Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા. તેમનામાં વેણીદાસના સમયમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંત આવ્યો અને ગુજરાત પર મુધલોનું સામ્રાજય સ્થપાયું હતું. ઈ.સ. ૧૬૧૭માં મુઘલ શહેનશાહ જહાંગીરે વેણીદાસને કાઠિયાવાડની ખંડણી વસૂલ કરવા માટે સાડા સાત ટકાનું વેતન બાંધી આપીને દેસાઈશ્રીનો હોદ્દો આપ્યો હતો. આથી આ કણબી પાટીદારો દેસાઈ તરીકે ઓળખાયા. આમ, વિરમગામમાં તેઓ દેસાઈગીરી કરતા અને ધંધુકા, રાણપુર અને આસપાસના મુલકમાંથી ટોલ તથા રાહદારી જકાત લેવાની સત્તા તેમની પાસે હતી. આ, વિરમગામના દેસાઈઓમાં એક પછી એક પરાક્રમી પુરુષો થયા જેમના સમયમાં વિરમગામની આબાદી વધતી ગઈ. આ અરસામાં મુઘલોના સામ્રાજ્ય સામે મરાઠાઓ લડ્યા અને છેવટે મુધલ સામ્રાજ્યનું પતન થતાં ગુજરાત પર મરાઠી સામ્રાજ્યનું શાસન આવ્યું. તેની સાથે દેસાઈઓ પણ અવાર નવાર સંઘર્ષમાં આવતા. છેવટે આ સૌરાષ્ટ્ર અને ગુજરાતના બારાનો પ્રદેશ વિરમગામ મરાઠા સરદાર રંગોજીએ પ્રાપ્ત કરવા ઈ.સ. ૧૭૪૧માં વિરમગામના દેસાઈ ભાવસિંહજી સામે યુદ્ધ કરીને વિરમગામનો પ્રદેશ પ્રાપ્ત કર્યો અને સંધિ પણ કરી, જેમાં પાટડીનું પરગણું અને ૨૦ ગામો તથા ખારાઘોડાના મીઠાના અગરની આવક દેસાઈશ્રીને મળે. એ કોલકરારને આધારે ભાવસિંહજીએ વિરમગામથી પાટડીમાં જઈને પોતાની રાજગાદી સ્થાપી હતી. પાટડીમાં આવીને તેમણે રાજ્યને સમૃદ્ધ કરવા માટે પ્રયત્નો કર્યા. તેમના વંશજોમાં ત્યારપછી નાથુસિંહજી, વખતસિંહજી, હરીસિંહજી અને કુબેરસિંહજી જેવા પરાક્રમી રાજવીઓ થઈ ગયા. તેમના સમયમાં ગાયકવાડી તથા અંગ્રેજ સરકાર સામે યુદ્ધો તેમજ સંધિઓ દ્વારા પાટડીની રાજગાદી દેસાઈઓએ ટકાવી રાખી હતી. આ સમયે મરાઠી સામ્રાજ્યનો અસ્ત થયો અને અંગ્રેજી શાસન સમગ્ર હિંદુસ્તાનમાં ફેલાઈ ગયું હતું. આ અંગ્રેજી શાસનની નીતિ અને રીતિઓનો ગુજરાતના અનેક રાજવીઓ તથા પ્રજા ઉપર પ્રભાવ હતો અને તેમાંય અંગ્રેજી કેળવણીથી પ્રભાવિત અને સમાજની સુધારાવાદી પ્રવૃત્તિઓમાં રંગાઈ ગયા હતા. આવા જ સમાજ સુધારણાની તરફ દોરી જતા પાટડીના રાજવી જોરાવરસિંહજી પણ એક હતા. પાટડીના રાજવી જોરાવરસિંહજી ભક્તિ પરાયણ, કેળવણી પ્રિય અને સમાજ સેવાને વરેલા રાજવી હતા. તેમના રાજ્ય અમલમાં આબાદીમાં ઘણો વધારો થયો હતો. આ સમયમાં પાટડી “પાટડી સોનાની હાટડી” તરીકે ઓળખાતી હતી. તેમના રાજ્યને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા પાટડીની જાગીરમાં જોરાવરપુરા, દેસાઈપુરા અને હિંમતપુરા જેવાં ગામો વસાવ્યાં હતાં. જોરાવરસિંહજીની સુધારક પ્રવૃત્તિની શરૂઆત : પાટડીના રાજવી જોરાવરસિંહજી વીર નર્મદના સમકાલીન હોઈ તે સમયનાં સમાજ સુધારાનાં આંદોલનોની અસરો તેમના માનસપટ પર વિશેષ જોવા મળે છે. પરંતુ આ ઉપરાંત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કારણે અંગ્રેજ અફસરોએ ભારતના સામાજિક કુરિવાજો નાબૂદ કરવા માટે પ્રયત્નો કર્યા. તેમાં તેમણે સામાજિક સમાજ સુધારકોનો સાથ લઈને આ પ્રકારના કુધારા નાબૂદ કર્યા. જેમાં દૂધ પીતીના ચાલ વિશે સને ૧૮૩૯માં જુડીશિયલ કમિશ્નર સિવિલ સરવન્ટ મે. હંટ સાહેબને જાણવા મળ્યું કે બાળકીઓની હત્યા થાય છે. તે અટકાવવાના પગલા રૂપે તેમણે અમદાવાદના કલેકટર મે. કોસંટને તપાસ કરવાનું કહ્યું. મે. કોસંટે તે સમયના મેજિસ્ટેટ મે. ઠાકરસી પુજાભાઈની નિમણૂક કરીને આ તપાસનો રિપૉર્ટ આપવાનું કહ્યું. તેને આધારે કન્યા વિક્રય તથા લગ્ન પ્રસંગે થતા ખર્ચ તથા દૂધ પીતીના ચાલ વિશે તેમણે તપાસ કરીને સમગ્ર અમદાવાદની આસપાસના હરકોઈ ભાગનાં ગામો તથા અમદાવાદ શહેરના પોતાના આગેવાનોની જુબાની લઈ રિપૉર્ટ તેમણે કલેકટર કોસંટ સાહેબને મોકલ્યો હતો. પરંતુ તે રિપૉર્ટને આધારે ખરી જે દૂધ પીતીનો ચાલ તથા લગ્ન પ્રસંગે થતા ખર્ચાઓ જે કબૂલ્યા હતા તે પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ × ૪૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72