Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir અનેક યુવાનોને પણ પ્રભાવિત કર્યા હતા. અનેક યુવાનોની સરકારે ધરપકડ કરી હતી ત્યારે લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે તે માટે વલ્લભભાઈ પટેલે વેડઢી આશ્રમમાં રાનીપરજનાં સ્ત્રી-પુરુષો સમક્ષ નાકરની લડતના અનુસંધાનમાં ભાષણ આપ્યું હતું.” વેડછી આશ્રમ અને આજુબાજુના રાનીપરજ લોકોમાં બારડોલી સત્યાગ્રહની સફળતાએ ઉત્સાહ પ્રેરવાનું કામ કર્યું હતું. કારણ કે બારડોલીની નાકરની લડત પછી જે જે આંદોલનો થયાં એમાં પણ વેડછી આશ્રમે સ્વરાજયપ્રાપ્તિની લડત માટે કાર્યકરો તૈયાર કરી પૂરા પાડવાની મહત્ત્વની જવાબદારી અદા કરી હતી. ભારતમાંથી બ્રિટિશ શાસનનો અંત લાવી સ્વરાજ્યની પ્રાપ્તિ માટે ગાંધીજીએ લોકોને સવિનય કાનૂન ભંગના આંદોલનમાં જોડાઈ જવા અનુરોધ કર્યો. લડતના મુખ્ય કાર્યક્રમોમાં સરકારના મીઠાને લગતા કાયદા તથા અન્ય ગેરવાજબી કાયદાઓનો ભંગ કરવો, સરકારને કર આપવાનો ઈન્કાર કરવો, સરકારનો શક્ય તેટલી કક્ષાએ બહિષ્કાર કરવો, સરકારી નોકરીઓ, ખિતાબો અને શિક્ષણનો ત્યાગ કરવો, વિદેશી કાપડની દુકાનો અને દારૂના પીઠાઓ પર પિકેટિંગ કરવું વગેરેનો સમાવેશ થતો હતો. સવિનય કાનૂન ભંગની લડતના ઉપક્રમે આયોજિત દાંડીકૂચ દરમ્યાન જ્યારે પદયાત્રીઓ સુરત જિલ્લામાં પ્રવેશે ત્યારે કૂચની વ્યવસ્થા કરવાની જવાબદારી વેડછી આશ્રમના જુગતરામભાઈ તથા કલ્યાણજીભાઈ જેવા કાર્યકરોને સોંપવામાં આવતી હતી. વેડછી આશ્રમના સર્વ કાર્યકર્તાઓ, મોટી ઉંમરની બહેનો તથા વિદ્યાર્થીઓ પણ સ્વરાજ સંગ્રામની આ લડતમાં ઝુકાવવા તૈયાર થઈ ગયા હતા. બાપુની ટુકડી સુરત જિલ્લામાં પ્રવેશ કરે તે પહેલાં વેડછી આશ્રમની ટુકડી જિલ્લાના તે પ્રવેશદ્વાર પર પહોંચી ગઈ અને સત્યાગ્રહી ટુકડી માટેની પૂર્વ તૈયારીઓ કરવામાં ગામલોકોને મદદરૂપ બની હતી." મીઠા સત્યાગ્રહમાં વેડછીની ટુકડી પણ બીજા હજારો સત્યાગ્રહીઓ સાથે ભળી ગઈ. પાછળથી તેમના કાર્યકર્તાઓ ભીમરાડ, બૂડીયા (તા. ચોર્યાસી) જેવા ખાડી કાંઠા ઉપર જામેલું મીઠું ઉપાડતા, લોકોને રેટિયો, તકલી શીખવતા તથા ગ્રામસફાઈ પણ કરતા. એ જ ભીમરાડમાંથી તા.૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ પાંચ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાંના એક વેડછી આશ્રમના શ્રી ચીમનલાલ ભટ્ટ પણ હતા અને ભારતભરમાં આ ધરપકડ સૌથી પહેલી હતી. સત્યાગ્રહ દરમ્યાન દાંડીથી કરાડી આવી ગાંધીજીએ ત્યાં મુકામ કર્યો. તેમણે આજ વખતે દેશની બહેનોને દારૂના પીઠાં અને વિલાયતી કાપડની દુકાનો પર પિકેટિંગ કરવાનો કાર્યક્રમ આપ્યો તે દરમ્યાન વેડછીમાંથી ચુનીભાઈનાં પત્ની સુરજબહેન જોડે બહેનોની ટુકડી મીઠુબહેન પિટિટની આગેવાનીવાળી ટોળીમાં ભળી ગઈ. એ ટુકડીને મદદ કરવા વેડછી આશ્રમના નિષ્ઠાવાન સેવક ગોરધનબાબાની બહેનોએ પસંદગી કરી. આ ટુકડી પ્રથમ બારડોલી તાલુકાના ગામોમાં ફરીને સ્વયંસેવિકાઓની ભરતી કરવાનું કામ કરતી અને તે પૂર્ણ થતાં સુરતની મુખ્ય છાવણીમાં જઈ શહેરનાં જુદાં જુદાં પીઠાઓ ઉપર પિકેટિંગનું કામ કરતી હતી. વેડછીની બહેનો પણ આ કામમાં ઉત્સાહભેર જોડાઈ. દશરીબહેન ચૌધરી અને બીજી કેટલીક બહેનો ભેગી થઈ વાલોડના પીઠા ઉપર પિકેટિંગની કામગીરી બજાવી રહ્યાં હતાં ત્યારે એક પારસીએ તેમને ધક્કા મારી કાઢી મૂક્યાં. આથી બહેનો અને ગ્રામજનો હથિયારો લઈને આવ્યા અને આખા ગામના તથા આજુબાજુના વિસ્તારમાં જઈ પારસીનાં ખજૂરીનાં ઝાડ કાપી નાખ્યાં જેને પરિણામે પીઠાં બંધ પડી ગયાં. આ ઉપરાંત સ્વદેશી અને ખાદી પ્રચારના કાર્યમાં પણ વેડછી આશ્રમની બહેનો જોડાઈ હતી. ૨૫ જાન્યુઆરી, ૧૯૩૩ ના રોજ સૂરજબહેન ચૂનીલાલ મહેતા, દશરીબહેન રૂમશીભાઈ ચૌધરી, ગેનાબેન ભૂરિયાભાઈ ચૌધરી, દંડાબેન ભુરજીભાઈ ચૌધરી, લલિતાબેન હાંસજીભાઈ પટેલ, દેવીબેન માધવભાઈ પટેલ એમ છ બહેનોની એક ટુકડી બનાવવામાં આવી હતી. આ ટુકડી રંગીન કપડાં પહેરી સ્વદેશી અપનાવોનાં બોર્ડ ગળામાં લટકાવી સુરતમાં મોટી ભાગળ આગળ આવી પહોંચી અને ત્યાં વિદેશી કાપડ વેચનારી દુકાન પર પિકેટિંગ કરી ગ્રાહકોને દુકાનમાંથી ખરીદી કરતા અટકાવતી અને વિદેશી કાપડની દુકાન આગળ સ્વદેશી વેચો એવો નાદ આ ટુકડી કરતી. પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી.૧૫ સુરતની જેલમાં પથિક કે સૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ કે ૨૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72