________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈડવા કણબીના જ્ઞાતનો વધારો
કઈડવા કણબીના જ્ઞાતનો ભારે સમુદાય છતાં કંનાઓની ભારે ખોટ થઈ પડી છે. અને પોશ તેરશ ને ૧૮૪૮ ની સાલમાં અમદાવાદ જિલ્લાના માજિસ્ટ્રેટ આજમ ફાસર સાહેબે ધારા બાંધી સરકારની મંજૂરી સાથે
તા. ૭મી નવેમ્બર સન ૧૮૫૦ ના રોજ જાહેરનામા કહેલા તે પ્રમાણે કોઈ ચાલી નહી, તેથી પાટડીના દરબાર શ્રી જોરાવરસિંહજી કુબેરસિંહજી એ આપણી જ્ઞાતિનો મેળો સંવત ૧૯૨૫ ના મહા વદ ૫ ને રવૈહના રોજ કહી ભાષણ કરવા ઉપરથી સરવે માણસો કબૂલ થઈ નીચે લખેલા પ્રમાણે સુધારો કરવાનું નક્કી ઠરાવ્યું છે.
૧. કલમ પહેલી-જ્ઞાતિના લોકોએ ગોળ બાંધી પોતાના જ ગોળમાં કન્યાઓ લેવા-દેવાનો વહીવટ પાડ્યો છે તે બંધાયેલા ગોળ આજરોજ તોડી નાંખ્યા છે. માટે પોતપોતાની ખુશી પ્રમાણે કંનાઓ લેવી-દેવી તેમાં કોઈ માણસે હરકત-ઇજા કરવી અગર કરાવવી નહીં.
૨. બીજી કલમ-કોઈ માણસે માથા માટે માથું એટલે સાંટાપેટા તથા તરખેલા કરવા નહીં. તથા બાંયવર કરવી નહીં તથા દિવસ ૪૫ ની વયની દીકરી કુંવારી રાખવી નહીં. અને નીચે લખેલા કારણ સિવાય કોઈ કનાને ફૂલની દડે પરણાવવી નહી.
(૧) કોઈ દીકરી લૂલી, લંગડી, અગર બીજી મુખીય હરકત ભરેલા કારણની તે દીકરીને પરણાવવાનો ઇલાજ ચાલે તેમ નહીં હશે તો ઠેકાણા ઠેકાણાના મુખીય માણસોની રજા લઈને દીકરીની લગ્નકીરીયા ફૂલને દડે કરવાની પરવાનગી છે.
(૨) કોઈ દીકરી અથવા દીકરો દિવસ ૪૫ની અંદરની ઉંમરનો હશે તો તેને પરણાવવો નહીં. એટલે આપણા શાસ્ત્રની હરકત દૂર થશે.
૩. ત્રીજી કલમ-કોઈ માણસે કંના વિકરે એટલે કંના દેવા બદલ કોઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહી.
૪. ચોથી કલમ-કોઈ પરણેત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહીં તથા છાંડવી નહીં તેમજ ફારગતી આપી બીજે ઠેકાણે બેસવા જવાની પરવાંગી નહી પણ દેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજી કોઈને કરવી પડે તો તે પ્રથમ સ્ત્રીને પાન કપડાં વિશે તે સ્ત્રી સ્વધરમથી વરતે તાં લગણ તે સ્ત્રીના ખાવિંદે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબ ૨૧ ની હરકત દૂર થશે.
(૧) કોઈ સ્ત્રી વરસ પચ્ચીશની ઉંમરની થઈ ગયા છતાં કાંઈ ફરજન નહીં થતું હશે તો તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે.
(૨) કોઈ સ્ત્રી લૂલી, લંગડી, આંધળી વગેરે હરકત ભરેલા કારણવાળી હશે તો ઠેકાણે ઠેકાણેના મુખીયા માણસોની અનુમતથી પચ્ચીસ વરસના અંદરમાં પણ તે સ્ત્રીના ખાવિંદને બીજી સ્ત્રી કરવાની પરવાનગી છે. અને વિધવા સ્ત્રીને નાતરું કરવાની છૂટ છે.
(૩) ત્રીજી કલમ - કોઈ માણસે કંનાવિક્રય એટલે ના દેવા બદલ કાંઈ રૂપિયા અગર કીમતી વસ્તુ લેવી નહીં,
(૪) ચોથી કલમ - કોઈ પરણેત અગર નાતરાની ઓરતને પાકા કારણ સિવાય તજવી નહી અથવા છાંડવી નહીં તેમજ ફાગરતી આપી બીજે ઠેકાણે ઠામ બેસવા જવાની પરવાનગી નહી પણ દેવું ઠરાવ્યું છે કે નીચે લખેલા કારણથી બીજા કોઈની કરવી પડે તો તે પ્રથમ સ્ત્રીને પાન-કપડાં વિશે તે સ્ત્રી સ્વધરમથી વરતે તાં લગણ તે સ્ત્રીના ખાવિંદે બંદોબસ્ત કરી આપવો એટલે ક્રિમિનલ પ્રોસીજર બાબરા ની હરકત દૂર થશે.
પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૪૬
For Private and Personal Use Only