Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬ર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન એક વડીલ સદગૃહસ્થનો પરિચય થયો. તેઓ ગ્રીસના જ વતની હતા. પહેલાં એક ટાપુમાં રહેતા હતા. હવે એથેન્સમાં રહે છે. કોઈ કોઈ વખત સમુદ્રમાં અને ટાપુઓમાં ઘૂમવાનું મન થાય તો આવી રીતે પ્રવાસમાં જોડાઈ જાય છે. એમની સાથે ટાપુઓના જીવન વિશે વાતો થતાં કેટલીક રસિક બાબતો જાણવા મળી. આ સમુદ્રના દ્વીપી (Islander) લોકોને બિલાડી પાળવાનો શોખ ઘણો છે. તેઓ એને શુકનવંતી માને છે. કેટલાક પાદરીઓ બિલાડીઓ રાખે છે. એક ટાપુમાં એવો વિચિત્ર નિયમ છે કે પાળેલાં પશુપક્ષીઓમાં ફક્ત બિલાડીની જ વસ્તી વધવી જોઈએ. એટલે બિલાડી સિવાય બીજાં કોઈ માદા પશુપક્ષી એ ટાપુ પર લાવી શકાય નહિ. છેલ્લાં એક હજાર વર્ષથી આ નિયમ પળાતો આવ્યો છે. પશુપક્ષી વિશે વાત નીકળતાં બીજા એક ટાપુની રસિક ઘટના એમણે કહી. આ સમુદ્રમાં મિકોનોસ નામનો એક નાનો ટાપુ છે. ઈ.સ. ૧૯૫૦માં ત્યાં એવી એક ઘટના બની કે એક પેલિકન પક્ષી વાવાઝોડાથી બચવા માટે ઊડતું ઊડતું આ ટાપુ પર આવી પહોંચ્યું. આવું નવી જાતનું પક્ષી જોઈ લોકો બહુ રાજી થઈ ગયા. લોકોએ એને ભાવતું ખવડાવી-પિવડાવીને એવું સાચવ્યું કે દિવસે ઊડીને એ ગમે ત્યારે આસપાસ જાય પણ સાંજે તો ટાપુ પર જ હોય, પોતાના પ્રદેશમાં એ પાછું ગયું નહિ. લોકોએ એનું નામ પાડ્યું “પેટ્રોસ'. પેટ્રોસ એટલું બધું લાડકું બની ગયું કે બહારના કોઈ અતિથિ કે પ્રવાસી આવે તો લોકો એમને પેટ્રોસ બતાવે. એક દિવસ પેટ્રોસ ઊડીને ગયું, પણ સાંજે પાછું આવ્યું નહિ. ચારે બાજુના ટાપુઓમાં તપાસ થઈ. ખબર પડી કે પાસેના ટિનોસ ટાપુમાં એ ગયું હતું ત્યારે લોકોએ એને પકડીને એનાં થોડાં પીંછાં કાઢી નાખ્યાં કે જેથી એ બહુ ઊડી ન શકે. આથી મિકોનોસના યુવાનો રોષે ભરાયા. ટિનોસ પર સશસ્ત્ર આક્રમણ કરી પક્ષીને પાછું મેળવવા એમણે તૈયારી કરી. એ વાતની ખબર પડતાં ટિનોસના મેયરે પોતાના દ્વીપવાસીઓ સાથે મસલત કરીને નિર્ણય કર્યો કે હારીને પક્ષી પાછું આપવું અને કાયમની દુશ્મનાવટ વહોરવી એના કરતાં બહુમાનપૂર્વક પક્ષી પાછું આપી દેવું. તેમણે મિકોનોસવાસીઓને એની જાણ કરી દીધી અને પક્ષીને લઈને વહાણમાં આવી પહોંચ્યા. એથી આનંદિત થયેલા મિકોનોસવાસીઓ બંદર પર એકત્ર થઈ, ઢોલનગારાં સાથે વાજતેગાજતે પેટ્રોસને નગરપ્રવેશ – દ્વિીપપ્રવેશ કરાવ્યો. પેટ્રોસ સાથે લોકોને એટલી બધી આત્મીયતા થઈ કે તેઓને લાગ્યું કે પેટ્રોસ મોટો થયો છે માટે એનાં લગ્ન કરાવવા જોઈએ. લોકો તપાસ કરીને એક માદા પેલિકનને લઈ આવ્યા. એની સાથે પેટ્રોલનાં ધામધૂમથી લગ્ન કરાવ્યાં. સમગ્ર મિકોનોસમાં લગ્નોત્સવ ઊજવાયો. પરંતુ માણસોમાં બને છે એવું પશુપક્ષીઓમાં પણ બને છે. પેટ્રોલ અને એની પત્ની વચ્ચે કેટલોક વખત સારો પ્રેમસંબંધ રહ્યો. પછી કોણ જાણે શું થયું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282