Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ નગરપાલિકાના બે શિક્ષક શ્રી શંકરભાઈ નારણભાઈ પટેલ અને શ્રી ભોગીલાલ કેશવલાલ શાહે તો બોર્ડને અરજી કરીને જણાવી દીધું કે, “રાષ્ટ્રીય મહાસભાએ અસહકારનો આદેશ આપ્યો છે એ સ્વીકારવા મ્યુનિસિપાલિટી તૈયાર હોય તો જ અમે મ્યુનિસિપાલિટીમાં નોકરીમાં ચાલુ રહેવા ખુશ છીએ. જો મ્યુનિસિપાલિટી એ મુજબ કરવા ન માંગતી હોય તો અમારા રાજીનામાં સ્વીકારો.”11 અસહકારની લડત દરમિયાન અમદાવાદમાં દારૂનિષેધ તથા સ્વદેશી કાપડના બહિષ્કારની ચળવળ સક્રિય રીતે ચાલી હતી. ૧૯૨૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે શુદ્ધ સ્વદેશી ખાદીના પોષાકમાં આશરે ત્રીસ હજારની મેદનીવાળું સરઘસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું. સરઘસની વચ્ચે વિદેશી કાપડની ભરેલી ગાડીઓ અને મોટરોની પાલનપુર દરવાજે વિદેશી કાપડની ગાંસડીઓ ખાલી કરી સેંકડો રેશમી સાડીઓ, કસબી સાડીઓ, હેટ્સ, ટોપીઓ, કોલર્સ, કોટ, પેન્ટ, ટાઈ, ધોતિયાં, ખમીસ, જેકેટ વગેરેનો ઢગ ખડકાયો. ત્યાં સભા થઈ. જેમાં વલ્લભભાઈ પટેલ ભાષણ કર્યું. પછી તેમના હસ્તે જ વિદેશી કાપડના એ ઢગમાં અગ્નિ મુકાયો. ગાંધીજીએ પણ આ રીતે પO થી ૬૦ હજારની મેદની સમક્ષ વિદેશી કાપડની હોળી કરી હતી. અમદાવાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અસહકાર આંદોલનના પડઘા પડ્યા હતા. વિરમગામમાં લોકોનાં ટોળાંઓએ સરકારી મકાનોને આગ લગાડી. પોલીસ ગોળીબાર કર્યો. પોલીસના ગોળીબારમાં છ માણસો માર્યા જવાથી ગોળીબારનો હુકમ આપનાર હિન્દી અધિકારીને પણ લોકોએ સળગાવી દીધો. વીરમગામમાં પ૦ માણસો પર પોલીસ કેસ થયા. જયારે ર૭ જણને સજા કરવામાં આવી. આમ અસહકારની જવાળા સમગ્ર અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રસરી ગઈ. ૯. કોંગ્રેસ મહાસભાનું ૩૬મું અધિવેશન કોંગ્રેસ મહાસભાનું છત્રીસમું અધિવેશન, ૨૭, ૨૮ ડિસેમ્બર ૧૯૨૧ ના રોજ અમદાવાદમાં મળ્યું, જેણે અમદાવાદ શહેર અને જિલ્લા સાથે સમગ્ર ગુજરાતને અસહકારમય બનાવવામાં નોંધપાત્ર ફાળો આપ્યો. અધિવેશનના આયોજનમાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની પ્રજાનો ઉત્સાહ માતો ન હતો. ગાંધીજી અને સરદાર પટેલના સીધા માર્ગદર્શન તળે ગુજરાતનાં નાના-મોટા અનેક કાર્યકરો અમદાવાદમાં મહાસભાની તૈયારીમાં લાગી ગયા હતા. હજાર હજાર, પાંચસો સો સો રૂપિયાની સ્વાગત સભ્ય ટિકિટો લોકોએ હોંશથી ખરીદી હતી. અધિવેશનની ખાસ વિશિષ્ટતા એ હતી કે સૌ પ્રથમવાર ભારતીય બેઠકવ્યવસ્થા રાખવામાં આવી હતી. મંડપ ખાદીનો બાંધવામાં આવ્યો હતો, જયારે મંડપની અંદરનું સુશોભન પણ શુદ્ધ ભારતીય જ રાખવામાં આવ્યું હતું. અધિવેશનના સ્વાગત પ્રમુખશ્રી વલ્લભભાઈ પટેલ હતા, જ્યારે પ્રમુખ શ્રી હકીમ અજમલખાન હતા. ભારતના તમામ પ્રદેશોમાંથી એટલે કે ૧૯ વિભાગોમાંથી બધા મળીને ૪૭૨૮ પ્રતિનિધિઓ અધિવેશનમાં આવ્યા હતા. આ અધિવેશનમાં ગાંધીજીએ અસહકારનો ઐતિહાસિક ઠરાવ રજૂ કર્યો હતો. ગાંધીજીના આ ઠરાવને શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તથા શારદાપીઠના શ્રી શંકરાચાર્યે ટેકો આપ્યો હતો. અધિવેશન સાથે જ ખાદી અને ગ્રામોદ્યોગ તથા સ્વદેશી કારીગરીનું સુંદર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રજામાં સ્વદેશીની ભાવના જાગૃત થાય, દેશના ઉદ્યોગો વધે એ હેતુ ધ્યાનમાં રાખીને દેશમાં બનતી જાતજાતની વસ્તુઓ અને કારીગરીનું આ પ્રદર્શન અમદાવાદની પ્રજામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હજારોની સંખ્યામાં લોકો તે જોવા આવ્યા હતા. આ અધિવેશનમાં થયેલા સંપર્ણ દાણનિષેધ અને અસહકાર અધિવેશનના ગુજરાતના આ એતિહાસિક ઠરાવને કારણે અમદાવાદનું આ અધિવેશન ભારતના સ્વાતંત્રય ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે. ૧૦. ગાંધીજી પર ચાલેલ ઐતિહાસિક મુકદમો ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક આવેલા ચરાચૌરીમાં લોકો દ્વારા હિંસા થઈ. પરિણામે ગાંધીજીએ પથિક વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72