________________
૧૪
પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન જરૂર નહિ. “રાત પડે ત્યાં રાતવાસો' એ કહેવત મુજબ ફરી શકીએ. પાંચપંદર કિલોમીટર આગળપાછળ જવું હોય, એક ગામ નહિ તો બીજું ગામ, એક હોટેલ નહિ તો બીજી હોટેલ - એવી પસંદગીનો અવકાશ રહે. વિચાર બદલાય અને કોઈ નગરમાં પાછા ફરવું હોય તોપણ ફરી શકાય.
ધોરી માર્ગ છોડી અમે હવે રિજેન્સબર્ગનો રસ્તો લીધો. નગરમાં દાખલ થયાં, પરંતુ ત્યાં જે સારી હોટેલો હતી તેમાં જગ્યા નહોતી અને જેમાં જગ્યા હતી તે દારૂ જુગારના
અા જેવી હતી એટલે તે પસંદ ન કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે શહેરની બહાર દસેક કિલોમીટર દૂર, રસ્તા પર જ એક નાની હોટેલ છે. તે મોટેલ જેવી એટલે કે માત્ર રાત રોકાવાની સગવડવાળી છે. અમે ત્યાં પહોંચ્યાં. રિસેપ્શનિસ્ટ યુવતીએ આવકાર આપ્યો. રૂમો બતાવી. ભાવ પણ વાજબી હતો. તરત નિર્ણય થયો. બે રૂમ રાખી. સામાન મૂક્યો અને હાથમાં ધોઈ, તાજા થઈ અમે શહેરમાં ફરવા જવાનો વિચાર કર્યો, કારણ કે હજુ અંધારું થવાને વાર હતી.
તૈયાર થઈ અમે નીચે કાઉન્ટર પર રિસેપ્શનિસ્ટ યુવતીને ચાવીઓ આપી અને રિજેન્સબર્ગ વિશે થોડી માહિતી મેળવી લીધી. વાતચીત પરથી જાણવા મળ્યું કે અમે પાછા ફરીએ ત્યારે એ યુવતી જ ફરજ પર હશે, કારણ કે એની નોકરી રાતપાળીની હતી. | ગાડીમાં બેસતાં મેં કિશોરભાઈને કહ્યું, “અહીં મહિલાઓ રાતપાળી પણ કરે છે એ સારી વાત કહેવાય.'
આવી જગ્યામાં તે એકલી નોકરી કરે છે એટલે જબરી તો હોવી જ જોઈએ. કેવી ઊંચી, સશક્ત અને ચબરાક દેખાય છે !' મારાં પત્નીએ કહ્યું.
કિશોરભાઈએ કહ્યું, યુરોપમાં અને તેમાં પણ જર્મનીમાં સ્ત્રીઓ ઘણી હિંમતવાળી હોય છે. અડધી રાતે ટેક્સી ચલાવતી સ્ત્રીઓ પણ તમને જર્મનીમાં જોવા મળશે. ગમે તેવી સ્થિતિમાં તેઓ પહોંચી વળે એવી હોય છે.'
અમે રિજેન્સબર્ગમાં દાખલ થયાં. જર્મનીનું આશરે સવા લાખની વસ્તી ધરાવતું રોમનોના વખતનું એ પ્રાચીન શહેર છે. ડાન્યુબ નદીના કાંઠે આવેલા આ શહેરનો બંદર તરીકે પણ સારો વિકાસ થયો છે. અમે પહેલાં ગાડીમાં જ બેસી થોડું ફરી લીધું અને પછી એક સ્થળે ગાડી પાર્ક કરી પગે ચાલીને લટાર મારવા લાગ્યાં. બારમા સૈકાનું એક ભવ્ય, ઉત્તુંગ ઐતિહાસિક ખ્રિસ્તી દેવળ જોયું. મધ્યયુગીન એવાં બીજ બે દેવળો બહારથી જોયાં. દેવળોનો ઝળહળતો મધ્યયુગ હવે આથમી ગયો હતો. અહીંના લોકો હવે રૂઢિગત ધર્મક્રિયાઓ પ્રત્યે ઉદાસીન થઈ ગયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મન પ્રજાએ પુનરુત્થાનના કાર્યમાં જબરો પુરુષાર્થ કર્યો છે, પરંતુ દેવળો સૂનાં પડ્યાં છે. હવે તે સ્મારક જેવાં બની ગયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org