Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 267
________________ કોરિન્થ વિશ્વમાં પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ભારતીય સંસ્કૃતિની ગણના થાય છે. અઢીત્રણ હજાર વર્ષ પૂર્વેના શિલ્પસ્થાપત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક અવશેષો ભૂમધ્ય સમુદ્રના કિનારાના કેટલાક દેશોમાં જે જોવા મળે છે તેટલા પ્રાચીન અવશેષો ભારતમાં જોવા મળતા નથી. ભૂમધ્ય સમુદ્રના તે દેશની પ્રજાઓએ પથ્થર પાસેથી જે કલાત્મક કામ એ યુગમાં લીધું હતું તે અનન્ય છે. ગ્રીસની પ્રજાએ અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં પોતાનાં કેટલાંક વિશાળ ભવ્ય મંદિરોમાં, હાથે ઘડીને તૈયાર કરેલા દસ-પંદર ફૂટ જેટલા ઊંચા અને તેના પ્રમાણમાં પહોળા, ટનબંધ વજનવાળા સ્તંભો ઊભા કરીને જે બાંધકામ કર્યું હતું તેમાંથી એવા કેટલાયે સ્તંભો એની એ જ જગ્યાએ હજુ અડીખમ ઊભા છે. ધરતીકંપો, વાવાઝોડાંઓ, યુદ્ધો વગેરેની સામે અદ્યાપિપર્યત તે અણનમ રહ્યા છે. શિલ્પસ્થાપત્યની વિદ્યા ત્યારે ગ્રીસમાં કેટલી બધી વિકસી હશે તેનો આપણને ખ્યાલ આવે છે. અમે કેટલાક પ્રવાસીઓ એક ટૂર કંપનીના આયોજન દ્વારા ગ્રીસના પ્રવાસે ગયાં હતાં ત્યારે એથેન્સ પછી કોરિન્થની મુલાકાતનો અમારે માટે કાર્યક્રમ ગોઠવાયો હતો. એથેન્સથી ચા-નાસ્તો કરીને સવારે અમે બસમાં નીકળ્યાં. એથેન્સથી લગભગ સાઠ માઈલ દૂર કોરિW (Corinth – ગ્રીક શબ્દ Korinthos) આવેલું છે. ઉનાળાના દિવસો હતા, પણ સવારનો સમય હતો એટલે વાતાવરણ ખુશનુમા હતું. શહેર છોડતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. ત્યાંથી અમારા ગાઈડ બેસવાના હતા. ગાઈડે દાખલ થઈ બધાંનું સ્વાગત કર્યું. પોતાનો પરિચય આપ્યો. તેઓ નિવૃત્ત સરકારી અમલદાર હતા. માથે વચ્ચે મોટી ટાલ હતી અને આસપાસ ધોળા વાળ હતા તે પરથી તેઓ સિત્તેરે પહોંચવા આવ્યા હશે એમ લાગ્યું. તેમણે પોતાનું નામ કહ્યું પણ તે યાદ રહ્યું નથી. તેમણે કોરિન્થનો પરિચય આપ્યો જે નીચે મુજબ છે : ગ્રીસના પ્રાચીન નગરોમાં એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ, ડેલ્ફી, ઓલિમ્પિયા વગેરેમાં કોરિન્થ સૌથી વધુ જૂનું છે. એથેન્સ કરતાં પણ તે વધુ પ્રાચીન છે. અત્યારે ગ્રીસ એક દેશ છે, પણ તે કાળે એથેન્સ, સ્પાર્ટા, કોરિન્થ વગેરેનાં જુદાં જુદાં નગરરાજ્યો હતાં. એમાં એથેન્સ એના એ જ સ્થળે મોટા નગર તરીકે હજુ પણ વિદ્યમાન રહ્યું છે. પરંતુ સ્માર્ટ અને કોરિન્થ ભગ્નાવશેષ બની ગયાં છે. તેની બાજુમાં નગરો વસ્યાં છે, પણ તે નાનાં અને મહત્ત્વ વિનાનાં છે. ૨૫o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282