Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 280
________________ એજિયન સમુદ્રના ટાપુઓમાં ૨૬૩ પેટ્રોસ રિસાઈ ગયો. માદાએ અને મનાવવા બહુ દિવસ પ્રયત્નો કર્યા, પણ પેટ્રોસ એની સામે જુએ પણ નહિ. આથી આઘાત લાગતાં માદાએ પેટ્રોસ આગળ જ આપઘાત કર્યો. કેવી રીતે ? ઊંચે ઊડી એ જમીન પર ત્રણ વાર વેગથી પટકાઈ. એથી એની ચાંચ તૂટી ગઈ. એનું માથું ભાંગી ગયું. આ રીતે માદાએ પોતાના જીવનનો અંત આણ્યો, એથી પેટ્રોસ દુ:ખી થયો અને એ પણ ઝાઝું જીવ્યો નહિ. પેટ્રોલ પક્ષીની આ વાત સાંભળી પક્ષીઓમાં પણ રહેલી માનવસહજ તીવ્ર સંવેદનશીલતાનો ખ્યાલ આવ્યા. વાતોમાં સમય કયાં પસાર થઈ ગયો તેની ખબર ના રહી. જાહેરાત થઈ અને થોડી વારમાં એજિના ટાપુ પર અમે આવી પહોંચ્યાં. અમારી સ્ટીમર હલ્વે સારોનિક અખાતમાં પ્રવેશી ચૂકી હતી. સ્ટીમરમાંથી નીકળીને અમે બંદર પર પહોંચ્યાં. એજિના ટાપુ પૌરાણિક અને ઐતિહાસિક મહત્ત્વનો છે. ૮૫ ચોરસ કિલોમીટરના પ્રદેશવાળો અને બાર હજારની વસ્તી ધરાવતો, સારોનિક અખાતનો આ મોટામાં મોટો ટાપુ ઓછા સમયમાં પગે ચાલીને જોઈ શકાય નહિ. એ માટે બસની ટૂર લેવી જ પડે. અમે ટિકિટિ લઈ એમાં જોડાયા અને બધે ફરી વળ્યા. એજિનામાં એક ટેકરી પર લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, એટલે કે ઈ.સ. પૂર્વે ૪૦માં બંધાયેલું અફાઈયા (Aphaia) દેવીનું મંદિર છે. તે એથેન્સના પાર્થેનોન (Parthenon) કરતાં પણ વહેલું બંધાયું હતું. ગ્રીક સ્થાપત્યકલા અને શિલ્પકલા ત્યારે કેટલી ઉચ્ચ કોટિએ પહોંચી હતી એની પ્રતીતિ એ કરાવે છે. એ મંદિરના ૩ર ઊંચા મોટા સ્તંભમાંથી ૨૨ જેટલા સ્તંભ હજુ પણ જેમ હતા તેમ છે. એ જોતાં જ મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે છે. વળી આશ્ચર્યની વાત એ છે કે ઊંચાઈ પર બાંધવામાં આવેલાં ત્રણ ગ્રીક પ્રાચીન મંદિરો (એથેન્સનું પ્રાર્થનાન, એજિનાનું એસાઈયા મંદિર અને સોયુનિયન ભૂશિરનું પૉલિડોનનું મંદિર) ત્રિકોણાકારે બરાબર સમાન્તરે છે. એ બતાવે છે કે આ વિદ્યા તેમની પાસે કેટલી ચોક્કસાઈભરેલી હતી. જ્યારે હવામાન અત્યંત સ્વચ્છ હોય છે ત્યારે એ મંદિરો અહીંથી દેખાય છે. એજિનો ટાપુમાં બીજું એક ઐતિહાસિક સ્થળ તે સંત એજિયો નેકારિઓસની મોનેસ્ટરી (મઠ) છે. સંત ત્યાં બાવીસ વર્ષ રહ્યા હતા, એમની પાસે માંદા માણસને સાજા કરવાની શક્તિ હતી. એથી જ ઈ.સ. ૧૯૨૧માં એમના સ્વર્ગવાસ પછી એમને સંતનું બિરુદ આપવામાં આવ્યું હતું. એજિના ટાપુ પર ઠેર ઠેર પિસ્તાનાં વૃક્ષો હતાં. પિસ્તાનાં ઝૂમખાંથી લચી પડતાં મધ્યમ કદનાં હારબં વૃક્ષોથી એજિના વધુ સોહામણો લાગતો હતો. આ વૃક્ષો માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282