________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી તો લડત વધુ રંગીન અને સંગીન બનતી ચાલી. પહેલું અને બીજું સપ્તાહ પણ સતત લડતની ટુકડીઓથી સક્રિય રહ્યું. જેમ જેમ લડત ઉગ્ર અને સક્રિય બનતી ગઈ તેમ તેમ પોલીસ અત્યાચારોએ પણ માઝા મૂકવા માંડી. પોલીસ અત્યાચારોની જાતતપાસ કરવા આસ મહાદેવભાઈ દેસાઈ ૧૯-૪-૩૦ ના રોજ વીરમગામ આવ્યા. વીરમગામમાં પોલીસ અત્યાચારોની વાત સાંભળી ગાંધીજીએ છગનલાલ જોષીને વિરમગામ મોકલ્યા અને લડતનું સુકાન સંભાળવા સૂચના આપી. લડત પાછી થનગની ઊઠી. વીરમગામ સાથે જ રાણપુર, ખારાધોડા, અને શાહપુરમાં પણ મીઠા સત્યાગ્રહ સક્રિયપણે ચાલ્યો હતો. ૨૫ ૧૫. વ્યકિતગત સત્યાગ્રહ
ઈ.સ. ૧૯૪૦માં રામગઢ મુકામે મળેલા કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં સરકારને યુદ્ધ મોરચે સહકાર ન આપવાની જોરદાર અવાજ ઊઠ્યો, પણ મહાત્મા ગાંધીજી સરકારને બીજા વિશ્વયુદ્ધના સમયે વધુ મુશ્કેલીમાં મૂકવા માગતા ન હતા. એટલે તેમણે વ્યક્તિગત સત્યાગ્રહનો વિચાર વહેતો મૂક્યો. ૧૯૪૦ના ઑક્ટોબરની ૧૭મી તારીખે વર્ધા પાસેના પીનાર મુકામે યુદ્ધવિરોધી વ્યાખ્યાન આપી વિનોબાજીએ વ્યક્તિગત સત્યાગ્રહ આરંભ્યો. જવાહરલાલ નહેરુની પણ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં જ ૩૧ ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી. તેના પ્રત્યાઘાત છેક અમદાવાદમાં પડ્યા. અમદાવાદમાં એ દિવસે સખત હડતાલ પડી. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય સંચાલક ભિક્ષુ અખંડ આનંદજી પાસે અંગ્રેજ સરકારે રૂ. ૩૦૦૦/- ના જામીન માગ્યા અને અખંડ આનંદ કાર્યાલય પર દરોડો પાડી ‘સત્યાગ્રહ અને અસહયોગ' નામક પુસ્તિકાની પોણા ત્રણસો નકલો જપ્ત કરવામાં આવી. સરદાર પટેલ પણ જાહેર ભાષણો આપી વ્યક્તિગત સત્યાગ્રહ કરવાના હતા તેની આગલી રાત્રે જ એટલે કે ૧૯૧૧-૧૯૪૦ના રોજ તેમની ધરપકડ કરી લેવામાં આવી, એ જ રીતે સત્યાગ્રહ આરંભે એ પહેલાં જ મોરારજી દેસાઈની પણ ધરપકડ કરી લેવામાં આવી. આ બંને ધરપકડોના વિરોધમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સંપૂર્ણ હડતાલો પડી. આ ઉપરાંત મુંબઈ ધારાસભાના અધ્યક્ષ ગ.વા.માવળંકર, હરિપ્રસાદ મહેતા, વિજયાગૌરી કાનુગા, વસુમતી પંડ્યાની પણ ધરપકડ કરવામાં આવી.
અર્જુન લાલાએ લાંચરૂશ્વત તપાસ સમિતિ તથા અન્ય સરકારી સમિતિઓમાંથી રાજીનામાં આપી દીધાં. ૧૯૪૧ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન અર્જુન લાલા, ગુલામ રસુલ કુરેશી, રામપ્રસાદ કોન્ટ્રાક્ટર, સારાભાઈ કાશીરામ પારેખ, નિરૂભાઈ દેસાઈ, ગજરાબહેન ભલસાણી, વસંતરાવ ગીષ્ટ, ડૉ. જયંતિ ઠાકોર, નાનુભાઈ દેરાસરી, પ્રો. મોહનલાલ દાંતવાલા, પ્રો. ગોલ વગેરેની ધરપકડ કરવામાં આવી. વ્યક્તિગત સત્યાગ્રહને કારણે જ ૯-૧૧-૧૯૪૦થી ગાંધીજીએ “હરિજન' પત્રોનું પ્રકાશન મોકૂફ રાખ્યું. તા. ૪-૧૨-૧૯૪૧ ના રોજ અંગ્રેજ સરકારે તમામ સત્યાગ્રહીઓને જેલમુક્ત કર્યા અને વ્યક્તિગત સત્યાગ્રહનો અંત આવ્યો. ૧૬. ૧૯૪૨ની ‘હિન્દ છોડો'ની લડત
મુંબઈમાં મળેલ કેંગ્રેસ મહાસભાની બેઠકમાં ૧૯૪૨ની ૮મી ઑગસ્ટે ‘હિન્દ છોડો'નો ઠરાવ કરવામાં આવ્યો. ૯ ઑગસ્ટની વહેલી સવારે અમદાવાદમાં ગ.વા.માવળંકર, ભોગીલાલ લાલા, જીવણલાલ દીવાન, જયંતિ દલાલ, નરહરિ પરીખ, નિરૂભાઈ દેસાઈ, સાથે બીજા ૧૭ જેટલા સ્વાતંત્ર્ય સૈનિકોની ધરપકડ કરવામાં આવી, જેથી લડત ભાંગી પડે. અમદાવાદમાં ૧૪૪મી કલમનો અમલ જાહેર કરવામાં આવ્યો. પોલીસે કેંગ્રેસ હાઉસનો કબજો લઈ મકાનને સીલ મારી દીધાં. આગેવાનોની ધરપકડના સમાચાર શહેર અને જિલ્લામાં ફેલાઈ જતાં લોકો ઉશ્કેરાયા. ૯ ઑગસ્ટના પ્રભાતે જ સવારે ૬-૪૫ કલાકે એક વિશાળ સરઘસે આસ્ટોડિયા ગેઈટ પર હુમલો કર્યો. એ જ દિવસે ગાંધી રોડ પર નીકળેલા અન્ય એક સરઘસને રોકવા પોલીસે ગોળીબાર કર્યો, જેમાં ઉકાભાઈ કડિયા શહીદ થયા. ૯ ઓગસ્ટના રોજ જ લડતને ટેકો આપવા લોકલ બોર્ડના મેદાનમાં શ્રી ગુલામ રસુલ કુરેશીની અધ્યક્ષતામાં એક વિશાળ સભા ભરાઈ. આ સભાને વિખેરવા પોલીસે પ્રથમવાર ટીયરગેસના સેલ છોડ્યા. આમ
પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ + ૧૭
For Private and Personal Use Only