________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. સવિનય કાનૂનભંગ
અમદાવાદ શહેર અને જિલ્લાએ હંમેશા રાષ્ટ્રીય પ્રવાહમાં સામેલ થઈ રાષ્ટ્રીય લડતોમાં પોતાનો સૂર પુરાવ્યો છે. સાયમન કમિશનનો જયારે આખા ભારતે વિરોધ કર્યો ત્યારે પણ અમદાવાદના યુવાનો પાછા પડ્યા ન હતા. ૧૨ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ સાયમન કમિશન બીજીવાર મુંબઈ આવ્યું ત્યારે અમદાવાદની ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈને હડતાલ પાડીને સત્રાંત પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. રિણામે કોલેજના આચાર્યશ્રી શિરાજે તેમની સામે શિસ્તભંગનાં પગલાં લીધાં. તેના વિરોધમાં રોહિત મહેતાની
હેઠળ વિદ્યાર્થીઓએ ૩૯ દિવસની લાંબી હડતાલ પાડી. આ હડતાલ દરમિયાન સરદાર પટેલ, આચાર્ય કૃપલાણી, ગ.વા.માવળંકર, ડો. હરિપ્રસાદ દેસાઈ અને ડૉ. કાનૂગાએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગાંધીજીએ પણ વિદ્યાર્થીઓની આ હડતાલને ન્યાયી ગણાવી ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી મક્કમ રહેવા જણાવ્યું હતું. 30 જાન્યુઆરી ૧૯૨૯ ના રોજ ગુજરાત અને અમદાવાદ જિલ્લાની તમામ શાળા કોલેજોએ હડતાલ પાડીને અખિલ ભારત ગુજરાત કોલેજ દિન ની ઉજવણી કરી હતી. શાળા-કોલેજો ઉપરાંત રાષ્ટ્રીય લડતો પ્રત્યે અમદાવાદ નગરપાલિકાએ પણ પ્રજાને પ્રોત્સાહક બળ પૂરું પાડ્યું હતું. સાયમન કમિશનના વિરોધમાં અમદાવાદ નગરપાલિકાએ પોતાના હસ્તકની શાળાઓ તથા તમામ કચેરીઓ બંધ રાખી હતી. સાયમન કમિશનનું પ્રથમ આગમન ૩-ર૧૯૨૮ ના રોજ થયું. તેના વિરોધમાં એ દિવસે અમદાવાદ નગરપાલિકાની તમામ શાળાઓ અને કચેરીઓ બંધ રાખવામાં આવ્યાં. આમ રાષ્ટ્રીય પ્રવાહમાં સ્વાતંત્ર્ય ચળવળને સતત ધબકતી રાખવામાં અમદાવાદ મોખરે હતું. ૬ એપ્રિલ ૧૯૩૦ ના રોજ દાંડી મુકામે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો. તે પછી સમગ્ર દેશમાં સવિનય કાનૂનભંગની લડતનો આરંભ થયો. આ લડતમાં પણ અમદાવાદ શહેર અને જિલ્લાની સામેલગીરી નોંધપાત્ર અને માર્ગદર્શક બની રહી હતી.
ગાંધીજીએ ઉપાડેલા મીઠાની હરાજી કરવાનું માન અમદાવાદને જાય છે. અમદાવાદની એક જાહેર સભામાં પૂ. કસ્તૂરબાના હાથે એ મીઠાની હરાજી થઈ. ડૉ. કાનૂગાએ રૂ. ૧૬૦૦/- માં તે મીઠું ખરીધું અને પ્રાંતિક સમિતિને પાછું મોકલ્યું. એ જ રીતે દાંડીમાં જુદા જુદા કાર્યકરોના રસ્તે ઉપાડવામાં આવે મીઠાની હરાજી પણ અમદાવાદમાં જ થઈ હતી. આ હરાજીમાં કુલ રૂ. ૪પર૬- ઊપજયા હતા.
ટાણે સરદાર પટેલ એક સમયે જેના પ્રમુખ હતા એવી અમદાવાદ નગરપાલિકા અચેતન કેમ રહી શકે ? બહારના વાતાવરણના પડધા નગરપાલિકામાં પડવા લાગ્યા. નગરપાલિકાના પ્રમુખ ડો. હરિપ્રસાદ, ઉપપ્રમુખ પ્રો. સ્વામિનારાયણ, બીજા કેટલાક સભ્યો અને કેટલાક નગરપાલિકાના નોકરોએ મીઠાના સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. સરકાર નિયુક્ત સભ્ય શેઠ અંબાલાલે નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું. નગરપાલિકાના અન્ય એક સભ્ય લેડી વિદ્યાગૌરીએ પણ રાજીનામું આપી દીધું. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વદેશી માલ જ વાપરવાનું અને પોતાની માલિકીની દુકાનો પૈકી કેટલીક દુકાનો સ્વદેશી માલ વેચનારને જ ભાડે આપવાનું ઠરાવવામાં આવ્યું. પોલીસના લાઠીમારથી ઘવાયેલા અને ખાસ કરીને ધારાસણાના મીઠાના અગરની “લૂંટ'ના સત્યાગ્રહમાં ઘવાઈને પાછા આવેલા સૈનિકો માટે મહાસભા તરફથી કાઢવામાં આવેલી કામચલાઉ હૉસ્પિટલને રૂ. પ૦૦ ની ગ્રાન્ટ આપવામાં આવી. સરદાર વલ્લભભાઈ અને બીજા દેશનેતાઓ પકડાયા એમના માનમાં તેમજ તેમની ધરપકડ સામે વિરોધ કરવા નગરપાલિકાની સભા મુલ્લવી રાખવામાં આવી. વિરોધના ઠરાવો પણ નગરપાલિકાએ પસાર કર્યા. નગરપાલિકાની કચેરી અને શાળાઓ પણ એના કારણે બંધ રાખવામાં આવી. મીઠાનો વેરો કાઢી નાખવા અંગ્રેજ સરકારને લખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું. પોલીસ દ્વારા પ્રજા પર થતા હુમલાઓને નગરપાલિકાએ વખોડી કાઢ્યા. ૨ અને સૌથી મહત્ત્વનો નિર્ણય તો નગરપાલિકાનો એ હતો કે મહાત્મા ગાંધીજીની દાંડીકૂચ વખતની છબી દરેક શાળામાં રાખવાનું ઠરાવવામાં આવ્યું. ૨૪ ટૂંકમાં અમદાવાદ નગરપાલિકાએ દરેક મોરચે સવિનય કાનૂન
પથિક કે વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ * ૧૩
For Private and Personal Use Only