Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છોડાવો, અંત્યજ સાથેનો ભેદભાવ ભૂલો, તમે એ રસ્તો લ્યો, હું આ રસ્તો લઉં છું. હું ક્યાં સુધી છૂટો રહી શકીશ તે કહેવાય નહિ અને બળ જશે તો તમારા બળે મારે છૂટવું છે. ૧૭ ચંડોળાથી કૂચ અસલાલી તરફ આગળ વધી. અસલાલી જતાં રસ્તામાં નાનાં નાનાં બે-ત્રણ ગામડાંમાં લોકો આનંદ અને ઉત્સાહથી ઊભરાતા હતા. અસલાલી ગાંધીજીની ટકડી લગભગ રાત્રે દસ વાગ્યે પહોંચી, દાંડીયાત્રાના બાર માઈલનો આ પ્રથમ પ્રવાસ હતો. આશ્રમથી અસલાલીના રસ્તે સ્વાગત અને ભીડને કારણે સમય બગડ્યો તે બાદ કરીને તો ત્રણ કલાકમાં બાર માઈલ ગાંધીજીએ કાપ્યા હતા, અસલાલીથી એક માઈલ દૂર ગામને પાદરે હજારેક લોકો મહાત્માજીનું સામૈયું કરવા આવ્યા હતા. જાતજાતનાં વાજિંત્રો વાગતાં હતાં. શંખ, ભૂંગળ, ઢોલ, ઝાંઝ, થાળી એમ જેને જે હાથ લાગ્યું તે લઈને આનંદમગ્ન લોકો જાણે લગ્નનો પ્રસંગ હોય તેમ આવ્યા હતા. એ પછી ગામની ધર્મશાળામાં મુકામ થયો. આખા ગામની સફાઈ કરવામાં આવી હતી. અને ધજા-તોરણથી શણગાર થયો હતો. નડિયાદ કૂચ પહોંચી ત્યાં સુધીનાં ગામોમાં સુંદર સગવડ અને વ્યવસ્થા કરવામાં અસલાલીનો નંબર પહેલ ગામના જુવાન લગભગ પાંચસો જેટલી સંખ્યામાં હાકલ પડતાં ઝુકાવવા તત્પર હતા અને મૂળપટેલો અને રાવલિયાના રાજીનામાની લડતની આનુષંગિક પ્રવૃત્તિ, તેમાં પણ અમ ગામે શ્રીગણેશ માંડ્યા હતા. અસલાલીના મૂળ મતદારોએ રાજીનામાં આપી દીધા. આખો દિવસ અને રાત મહાત્માજીનો મુકામ આ ગામે રહ્યો. અસલાલીની સભામાં ગામના, આજુબાજુનાં ગામોના અને ઠેઠ અમદાવાદથી લગભગ આઠ હજાર માણસો હાજર રહ્યા હતા. અસલાલીની જાહેરસભામાં ગાંધીજીએ પ્રજાને સંબોધતાં કહ્યું હતું, “મીઠાનો કર તો હવે જવો જ જોઈએ. આશ્રમથી ઠેઠ ચંડોળા સુધી સાત માઈલ જ્યાં માણસોની ઠઠની હઠ ભેગી થઈને અમને આશીર્વાદ આપે છે, અને જે દેશ્ય તો ક્વોને પણ જોવાલાયક હતું એ શુભચિહ્ન છે. અને એક પગથિયું ચડી શકીએ તો સ્વાતંત્રય-મહેલના બીજા પગથિયાં ટપટપ ચડી જશું.'' અસલાલીથી નીકળી ૧૩ માર્ચના રોજ ગાંધીજીની ટુકડી અમદાવાદ જિલ્લાના બારેજા ગામે પહોંચી અહીંયાં પણ ગામલોકોએ તેમનું સુંદર સ્વાગત કર્યું. લોકો ગાંધીજીને જોવા, મળવા અને તેમના આશીર્વાદ લેવા ઉત્સુક હતા. પણ બારેજા ગામ અંગે ગાંધીજીને માહિતી મળી હતી તેનાથી તેઓ થોડા દુઃખી થયા હતા. એ દુઃખી થયા હતા એ દુઃખને પોતાના ભાષણમાં વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું, કૂચનો આરંભ થયા પછી આ બીજો મુકામ છે અને જેમ પહેલે મુકામે મને ગામની હકીકત મળી એવી અહીં પણ મળી છે. એ વાંચીને મને દુઃખ પણ થયું. અમદાવાદથી આટલી નજીક હોવા છતાં ખાદીનો વપરાશ, પહેરનાર તથા રેટિયાના ખાના સામે મીંડું છે. મેં ઉત્તર અને દક્ષિણ હિન્દમાં એવો નિયમ કરેલો કે ખાદીધારી હજામ હોય તો તેની પાસે હજામત કરાવતો. પણ અહીં તો તમે ખાદીથી પણ ઘણા દૂર છો. સ્વતંત્રતાના પાયામાં ખાદી છે. બધાને એ વસ્તુ પ્રિય છે. પરંતુ હવે તો ખાદીની પાછળ એવો વિચાય રેડાય છે કે ખાદી પહેરીએ તો જેલમાં જવું પડે અને મરવું પડે. બારેજા ગામમાં એકે ખાદીધારી નથી એ તો બહુ જ દુઃખની વાત છે. અત્યારે આ ખાદીનો ભંડાર છે, તમે એ એબ જરૂર કાઢી શકશો, આપણી માતાને જાડી કે કદરૂપી હોવાને કારણે ત્યજી બીજી કોઈ સુંદર બાઈને તે સ્થાને આપણે સ્વીકારતા નથી. વિલાયતી કપડાંમાંથી સ્વાધીનતા કદી મળતી નથી. મોજશોખ મૂકીને સૌને વિનંતી છે કે આ ઢગલામાંથી તમે ખાદી લેજો.”૨૦ બારેજાથી લગભગ નવ માઈલનું અંતર કાપી ૧૩ માર્ચની રાત્રે ૮-૪૫ કલાકે ગાંધીજી ખેડા જિલ્લાના નવાગામમાં પ્રવેશ્યા. આમ અમદાવાદ જિલ્લામાં દાંડીકૂચે સાબરમતી આશ્રમથી ચંડોળા તળાવ, અસલાલી અને બારેજા સુધીનું લગભગ બાવીસ માઈલનું અંતર કાપ્યું હતું. પથિક જ વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૧૫ + ૧૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72