Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૮ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન ઉનાળો હતો એટલે આકાશ પણ નિરભ્ર હતું. સાંજનો કૂણો તડકો કાળાં ચરમાં ઉતારવા આગ્રહ કરતો હતો. દોઢસો માઈલનું અંતર કાપી અમે લિંકન નામના નાનકડા શહેર પાસે આવી પહોંચ્યા. નિશાની પ્રમાણે વળાંક લઈ શહેરમાં દાખલ થઈ અમે અમારા કૉપ્લેકસમાં, અમારા ઘરમાં દાખલ થયા. ઘર જોતાં જ બંને બાળકો બોલી ઊઠ્યાં, “મામાનું ઘર બહુ જ સરસ છે. " બે માળવાળા ઘરમાં પલંગ, સોફા, ટી.વી., ટેલિફોન, વોશિંગ મશીન, માઈક્રોવેવ, કૂકિંગ રેન્જ, વજન કરવાનો કાંટો વગેરે જોતાં લાગે છે ઘર સરસ વસાવેલું છે. આટલું મોટું બીજું ઘર બેંકની લોન વગર લેવાય જ નહિ. મેં જિજ્ઞાસાથી સહજ પૂછ્યું, “આ ઘર માટે બેંકની કેટલી લોન લીધી છે ?'' પરંતુ અમિતાભે સમિત મૌન સેવ્યું. ફરી મેં કહ્યું, “અહીં હવાખાવાને સ્થળે આવડું મોટું ઘર વસાવ્યું એના કરતાં કાયમનું રહેવાનું ઘર મોટું રાખવું જોઈએને ?” પરંતુ ફરીથી એ જ સસ્મિત મૌન. અમે સ્વચ્છ, શાન્ત, વિશાળ, મનહર સંકુલમાં આંટા માર્યા, છોકરાંઓએ સાઈકલ ફેરવી અને મહિલાવર્ગે રસોઈ કરી લીધી. ઉનાળાના લાંબા દિવસો હતા એટલે અંધારું થવાને વાર હતી. ભોજન પછી બે જણ સ્ટોર્સમાંથી દૂધ, નાસ્તો વગેરે લઈ આવ્યા. થોડી વાર ગપાટા માર્યા, ટી.વી. જોયું અને નિદ્રાધીન થયા. બીજે દિવસે સવારે દસેક વાગ્યે અમે લિંકન શહેરથી કેટલાક માઈલ ઉત્તરે આવેલા નોર્થ કોન્વોય નામના નગરમાં ગયા. હારબંધ જુદા જુદા સ્ટોર્સ હતા. અમેરિકામાં ‘શોપિંગ પ્લાઝા' અથવા “મૉલ' એટલે જાણે મોટું ગામ. પણ અહીં તો એની અવધિ હતી. જાણવા મળ્યું કે ઉનાળો શરૂ થાય એટલે બસોચારસો માઈલ દૂરથી પણ માણસો ગાડી લઈને અહીં આવી પહોચે. શનિ-રવિ વિશેષ. એનું મુખ્ય કારણ એ કે બીજા રાજ્યો કરતાં ન્યૂ હેમ્પશરમાં વસ્તુઓ સસ્તી મળે છે, કારણ કે આ રાજ્યમાં વેચાણવેરો નથી. ખરીદીધેલા અમેરિકનોને અહીંનો ધક્કો વસુલ થયેલો લાગે છે. સ્ટોર્સવાળાઓ પણ પરસ્પર સ્પર્ધામાં વાજબી ઓછા ભાવ રાખીને ઉનાળામાં બાર મહિનાનો વકરો કરી લે છે. અમે આવ્યા હતા તો ફરવાનું પણ સસ્તી વસ્તુઓ જોઈ મન લલચાયું એટલે એમના વકરામાં અમારો પણ હિસ્સો આપ્યો. આખો દિવસ ક્યાં પસાર થઈ ગયો તેની ખબર ન પડી. બીજે દિવસે અમે આસપાસના અન્ય વિસ્તારમાં ફરી લીધું. અહીં પેટ્રોલ પણ સતું અને ગાડી ધોવાનું પણ સસ્તું. અમે પેટ્રોલ ભરાવી લીધું અને સ્વયંસંચાલિત વ્યવસ્થામાં મશીનમાં સિક્કો નાખી, ગાડીમાં કાચ ચડાવી બેઠાં બેઠાં જ ચારે બાજુથી જોરદાર ફુવારાની જેમ છૂટતા પાણી વડે ગાડી પણ ધોવડાવી લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282