Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 48
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. આપને સરવે ભાઈઓ એક સરખી પદવીના છીએ. નહાના મોટા કોઈ નથી. તેમ છતાં ઊંચા-નીચા કહેવામાં આવે છે. તેથી દીકરીઓનું સમરક્ષણ થતું નથી. તે ભારે ખરાબી થવાનાં કારણો મારી સમજ પ્રમાણે હું જાહેર કરું છું. તે વિશે સરવે ભાઈઓએ ધિયાન આપી થતી ખરાબીને બંધ કરવા ઇલાજ કરવો જોઈએ. તે ઊંચાનીચા પણું કાઢી નાખી સરવેએ એકસરખી રીતે વરતવું જોઈએ. ૨. પહેલું એ, જે આપણી નાતમાં ગોળ બંધાઈ માથા સાટે માથું કંના દેવી-એ ઘણું અધટિત. છે તે ચાલ બંધ થઈ, આપણા વડીલોની પરમપરા(થી) ચાલેલા ધારા પ્રમાણે ચાલવું જોઈએ. ૩. આપણી નાતમાં બીજે ઠેકાણે કંના વિકરે કરી એટલે કંનાના પૈસા લે છે એવું સાંભળવામાં છે એ મોટો અધરમ છે. તે ચાલ હાલ કાહાડી નાંખવો જોઈએ. ૪. આપણી નાતમાં વગર કારણે કંના છાંડે છે તેથી ઘણાં માઠાં પરિણામ નીપજે છે. તે ચાલ બંધ કરવો જોઈએ. ૫. આપણી નાતમાં નાતરા કરવાનો જે ચાલ તે પૂરવેથી ચાલતો આવ્યો છે. પરંતુ હાલમાં આપણા ધરમશાસ્ત્રની રીતનું ઉલ્લંધન કરી બિનઅપરાધે નાતરાં કરે છે. એ ખરાબીનું મૂળ છે તેનો સુધારો થવો જોઈએ. બાયડી વરસ ૨૫ સુધી ઉંમરની થયા છતાં તેને ફરજંદ ન થતું હોય કિંવા રોગ વગેરે કારણથી ગૃહસ્થાશ્રમ ચલાવવાને અશક્ત થઈ વગેરે પાકા કારણ વિના તેને છાંડી નાતરું કરવું ન જોઈએ, ને કારણસર કરવું પડે તો તે બાઈના ખોરાક પોશાક વગેરેનો બંદોબસ્ત તે જિલ્લાની નાતિના મુખીય માણસના અનુમત લઈ થવું જોઈએ. ૬. આપણી નાતમાં વરનો ચાંલ્લો કેટલેએક ઠેકાણે લેવાય છે. તે ચાંલ્લો ઓછો-વધતો લેવાથી નાતમાં ઊંચાનીચાપણું ઘણું થઈ પડે છે. તે દૂર કરવાનો એકસરખો વહીવટ ચલાવા ચાંલ્લા આપવા-લેવાનો એક નીમ થવો જોઈએ. ૭. આપણી નાતમાં વેવાઈ-વેવાણને તેડીને તેના સગાંવહાલાંને જોઈ રૂપૈયા આપવાનો જે ચાલ ફેલી ગયો છે તેમાં ઘણી તરેહના વાંધા આવી કંનાને સાસરે વાળવા-તેડવામાં નડતર થઈ ખરાબી થાય છે તેનો નીમ થવો જોઈએ. ૮. આપણી નાતમાં સગાઈ કરી રૂ. ૧ તથા સોપારી ૭ આપે છે. પછે વગર કારણે તે સગાઈ તોડે છે. તે ન થવાનો બંધોબસ્ત થવો જોઈએ, ૯. આપણી નાતમાં લગ્ન કિંવા નાતરું થાય તે કંના તથા પુરુષ આપણી સ્વજ્ઞાતિનાં છે. એવી ઠેકાણે ઠેકાણેના નાતના મુખીય માણસની વીરદમાન ખાતરી કરી લીધા વગર ન થવું જોઈએ. ૧૦. આપણી નાતમાં ફુલને દડે પરણાવાને કેટલેક ઠેકાણે હાલ વહીવટ થઈ પડ્યો છે તથા બાઈ વર કરે છે અને કુંવારી કંના રાખે એ ખરાબ ચાલ બંધ થવો જોઈએ. ૧૧. આપણી કુળદેવી ઉમિયા માતા છે તે સરવે લોકો પોતાના કલ્યાણને અર્થે તેની પ્રાર્થના કરવાનો એક દિવસ નક્કી ઠરાવી તે દિવસે દર વરસે માતાની ઉજાણી ઠેકાણે ઠેકાણે થવાને મુકરર થવું જોઈએ તથા એ દેવીના પૂજા વગેરે ખરચને સારુ કાંઈ ઊપજ થઈ એ રસતે ખરચ થવાનો બંદોબસ્ત થવો જોઈએ. મારા વિચારમાં દર વરસે મહાસુદ ૫ ના રોજ ઉજાણી થાય તેવા માનોરથ છે ને તે દિવસે ખેતી વગેરેનાં કામ ન થતાં બળદને ધોંસરી મૂકવી નહીં - તે બાબત વિચાર થવો જોઈએ. ઉપર પ્રમાણે મારી વિનંતી ઉપર સરવે ભાઈઓ ધિયાન આપે થી હું મોટો ઉપકાર માની લેઈશ એજ વિનંતી. પથિક * ત્રૈમાસિક - જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72