Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 270
________________ કોરિન્જ ૨૫૩ એટલે પહેલાં આપણે અહીં એક સ્ટોરમાં જઈએ છીએ. ત્યાં કૉફી, બિસ્કિટ વગેરે મળે છે અને યાદગીરીની વસ્તુઓ (Souvenir) પણ મળે છે. એ માટે તમને વીસ મિનિટનો સમય આપવામાં આવે છે.’ અમને બધાંને એ સ્ટોરમાં લઈ જવામાં આવ્યાં. પણ અમારામાંથી કોઈ પ્રવાસીએ ન કશું ખાધુંપીધું કે ન કશી ખરીદી કરી. ત્યાં બધું મોંઘુંદાટ હતું એટલે અકારણ ડૉલર ખર્ચી નાખવાનો કોઈનો જીવ ચાલતો નહોતો. યાદગીરી અને શોખની ચીજવસ્તુઓના ભાવ અમારા જેવા ભારતીય પ્રવાસીઓ માટે આસમાની હતા. એટલે સૌએ એનાં દર્શનથી જ સંતોષ માન્યો. સમય થયો એટલે બધા નીકળવાં લાગ્યાં. હું છેલ્લે નીકળતો હતો એવામાં મારું ધ્યાન અમારા ગાઇડ પર પડ્યું. તેઓ કૅશિયર મહિલાના ટેબલ પાસે ઊભા હતા. એમની ભાષામાં શી વાતચીત થતી હશે તે સમજાયું નહિ, પરંતુ કૅશિયરના ટેબલ પર વેચવા માટે મૂકેલાં ચૉકલેટના પેકેટમાંથી ગાઇડે એક ઉપાડ્યું, પણ કૅશિયર મહિલાએ એ તરત છીનવી લઈ પાછું મૂકી દીધું. એ પરથી તેમની વચ્ચે શો સંવાદ થયો હશે તેની અનુમાનથી મેં કલ્પના કરી. કૅશિયરે કહ્યું હશે કે ‘તમારા પ્રવાસીઓમાંથી કોઈએ કશી ખરીદી કરી નથી એટલે તમને કિંમશનરૂપે કશું મળી શકે નહિ.' ગાઇડે કહ્યું હશે, 'કોઈ કશી ખરીદી ન કરે તેમાં હું શું કરું ? તમારા સ્ટોરમાં બધાંને લઈ આવ્યો એ માટે કંઈ નહિ તો ચૉકલેટનું એક પેકેટ તો આપશો કે નહિ ?' એ ગમે તે હોય, પણ ગાઇડના બોલવાનો રણકો પછી કંઈક બદલાયો હતો એ તો સમજનાર જ સમજી શકે. બસમાં બેસી અમે અવશેષોની જગ્યાએ, પ્રાચીન કોરિન્થ નગરના સ્થળે આવી પહોંચ્યાં.' કોરિન્થના અવશેષો ઘણે દૂર સુધી પથરાયેલા પડ્યા હતા. ગાઇડે તડકાથી બચવા માથે ટોપી પહેરી લીધી અને પોતાની પાછળ આવવા બધાં પ્રવાસીઓને જણાવ્યું. પ્રવાસીઓની મોટી મંડળી હોય ત્યારે બધાંને એકસરખો રસ ન હોય. વળી તડકામાં ચાલવાનું હતું, એક સ્થળે ઊભા રહી ગાઇડે સમજાવવું ચાલુ કર્યું. પ્રવાસીઓમાંની બે યુવતીઓ વાતો કરતી ધીમે ધીમે ચાલતી છેલ્લે આવી પહોંચી. એમણે ફરીથી સમજાવવાનો ગાઇડને આગ્રહ કરતાં કહ્યું, ‘હવેથી બધાં આવી જાય પછી સમજાવવાનું તમે ચાલુ કરો.' ગાઇડે કહ્યું, ‘તમે બધાંની સાથે આવી જાવ તો સારું. અહીં જોવાનું ઘણું છે અને ચાલવાનું પણ ઘણું છે.' ગાઇડે ફરીથી બધું સમજાવ્યું. ત્યાંથી અમે બીજે સ્થળે ગયાં. પેલી બે યુવતીઓ આવી નહોતી. બધાંએ ગાઇડને આગ્રહ કર્યો અને ગાઇડે ચાલુ કર્યું. ત્યાં એ યુવતીઓએ આવીને રોષપૂર્વક ગાઇડને ટોકવાનું ચાલુ કર્યું. કેટલાંક પ્રવાસીઓએ એ યુવતીઓને સમજાવવા કોશિશ કરી, પણ એથી તો એ વધુ વીફરી. ગાઇડે કહ્યું, ‘સન્નારીઓ, ગાઇડ સાથે ઝઘડો કરવાથી અંતે તો નુકસાન જ થાય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282