડીએ સચૂડી નાતરે જવું નહી, ને કોઈએ લઈ જવી નહીં. એ રીતે કરવામાં જે કસૂર કરે તેને રે વરસ સુધી નાત બહાર રહેવું પડશે. ને ત્યાર પછી રૂા. પ0 નાતને નજરાણું આપેથી નાતમાં લેવામાં આવશે. (૧૩) કલમ તેરમી – આપણી નાતમાંના કોઈ માણસને બહારવટું એટલે કોઈકનું જલેલ એટલે નુકસાન કરવું-કરાવવું નહીં. એ રીતે ચાલવામાં જે માણસ કસૂર કરશે તેને વરસ સુધી નાત બહાર રહેવું પડશે. તે પછી પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૫૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72