Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવેથી તા. ૨-૧૦-૪૨ થી અઠવાડિયું શરૂ કરી, દરેક જિલ્લાવાર માહિતી આપવાનો ઇરાદો છે. (સ્વરાજય-સંગ્રામ પત્રિકા, ૨-૧૦-૧૯૪૨) જયારે પત્રિકાના છેલ્લા અંકમાં તેનું પ્રકાશન બંધ કરતાં આ પ્રમાણે જણાવવામાં આવ્યું છે : (૧) વિદાય : બાપુજીના ગઈ છઠ્ઠી મે એ થયેલા છુટકારાની સાથે ૯ મી ઑગસ્ટ ૧૯૪૨ ના દિવસથી શરૂ થયેલી “ક્વીટ ઇન્ડિયા”ની લડતનો પહેલો તબક્કો પૂરો થાય છે. એમ કહેવું જોઈએ તેનો બીજો તબક્કો ક્યારે અને કેવી રીતે શરૂ થશે એની કલ્પના કરવાની આજે કોઈને જરૂર નથી. જ્યારે કદી પણ તે તબક્કો શરૂ થશે ત્યારે તે લડતના વિધાતા પૂ. ગાંધીજીની સીધી દેખરેખ અને સીધી દોરવણી હેઠળ જ શરૂ થશે, એમ અત્યારે કદાચ કહી શકાય. પરંતુ તે બીજો તબક્કો શરૂ થાય ત્યાર પહેલાં, પહેલાં તબક્કાની રુએ ચાલતી બધી પ્રવૃત્તિઓ આપો આપ અટકે એ અનેક રીતે ઇષ્ટ છે, જેથી નવા તબક્કાનું પહલું બાપુજી પોતાને ઠીક લાગે ત્યારે અને ઠીક લાગે તેવી રીતે ભરી શકે એ રીતે વિસ્તારમાં પહેલા તબક્કાના સમાચાર સંગ્રહ રૂપે શરૂ કરવામાં આવેલી આ પત્રિકા, આ અંકથી વાચકની વિદાય લે એ યોગ્ય લાગે છે. અમને પોતાને વૈયક્તિક રીતે એ વિદાય કંઈક વસમી લાગે છે. કારણ કે એ વિદાય કટોકટીના કપરા સંજોગો દરમ્યાન અઢાર મહિના નિરંતર સાથે રહેલા સાથીદારો, સહાયકો અને સહૃદથી વાચકોથી છૂટા પડવાની વિદાય છે. અમારા સૌ ગુણદોષને અને ઊણપોને ઉદારતાથી સહી લઈને એ સૌ વર્ગોએ અમને ભારે સહકાર અને ઉત્તેજના અર્ધાં છે. એ સૌ વર્ગો હરહંમેશ અમારી સર્વ પ્રવૃત્તિ વખતે અમારી નજર સામે મોજૂદ રહેલા હોવાથી તેમનાથી છૂટા પડતાં આજે અમે ખરેખર બે હૃદયો વિખૂટાં પડતાં હોય તેવી વેદના અનુભવીએ છીએ. (૨) આ પત્રિકા : દરેક સામુદાયિક ચળવળની સાથે કોઈ ને કોઈ રૂપે તેનું પોતાનું સમાચાર-પત્ર હોય એ આવશ્યક છે. દેશભરને વ્યાપતી ચળવળ દરમ્યાન જુદા જુદા ભાગોમાં શું ચાલે છે તેના સત્તાવાર સમાચાર જાણવાની સૌ કેન્દ્રોને ઇંતેજારી રહે છે. એ સમાચાર એકબીજાને પ્રેરણાદાયી તથા માર્ગદર્શક થઈ પડે છે. એટલું જ નહીં પણ સાચી માહિતીને અભાવે જે ગેરસમજો અને ગપ્પાનું રાજ્ય શરૂ થાય છે તેનાથી થતા નુકસાનમાંથી તો જરૂર બચી જવાય છે. સરકાર પણ આ વસ્તુ બરાબર સમજતી હોવાથી જ દરેક સામુદાયિક ચળવળ વખતે કોઈ પ્રકારની સાચી કે પૂરતી માહિતી લોકોને ન મળે, તથા જુદા જુદા વિભાગોમાં ચાલતી લડત વિશે ખોટા કે અધૂરા સમાચારોથી જ લોકોનો જુસ્સો તોડી પાડવાનું ફાવે, તે માટે છાપાને મોંએ ડૂચા લગાવી દે છે. આવા આવા કંઈક વિચારોથી લડતના શરૂઆતના વખતમાં જ જુદા જુદા જિલ્લાના કાર્યકર્તાઓએ એકઠા મળી આ પત્રિકાની સ્થાપના કરાવી. (૩) કેટલાક અનુભવો : એટલું કંઈ ભૂલવું ન જોઈએ કે આ જાતની સમાચાર-પત્રિકાની પ્રવૃત્તિને સત્યાગ્રહ જેવી ખુલ્લી રીતે ચાલતી લડતના અંગ રૂપ કે પ્રકાર રૂપ ન જ ગણવી જોઈએ. તેની ઉપયોગિતા અને તેના હેતુ લડતથી જુદા પ્રકારના છે, એટલે તેનું તંત્ર પણ લડતમાં સામેલ થનારાઓથી સ્વતંત્ર એવા લોકો વડે જ રચાવું જોઈએ. તાલુકે-તાલુકે અમુક ખાસ લોકોને પ્રમાણ પૂરતા સમાચારો લડતનાં કેન્દ્રોમાંથી કે કેન્દ્રોના સંચાલકો પાસેથી એકઠા કરી પત્રિકાના કેન્દ્રે પહોંચતા કરવા માટે અલગ જ રાખવા જોઈએ. તો જ આ જાતની પત્રિકા પૂરેપૂરી ઉપયોગી થઈ પડે. પરંતુ આવું કંઈક તંત્ર રચવાની વાત વિચારવાની આવે છે ત્યારે અમારો અનુભવ છે કે કેટલાક કાર્યકર્તાઓના મનમાં આ જાતની પ્રવૃત્તિ સત્યાગ્રહની લડતના સિદ્ધાંત અનુસાર ગણાય કે નહી, તેની ચર્ચા જ છેવટ સુધી પૂરી થતી નથી અને પરિણામે તેઓ કોઈ પણ જાતની મદદ છેવટ સુધી કરતા નથી, ત્યારે બીજા કેટલાક પોતાને લડતને લગતાં હાથ ઉપરનાં કામોમાં જ એટલા બધા પરોવાઈ ગયેલા માને છે કે, તેઓ આ જાતની વ્યવસ્થા માટે પથિક ત્રૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૨૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72