________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહી, અગર રૂા. ૧૦ (દસની) અંદર ગમે તેટલી ઓછી રકમ જે ઠેકાણે અપાતી હશે તે ઠેકાણે તે જ પ્રમાણે આપવી. પણ ઓછી રકમ વાળાને હક રૂ. ૧૦ (દસ) સુધીનો આ કમલથી સમજવો નહીં.
(૩) લગનનું મોસાળું કરવાનો જે ઠેકાણે ચાલ હોય તે ઠેકાણે રૂા. ૧ (એક) થી રૂા. ૧૦ (દસ) મોસાળું કરવું. તે ઉપરાંત રકમનું મોસાળું માગવાનો કોઈને હક નથી, પણ જે ઠેકાણે ઉપરની રકમ અંદર ગમે તેટલી ઓછી રકમનું મોસાળું કરવાનો ચાલ હશે તે ચાલ પ્રમાણે કરવું. વળી જે ઠેકાણે બિલકુલ મોસાળું કરવાનો ચાલ નથી તો તે ઠેકાણે આ કલમથી મોસાળું કરવાનો ચાલ થયો એમ સમજવું નહીં.
(૪) લગન થતી વખતે છેડો પકડામણીનો રૂા. ૧ (એક) થી રૂા. ૧૦ (દસ) સુધી કેના તરફથી વર તરફ આપવા. પણ તે ઉપરાંત વધારે રકમ લેવાનો વરનો હક નથી. પણ એવો ઠરાવ છે કે ઠેકાણે ઉપરની રકમની અંદર ગમે તેટલી ઓછી રકમ લેવાનો ચાલ હશે તે ઠેકાણે ચાલ પ્રમાણે વરતવું અને જે ઠેકાણે બિલકુલ ચાલ નથી તે ઠેકાણે આ કલમથી ઠરાવ થયો એમ સમજવું નહીં. અને વર તરફથી કેના તરફ ઓઢણી આપવાનો જે ઠેકાણે ચાલ છે તે ઠેકાણે જેટલી રકમ આ કલમ મુજબ વર તરફ લીધેલી હશે તેટલી જ રકમ કેના તરફથી આપવી.
(૫) મહી માટલાના કંનાના બાપે વરવાળાને દર સેંકડે કરેલા આંકડાના રૂા. ૫ (પાંચ) પ્રમાણે આપવા. (૬) પૂરતના કરી વરવાળાને વિદાયગીરીના કંનાના બાપ રૂા. ૧ (એક) થી ૫ (પાંચ) સુધી આપે.
(૭) પગે પરણાના રૂા. ૧ (એક) થી રૂા. ૭ (સાત) સુધી કેના તરફથી વર તરફ આપવા. પણ જે ઠેકાણે તે હક લેવાનો ચાલ નથી તે ઠેકાણે આપવા નહીં. વળી ઉપર કહેલી રકમની અંદર ગમે તેટલી ઓછી રકમ લેવાનો જે ઠેકાણે ચાલ હશે તે ઠેકાણે તે ચાલ પ્રમાણે રકમ લેવી.
(૮) સીમંત થયા પછી કેનાને બાળક અવતરે પછી ઝીળાયેડા આણે રૂપિયા ૧ (એક) થી રૂા. ૧૧ (અગ્યાર) સુધીની રકમ લૂગડાં મળી વિદાય કરે. તે બાબત જાસતી માંગવાનો વરવાળાને હક નથી.
(૯) કોઈ સ્ત્રીને સાસરે વળાવ્યા પછી તે સ્ત્રી મરણ પામે તો તેના બાપ તરફથી થયેલું ઘરેણું તથા લૂગડાં તે સ્ત્રીને કોઈ ફરજંદ ન હોય તો તે સ્ત્રીના બાપને આપવાં.
(૧૦) દસમી કલમ - આપણી નાતમાં ઠેકાણે ઠેકાણે મુખીય પટેલિયા નાતભાઈઓએ ઠરાવી તેના નામની ઈયાદિ દેસાઈશ્રી પાસે મોકલવી કે તે મંજૂર કરશે અને જયારે કોઈ પટેલનું નામ ફેરફાર કરવાની જરૂર પડે ત્યારે પણ દેસાઈની મંજૂરી લઈ કરવું.
(૧૧) અગિયારમી કલમ - આ ઠરાવથી જે માણસો ઊલટી રીતે ચાલશે તે દરેક માણસને વરસ પાંચની મુદત સુધી નાત બહાર મૂકવા તથા પંચની નજરમાં આવે તે ગુનેગારો લેવા અથવા એ બેમાંથી ગમે તે ઠરાવ કરવાને ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયા મુખતિયાર છે. પણ તે ઉપર બેરાજી થઈ દરબારશ્રીને જાહેર કરેથી ઠરાવમાં કામ જાતે કરવાને તથા ફેરફાર કરવાને તથા રદ કરવાને પાટડી દરબારશ્રીને અધિકાર છે. અને આવી બાબતમાં જે રકમ લેણી થાય તે વસૂલ કરવા સારુ ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયા તથા પાટડી દરબારશ્રીનો સરકારમાં ફરિયાદ કરી અગર હરેક રીતે વસૂલ કરવાનો હક છે.
(૧૨) બારમી કલમ - અગિયારમી કલમમાં બતાવેલ રકમ વસૂલ થયેલી તે રકમના ચોથા હિસ્સાના રૂપિયા કુળદેવી માતા ઉમિયાજીના મંદિરમાં ધરમાદા વગેરેમાં વાપરવા પાટડી દરબારશ્રી તરફ મોકલવા અને બાપના રૂપિયા ઠેકાણે ઠેકાણેના મુખીયા પટેલિયાઓએ નાતના સુધારામાં વાપરવા પણ તેનો બરાબર હિસાબ રાખવો.
(૧૩) તેરમી કલમ - આ ઠરાવ પ્રમાણે ઠેકાણે ઠેકાણેના મુખીય પટેલિયાઓએ કરેલા ઠરાવ ઉપર તકરાર અગર બીજા હરેક કારણથી પાટડી દરબારશ્રી ફેંસલો કરશે તે આખરનો સમજી એ ઉપર કોઈની તકરાર ચાલશે નહીં.
પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૪૮
For Private and Personal Use Only