Book Title: Pathik 2005 Vol 45 Ank 10 11 12
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેતલપુર, બારેજા, અસલાલી ગામના ખેડૂતોએ નહેર ખાતાના જુલમની, પાણી-વહેચણીમાં થતા અન્યાયની, તળાવની હિમાયતના ભારે દરની ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી. આ સભામાં વાર્ષિક એક રૂપિયાના લવાજમથી કાયમી ખેડૂતસભા સ્થાપવાનું ઠરાવવામાં આવ્યું. ગામમાં પુસ્તકાલય, અને દવાખાનોનો પણ પ્રજાકલ્યાણ અને જાગૃતિ માટે ઉપયોગ કરવાનું આગેવાનોએ સૂચવ્યું. અમદાવાદ જિલ્લાના ખેડૂતોમાં આવી રહેલ જાગૃતિ આ સભામાં જોવા મળી. ૨૭, ૨૮, ૨૯ ઑગસ્ટ, ૧૯૨૦ના રોજ અમદાવાદમાં શ્રી અબ્બાસ તૈયબજીના પ્રમુખપદ નીચે ચોથી ગુજરાત રાજકીય પરિષદ મળી. પરિષદની સ્વાગત સમિતિના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલ હતા. ર૭મીના રોજ ભગુભાઈના વંડાના વિશાળ ચોગાનમાં બાંધવામાં આવેલ મંડપ જિલ્લાના સેંકડો કાર્યકરો અને અમદાવાદના હજારો શ્રોતાઓથી ભરાઈ ગયો હતો. પરિષદના મંચ પર ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી અને અન્ય અગ્રગણ્ય નેતાઓ બિરાજમાન હતા. પરિષદમાં ગાંધીજીએ અસહકારનો ઠરાવ રજૂ કર્યો. તેના બે મુદ્દાઓ ખાસ નોંધપાત્ર હતા : (૧) પંજાબ અને ખિલાફતનો અન્યાય દૂર કરવા અસહકાર આંદોલન જરૂરી છે. સ્વરાજયના મૂળભૂત અધિકારનો તેમાં નિષેધ ન હતો. (૨) અઠવાડિયા પછી જ કોંગ્રેસ મહાસભાની બેઠક કલકત્તામાં મળવાની હતી. છતાં આ ઠરાવ કેંગ્રેસને ભલામણ રૂપ ન હતો, પણ છેવટના નિર્ણયરૂપ હતો. કાંગ્રેસની બેઠકમાં ગમે તે નિર્ણય લેવાય, પણ ગુજરાતની આ પરિષદે તો ગાંધીજીની આગેવાની નીચે અસહકારની લડત આપવાનું પ્રજાને વચન આપ્યું જ હતું. અસહકારના ઉદયકાળથી જ ગાંધીજી વિદેશી માલ અને તંત્રના બહિષ્કાર સાથે રચનાત્મક કાર્યનો પણ આગ્રહ રાખતા હતા. તેથી સરકારી શિક્ષણ સંસ્થાઓનો બહિષ્કાર સફળ બનાવવા રાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનો ઠરાવ પણ ગાંધીજીએ સૂચવ્યો હતો. આ ઠરાવની વિસ્તૃત ચર્ચા પછી સર્વાનુમત્તે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાનો પરિષદે ઠરાવ કર્યો. તેના સંચાલનની બધી વ્યવસ્થા કરવા એક સમિતિની રચના કરવામાં આવી. તેના મંત્રી તરીકે શ્રી કિશોરલાલ મશરૂવાલા અને શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકને નીમવામાં આવ્યા, - આ પરિષદમાં શ્રી વામનરાવ મુકાદમ અને શ્રી દયાળજી દેસાઈએ ભાષણો કર્યા હતાં. આ પરિષદની અન્ય એક વિશિષ્ટતા એ પણ હતી કે પ્રથમવાર ગુજરાતના મુસ્લિમોએ મોટી સંખ્યામાં પરિષદમાં હાજરી આપી હતી. સુરતના સૈયદ એન્ડ્રુસ, ભરૂચના અસદઅલી અને નડિયાદના ઇસ્માઈલ ગાંધીએ પરિષદમાં પ્રથમવાર ભાગ લીધો હતો. આ પરિષદ અસહકારનો નિર્ણાયક ઠરાવ કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ હતી. ગાંધીજીએ એ માટે પરિષદના પ્રતિનિધિઓને ધન્યવાદ આપ્યા હતા. ખરેખર અસહકાર આંદોલનનો ઠરાવ પસાર કરી સ્વાતંત્ર્ય આંદોલનના ઇતિહાસમાં આ પરિષદે પ્રથમ પહેલ કરી હતી. એ નાતે આ પરિષદનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે કલકત્તામાં મળનાર કેંગ્રેસ મહાસભાની બેઠકમાં ગુજરાત રાજકીય પરિષદનો અસહકારનો ઠરાવ મહત્ત્વનો અને સિમાચિહ્ન રૂપ બની રહ્યો હતો. આ પરિષદના બે માસ પછી જ ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ ના રોજ અમદાવાદમાં રાષ્ટ્રીય કેળવણીના વિચારને સાકાર કરતી ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. ૧૯૨૦ની ૮ સપ્ટેમ્બરના રોજ મળેલી કલકત્તામાં કોંગ્રેસની બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. પરિણામે અમદાવાદની મોડેલ હાઈસ્કૂલ, પ્રાયમરી હાઈસ્કૂલ, અને સિટી હાઈસ્કૂલે અંગ્રેજ સરકાર સાથેનો સંબંધ તોડી નાખ્યો. ગુજરાત કોલેજના ૩૫ વિદ્યાર્થીઓએ કોલેજનો ત્યાગ કર્યો. અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ, કૃષ્ણલાલ દેસાઈ, ગ.વા.માવળંકર કાળીદાસ ઝવેરી વગેરે અગ્રગણ્ય વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજીએ “કૈસરે હિન્દ'નો સુવર્ણપદક વાઇસરૉયને પરત કર્યો. પથિક * વૈમાસિક – જુલાઈ-ડિસેમ્બર, ૨૦૦૫ ૪૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72