________________
રેક્માવિક પહોચતાં
થોડી વારના વિરામ પછી વિમાનમાં જાહેરાત થઈ : ‘ડ્યૂટી ફ્રી (જકાતમુક્ત) વસ્તુઓનું વેચાણ ચાલુ થાય છે.’ બે ઍરહોસ્ટેસ એક ટ્રૉલીમાં સ્કોચ વ્હિસ્કીના બાટલા અને સિગરેટનાં પૅકેટ લઈને નીકળી. જે દેશમાં એના પર સરકારી જકાત ઘણી હોય ત્યાંના કેટલાય રહેવાસીઓ પોતાના દેશના કાયદા પ્રમાણે જેટલા લેવાય એટલાં દારૂસિગરેટ લેતા હોય છે. વિદેશી નાગરિકોને પણ એ હક હોય છે.
અભયભાઈ ઊઠીને ફરી મારી પાસે આવ્યા. એમણે કહ્યું, ‘પેલા ભાઈ, મિ. કુંડર વિનંતી કરે છે કે એમના વતી ડ્યૂટી ફ્રી વ્હિસ્કીનો બાટલો આપણે પણ લેવો. પૈસા તેઓ આપી દેશે. આપણે તો કસ્ટમ્સમાં પસાર થતી વખતે તે આપણા હાથમાં રાખવાનો છે અને પછી બહાર નીકળ્યા પછી એમને આપી દેવાનો છે.'
૧૧
દુનિયાના ઘણા દેશોમાં વિદેશથી આવતાં હવાઈ જહાજમાં બનતી આ સામાન્ય ઘટના છે. સારા શ્રીમંત માણસો પણ ડ્યૂટી ફ્રી વસ્તુઓ લેવાની લાલચને રોકી શકતા નથી. જ્યાં જકાત વધારે હોય છે અને દેશની આર્થિક સ્થિતિ સાધારણ કે નબળી હોય છે ત્યાં તો પોતાના વતી બીજા પણ તે લેવામાં મદદ કરે એ માટે મુસાફરો તપાસ કરતા રહે છે. મિ. સ્કુડરની વાત એ કોઈ નવાઈની વાત ન હતી. એમ છતાં મેં અભયભાઈને કહ્યું, ‘સ્કુડરે પ્રેમથી વિનંતી કરી છે. પણ દારૂ-સિગરેટ તો આપણે માટે વર્જ્ય છે. અમારો તો વળી નિયમ પણ છે કે આવી રીતે બીજાને માટે પણ ન લેવું. તો તમે અમારા વતી એમની માફી માગો.'
‘મારી પણ બિલકુલ ઈચ્છા નથી. પણ મને ના કહેતાં સંકોચ થતો હતો. પરંતુ હવે તમે ના કહો છે એટલે અમારે માટે પણ અનુકૂળ થઈ ગયું. વળી વિદેશની સફરમાં તો આવું ન જ કરવું જોઇએ.’ અભયભાઈએ કહ્યું.
સ્કુડરની નજર અમારા તરફ હતી. ઍરહોસ્ટેસો તેમના ઑર્ડરની રાહ જોતી હતી. અભયભાઈએ ઇશારાથી અમારા વતી એમને ના કહી દીધી. એથી મિ. સ્કુડરનો હસતો ચહેરો તરત નારાજ થયેલો દેખાયો.
અભયભાઈ પાછા પોતાની જગ્યાએ જઈ બેઠા. સ્કુડર પોતાની જગ્યાએથી ઊભા થયા અને છેલ્લી સીટ સુધી રાઉન્ડ મારી આવ્યા. તેઓ કેટલાકની સાથે વાત કરી આવ્યા. એમ લાગ્યું કે તેમણે સાતેક વિદેશી પ્રવાસીઓ સાથે આ રીતે ગોઠવણ કરી હશે. તેમણે તે બધા વતી ડૉલર ચૂકવ્યા. ઍરહોસ્ટેસો આ પદ્ધતિ જાણતી જ હોય છે, કારણ કે આ રોજની ઘટના હતી. વિમાનના ઘણા કર્મચારીઓ પોતે પણ આ પદ્ધતિનો લાભ ઉઠાવતા હોય છે.
અમારું વિમાન હવે રેક્યાવિક પહોંચવા આવ્યું. વિમાનના ઉતરાણની સૂચના અપાઈ. રેક્યાવિક પાસે કેટ્લાવિક (KEFLAVIK) નામના સ્થળે આવેલા આંતરરાષ્ટ્રીય મથકે અમારું વિમાન ઊતર્યું. પ્રવાસીઓ ઊતરવા લાગ્યા. ઘણાખરાના હાથમાં દારૂ
Jain Education International
For Private & Personal Use Only '
www.jainelibrary.org