Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભ મળતાં જેલ એ યાતનાધામ ન રહેતાં વિદ્યાધામ બની ગયું હતું. ૧૯૪૨ની “હિંદ છોડો” લડત એ લોકક્રાંતિ ગણાય છે, કારણ કે ૮મી ઓગસ્ટ, ૧૯૪૨ની રાત્રીએ મોટા ભાગના નેતાઓની ધરપકડ થઈ ગયેલ. આથી નેતૃત્વ કરનાર કોઈ રહ્યું નહિ. આથી લોકોએ સ્વયં નેતૃત્વ સંભાળી લડત ચલાવી હતી. આ લડતોમાં લોકોનો ઉત્સાહ જુસ્સો અનેરો હતો. રતુભાઈ અદાણી અને તેમના “કાઠિયાવાડ ક્રાંતિદળના સાથીઓ આઝાદીના આખરી સંગ્રામમાં જોડાયા હતા. તેઓએ સરકારી તંત્રને સ્થગિત કરવા પિકેટિંગ, બહિષ્કાર જેવા કાર્યક્રમો ઉપરાંત સરકારના સંદેશાવ્યવહારનાં સાધનો રેલ્વે, લશ્કરી સામગ્રીનું ઉત્પાદન રોકવા ભાંગફોડની પ્રવૃત્તિ સ્વીકારી. ધોળા, શિહોર, થાન, વાંકાનેર, ભાવનગર વગેરે સ્થળોએ રેલ્વેના તાર-થાંભલા તોડી નાખવા, પાટા ઉખેડી નાખવા જેવી ભાંગફોડની પ્રવૃત્તિઓ શરૂ કરતાં બ્રિટિશ તંત્ર ચોકી ઊઠ્યું અને બધા રેલ્વેના પાટા પર સખત પોલીસનો પહેરો ગોઠવી દીધો. છતાં તેઓએ અને સાથીઓએ વાંકાનેર-ભોગાવાના પુલોને બોંબ-ટોટાથી ઉડાવી દેવા યોજના બનાવી પરંતુ સફળતા મળી ન હતી. તેઓની આ પ્રવૃત્તિથી બ્રિટિશ તંત્ર વધારે પાંગળું બની ગયું હતું. આવી ભાંગફોડની પ્રવૃત્તિ દેશભરમાં ચાલતી હતી. આથી બ્રિટિશ તંત્ર અંતે થાક્યું અને વહેલી તકે ભારતને સ્વતંત્રતા આપવા નિર્ણય લીધો અને ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના આપણે આઝાદ થયા. કાઠિયાવાડના કાળજા સમા જૂનાગઢને પાકિસ્તાન સાથે ભેળવી દેવા જૂનાગઢના નવાબે નિર્ણય લીધો. આથી જૂનાગઢને પાકિસ્તાનમાં જતું અટકાવવા રતુભાઈ અદાણીએ શામળદાસ ગાંધીના વડપણ નીચે “આઝાદ જૂનાગઢ ફોજની રચના કરી જેને આરઝી હકૂમત તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેના સરસેનાપતિપદે રતુભાઈ અદાણીની પસંદગી થઈ હતી. તેઓએ જૂનાગઢને મેળવવા પાકિસ્તાન સામે ધર્મયુદ્ધની ઘોષણા કરી. સશસ્ત્ર સૈનિકોનું સંગઠન રચી શસ્ત્ર તાલીમ શિબિરો વલભીપુર, પ્રોળમાં શરૂ કરી, જેમાં કેપ્ટન બાલમસિંહની સેવા પ્રાપ્ત થઈ હતી. આરઝી હકૂમતના સૈનિકોની વીરતા, પરાક્રમ અને રાષ્ટ્રભાવના અને રતુભાઈ અદાણીનું નેતૃત્વ અને સરદારની કુનેહભરી નીતિએ જૂનાગઢને ભારતનું એક અગ્રિમ અંગ રૂપે પ્રસ્થાપિત કર્યું હતું. રચનાત્મક પ્રવૃત્તિઓ : શ્રી. રતુભાઈ અદાણીનું રચનાત્મક ક્ષેત્રે વિશાળ યોગદાન રહેલું છે. ખાદી, ગ્રામોદ્યોગ, ચર્મોઘોગ, ખેતી, સંવર્ધન, કાગળ ઉધોગ જેવી રચનાત્મક પ્રવૃત્તિઓને સમાજમાં પ્રતિષ્ઠા અપાવવા તરવડામાં “સર્વોદય મંદિર” (૧૯૩૪)માં સ્થપાયું. એ સાથે સર્વોદય ચર્માલયનો વિકાસ થયો. તેઓની આ પ્રવૃત્તિ તરફ લોકો આકર્ષાયા હતા. રચનાત્મક પ્રવૃત્તિને વેગવાન બનાવવા ૧૯૪૭માં “સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ-રાજકોટ”ની રચના આગેવાન સભ્યો સાથે મળી કરી. શાહપુરમાં પણ “સર્વોદય આશ્રમ“ ની સ્થાપના રચનાત્મક પ્રવૃત્તિના વિકાસ માટે કરી હતી. આમ રચનાત્મક પ્રવૃત્તિના વિકાસ માટે આજીવન કાર્યરત રહ્યા હતા. પ્રજામાં સામાજિક રાજકીય જાગૃતિ લાવવા તેઓએ “કાઠિયાવાડ કાર્યકર સંઘ”ની રચના કરી હતી. પ્રજાને ભૂપત અને વીસા માંજરિયા જેવા બહારવટિયાના ત્રાસથી મુક્ત કરવા અમરેલી, ઢસા, સાવરકુંડલા, પાલિતાણામાં સશસ્ત્ર તાલીમ શિબિરો શરૂ કરી અને સ્વયં માનદ પોલીસ ઇન્સ્પેક્ટરની જવાબદારી સંભાળીને બહારવટીયાઓના ત્રાસથી સૌરાષ્ટ્ર પંથકની પ્રજાને મુક્ત કરી હતી. - શિક્ષણનો સમાજમાં વ્યાપ વધારવા “સોરઠ શિક્ષણ સંસ્કૃતિ સંધ” (૧૯૬૩), “સોરઠ મહિલા કેળવણી મંડળ” (૧૯૬૩), અમરેલી વિદ્યાસભા જેવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી અને તેના સંચાલકપદે રહી શિક્ષણ માટે ઉત્તમ કામગીરી કરી હતી. રૂપાયતન સંસ્થાની જવાબદારી સંભાળી ત્યાં શિક્ષણ શાળા સ્થાપી અને તેનો વિકાસ કરવામાં તેઓનો બહુ મોટો ફાળો હતો. જેમ સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મસ્તિષ્કનું નિર્માણ થાય છે તેમ સ્વસ્થ નાગરિકોથી જ રાષ્ટ્રની ઉન્નતિ શક્ય પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ x ૩૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72