Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 263
________________ ૩૮ શ્વેતાચલના પ્રદેશમાં પર્વતનાં શિખરો પર બરફ પડે અને જામે ત્યારે એની શ્વેત આભા કોઈક વિશિષ્ટ રમણીયતા ધારણ કરે છે. ઉનાળો આવતાં બરફને ઓગળતો અને કયાંક ક્યાંક ધોધરૂપે પડતો જોવાનો પણ આનંદ છે. ફરી પાછાં ભૂખરાં બનતાં શિખરો જાણે આંસુ ન વહાવી રહ્યાં હોય ! ‘અશ્રુપાત’ શબ્દ આવા પ્રપાતો જોઈને વધારે યથાર્થ લાગે. કેટલાંક શિખરો પર બારે માસ હિમ પથરાયેલું હોય છે. હિમાલયનાં ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરોની હારમાળા એના યથાર્થ નામનો મહિમા દર્શાવે છે. ઉત્તર અમેરિકામાં ધરતીના પ્રમાણમાં પર્વતો ઓછા છે અને એમાં પણ હિમાચ્છાદિત પર્વતો તો ગણાવવા પડે. ‘અમારે ત્યાં પણ હિમશિખરો છે' એમ બતાવવા માટે જ જાણે માઉન્ટ વૉશિંગ્ટનને 'White Mountain' નામ અપાયું હશે એમ લાગે. ઉત્તરમાં કૅનેડાની સરહદ પાસે આવેલા ન્યૂ હેમ્પશર (New Hampshire - ન્યૂ હેમ્પશાયર) રાજ્યમાં માત્ર ૬૨૮૮ ફૂટની ઊંચાઈ ધરાવતો એ પર્વત અને એની આસપાસના હિમાચ્છાદિત શિખરો – White Mountains - શ્વેતાચલ તરીકે ઓળખાય છે. પ્રમાણમાં પાંખી વસ્તી ધરાવનાર ન્યૂ હેમ્પશરના આ અતિશય ઠંડા પ્રદેશમાં શિયાળામાં પુષ્કળ બરફ પડે છે. ત્યાં વિવિધ પ્રકારની, બરફમાં રમાતી રમતો રમવા સાહસિક ખેલાડીઓ આવી પહોંચે છે અને ઉનાળામાં સહેલગાહ કરવા માટે સહેલાણીઓની મોટરગાડીઓનો ધસારો ચાલુ થઈ જાય છે. વળી ઉનાળામાં આ ડુંગરાળ પ્રદેશમાં વેગથી ધસમસતા શ્વેત પરપોટાવાળાં છીછરાં પાણી(White Water)માં રબરની હોડીમાં બેસી નીચાણ તરફ હડસેલાતા જવાનો (Rafting) સાહસિક રોમાંચક અનુભવ કરવા માટે પણ કેટલાયે આવી પહોંચે છે. એવી હોડીમાં Rafting કરાવનારી ધંધાદારી કંપનીઓ પણ હોય છે. અમેરિકામાં પૂર્વ બાજુ બોસ્ટન પાસે એફ્ટનમાં રહેતા અમારા પુત્રના ઘરે એક ઉનાળામાં અમે પરિવારના સર્વ સભ્યો એકત્ર થયા હતા. એક દિવસ અમારી નાની દોહિત્રી ગાર્ગી અને દોહિત્ર કૈવલ્યે કહ્યું, ‘‘અમિતાભ મામા, હવેની શનિ-રવિની રજામાં તમે અમને કયાં ફરવા લઈ જવાના છો ?'' ‘‘તમારે ક્યાં જવું છે ?'' ‘‘બધા કહે છે કે અહીંથી પાસે વ્હાઇટ માઉન્ટન જવા જેવું છે.'' ‘‘વ્હાઇટ માઉન્ટન ? અરે ત્યાં તો આપણું બીજું ઘર પણ છે. ત્યાં તમને બહુ મઝા આવશે ત્યાં ટી.વી. પણ છે અને તમારે લાયક સાઇક્લ પણ છે. આપણે જરૂર ત્યાં જઈશું.’’ ૨૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282