Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતની આઝાદીની ચળવળમાં હરિજન સુધારણા પ્રવૃત્તિના પ્રેરક અને ૧૯૪૨ની ચળવળના સ્વાતંત્ર્ય-સેનાની શ્રી નાગરદાસ શ્રીમાળીનું પ્રદાન પ્રા.એમ. જે. પરમાર* ગાંધીવાદી વિચારધારાના પ્રખર હિમાયતી સામાજિક ઉત્થાન માટેના પાયાના કાર્યકર શ્રી નાગરદાસના વિચારો એવા હતા કે – શિક્ષણથી જ આર્થિક પ્રગતિ, સામાજિક પરિવર્તન આવે છે, તેથી વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણ એ મહત્ત્વનું સાધન છે. ગુજરાતના ચુંવાળ પરગણા વીરમગામ તાલુકા છનિયાર ગામના ગરીબ ગરો બ્રાહ્મણ જાતિમાં તેમનો જન્મ થયો હતો. તેઓએ ૧૯૪૨ના હિંદ છોડો આંદોલનમાં સક્રિય રૂપથી પાટડી, બજાણા વિસ્તારમાં પ્રભાતફેરી, ચર્ચા-સભા, ભીંતપત્રો દ્વારા ગામડાંઓના અશિક્ષિત લોકોને માટે અંગ્રેજો વિરૂદ્ધ કામગીરી હાથ ધરી હતી, તેમના ગુરુ સ્વ. શ્રી ભવસુખરાય ખારોડના નેતૃત્વ તળે તેમની જન્મભૂમિ અને તેમની જાતિ માટે હરિજનસેવાનાં શ્રી ગણેશ કર્યા હતા. હરિજન સેવા સમાજના તેઓ સક્રિય કાર્યકર હતા. ભારતના આઝાદીના ઇતિહાસમાં ૧૯૪૨ની લડત મુખ્ય અને મહત્ત્વની છે. આઝાદી માટેના રાષ્ટ્રીય સેવકોએ આત્મનિષ્ઠ સેવકોનું દળ રચ્યું હતું. આવા સેવકો દૂર દૂરનાં ગામડાંઓમાં આશ્રમો બાંધીને, છાત્રાલયો ખોલીને રાષ્ટ્રીય રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સ્વરાજ માટે તૈયાર કરતા હતા. ૧૯૨૨ પછી રચનાત્મક કાર્યક્રમને વેગ આપવામાં આવ્યો. આથી ભારતમાં ‘અખિલ હરિજન સેવક સંઘ' ગુજરાતમાં હિરજન સેવક સંઘ અને સૌરાષ્ટ્રમાં હરિજન સેવક સંઘ દ્વારા હરિજનોની સ્થિતિ સુધારવા કામે લાગ્યા. દેશની વ્યાપક સેવાને માટે અને દેશમાં સ્વરાજ્ય જન્માવવાને માટે ગાંધીજીએ બનાવેલો કાર્યક્રમ આગળ ધપાવ્યો. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો ૧૩ હતા. કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, મદ્યપાન નિષેધ, ખાદી, ગ્રામઉદ્યોગ, ગ્રામ સફાઈ વગેરે હતા. રાજકીય પ્રવૃત્તિઓમાં સ્વાધીનતા માટેના પ્રયાસોને તેટલું જ મહત્ત્વ આપતા. ગુજરાતમાં અસ્પૃશ્યતા દૂર કરવા માટે પ્રયાસો થયા. તેમના થકી સંનિષ્ઠ સેવકગણ, સેવાભાવી સંસ્થાઓ ઊભી થઈ. હિરજન યુવા પેઢી ગાંધીજીના નેતૃત્વ તળે તૈયાર થઈ. હરિજન સેવક સંસ્થા દ્વારા ઘણાં છાત્રાલયો ખોલવામાં આવ્યાં. તેમાંથી ભારતની આઝાદીના સંગ્રામમાં ઘણા એવા સ્વાતંત્ર્ય સેનાની છે કે જેમનાં નામોનો ઉલ્લેખ સુધ્ધાં થયો નથી. ઘણા બધા સત્યાગ્રહીઓ માટેની સાધનસામગ્રી પ્રાપ્ત થતી નથી. કારણ કે તેઓ પાયાનાં ગામડાંના નાના કાર્યકરો હતા. તેમણે ગ્રામીણ પ્રજાને માતૃભૂમિની સ્વતંત્રતા માટે જાગૃત કરી. રેલીઓ, સભા, સરઘસ, પિકેટિંગ, પ્રભાતફેરી જેવી પાયાની કામગીરી તેઓ કરતા હતા. તેથી અહીંયાં નાગરદાસ શ્રીમાળી પણ આવા જ પાયાના કાર્યકર હતા. અમદાવાદ જિલ્લામાં વિરમગામના ચુંવાળ પરગણા, માંડલ વિસ્તાર, નળકાંઠા વિસ્તાર કે જેમાં હરિજનોની સંખ્યા વધારે હતી, તેમની સ્થિતિ અપમાનજનક અને શિક્ષણ નહિવત્ હતું તેથી જ અસ્પૃશ્યતા નિવારણ, હરિજન સેવા અને પૂ. બાપૂના આશીર્વાદ સાથે વિરમગામમાં ભવસુખરાય ખારોડે હરિજન ઉદ્ધારનું કામ ઉપાડ્યું. ઈ.સ. ૧૯૩૫માં ભરવાડી દરવાજા (વિરમગામ) પાસે શ્રી નરહરિભાઈ પરીખના હસ્તે વિરમગામ હરિજન છાત્રાલય' ઊભું કર્યું. તેમાં ૧૯૩૬-૩૭માં શ્રી નાગરદાસે વિધાર્થી તરીકે પ્રવેશ લીધો. કોંગ્રેસની દરેક પ્રવૃત્તિઓમાં છાત્રાલયનો ફાળો વિશેષ રહેતો. દાદાસાહેબ માવળંકર, પરીક્ષિતલાલ છગનલાલ જોષી, ફૂલચંદભાઈ શાહ જેવા નેતાઓ છાત્રાલયની મુલાકાત લેતા હતા. ઈ.સ. ૧૯૨૨માં નાગરદાસનો જન્મ છનિયાર ગામમાં થયો. પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાં લીધું. ઈ.સ. ૧૯૩૯માં વર્નાક્યુલરની ફાઈનલ પરીક્ષા પાસ કરી. તેમાં પ્રથમ નંબર આવવાથી શ્રી નરહરિ પરીખે * ઇતિહાસ અનુસ્નાતક ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર (ગુજરાત) પથિક * ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૩૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72