Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 281
________________ ૨૬૪ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન તડકો અનિવાર્ય છે. અહીંની જમીન અને આબોહવા પણ એ માટે અનુકૂળ છે. એન્જિના પિસ્તાં માટે પ્રખ્યાત છે. બસમાં અમે ફરતાં હતાં ત્યારે જુદા જુદા અંતરે આવતાં નાનાં નાનાં ખ્રિસ્તી દેવળો બતાવીને ગાઇડે કહ્યું, ‘જૂના વખતનાં ખાલી પડેલાં આવાં ૩૮ દેવળો આ ટાપુ પર છે.’ ‘આટલો નાનો ટાપુ અને આટલાં બધાં દેવળો ? ખ્રિસ્તી ધર્મમાં આટલા બધા ફાંટા છે ?' કોઈક પ્રશ્ન કર્યો. - ‘હાલ ૩૮ દેવળ અસ્તિત્વમાં છે. બંધાયાં હતાં ત્યારે તો કુલ ૩૬૫ દેવળ હતાં.’ ગાઈડે કહ્યું. બાપ રે ! તો તો લોકોમાં ધર્મના બહુ ઝઘડા થતા હશે ! દરેક કુટુંબનું પોતાનું. જુદું દેવળ હશે !' કોઈકે કહ્યું. ‘અમારે ત્યાં ભારતમાં ભગવાન મહાવીરના વખતમાં ૩૬૩ પંથ હતા. એ બધાના એક એક પ્રતિનિધિએ અહીં પુનર્ અવતાર તો નહિ ધારણ કર્યો હોય ને ?' મેં મજાકમાં કહ્યું. ગાઇડે ખુલાસો કરતાં કહ્યું, ‘ના, ત્યારે અહીં કોઈ વાડા કે પંથ નહોતા. બધા એક જ હતા. વસ્તી બહુ ઓછી અને જીવન એકવિધ હતું. એટલે એમાં વૈવિધ્ય આણવા માટે લોકોએ એક નવો નુસખો શોધી કાઢ્યો. રોજ નવા દેવળમાં પ્રાર્થના કરવી. આખું વર્ષ આ રીતે ચાલે. માટે નંબર પ્રમાણે ૩૬૫ દેવળ કર્યાં. દેવળો નાનાં નાનાં અને પાસે પાસે. દરેક દેવળનો પાછો બીજા વરસે નંબર લાગે, પણ સાફસૂફી રોજેરોજ થાય. બધાંએ જવાબદારી વહેંચી લીધેલી.' એજિનાનો આ નુસખો મને બહુ ગમી ગયો. ટાપુનાં દર્શન કરી અમે પાછા સ્ટીમરમાં બેઠાં. હવે પ્રયાણ થયું એથેન્સ તરફ. ફોટા માટે સૂચના અપાઈ કે ‘બોર્ડ પર બધા ફોટા મૂકવામાં આવ્યા છે. જેમને ખરીદવા હોય તે ખરીદી શકે છે. ખરીદવાનું બંધન નથી.' અમે અમારા કેટલાક ફોટા ખરીદ્યા. સમયસર અમે એથેન્સ આવી પહોંચ્યાં. ભૂતકાળને તાદશ કરી આપનારો આ રસિક, સમૃદ્ધ અનુભવ વારંવાર વાગોળવા જેવો બની ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282