Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau. Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મીદાસ મુંબઈમાં કેનેડી સીફેસ ઉપર આવેલા પી.જે. હિન્દુ જિમખાનાના એક અગ્રણી હતા. આ સંસ્થાને તેમણે આપેલી સેવાઓ તેમની જાહેર સેવાઓની મહાન સિદ્ધિ હતી. ક્રિકેટ સ્ટેડિયમમાં હિન્દુ જિમખાના માટે તેમણે કેટલીક બેઠકો અનામત રખાવી અને તે માટે તેમણે લડત આપવી પડી હતી. જિમખાનાની જમીન કબજે લેવાનો સરકારનો હુકમ તેમણે રદ કરાવ્યો હતો. આ જિમખાનામાં સ્વીમિંગ બાથ બાંધવા માટે તેમણે રૂપિયા પચાસ હજારનો ફાળો ઉઘરાવી આપ્યો હતો. તેરસીનું જીવન શુદ્ધ અને નીતિમાન હતું. તેઓ દંભ અને કુરિવાજોના વિરોધી, સમાજ-સુધારક, સ્વાતંત્ર્યસેનાની અને સ્પષ્ટ વક્તા હતા. મુંબઈના જાહેર જીવનમાં તેમનું સ્થાન અદ્વિતીય હતું. સામાજિક અને રાજકીય અન્યાય સામે ઝૂઝવાની તેઓ પોતાની ફરજ સમજતા હતા. રાજકારણમાં તેઓ મવાળવાદી હોવાથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ કામ કરતી કેંગ્રેસના ચળવળના કાર્યક્રમો તેઓ સ્વીકારી શક્યા નહિ. તેથી ત્રીસીના દાયકામાં જાહેર જીવનમાં તેમનું સ્થાન ગૌણ બની ગયું. ૩૦ મી ઑગસ્ટ, ૧૯૩૯ના રોજ તેમનું અવસાન થયું. સંદર્ભસૂચિ ૧. સ્વામી આનંદ, કુળ કથાઓ ૨. કચ્છના સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ રવજી તેરસી', “નવનીત-સમર્પણ', સપ્ટેમ્બર, ૧૯૮૫ ૩. પ્રબુદ્ધ જીવન', ગુજરાતી પખવાડિક, ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ૪. અશોક હર્ષ, “લખમીદાસ રવજી તેરસી', “કુમાર” માસિક, ઓક્ટોબર, ૧૯૩૯ ૫. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ ૬ , જન્મભૂમિ, ગુજરાતી દૈનિક, ૩૧ ઑગસ્ટ, ૧૯૩૯ પથિક * બૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦પ * ૩૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72