Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૮ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન ફરી ઇંગ્લિશ ભાષા ચાલુ થતાં ગાઈડ તરફથી વિશેષ માહિતી સાંપડી. ગ્રીસની કેટલીયે મહાન વિભૂતિઓ આ ટાપુઓની રહેવાસી હતી. ઈસવીસન પૂર્વે આશરે આઠમા સૈકામાં થઈ ગયેલા ગ્રીક મહા કવિ હોમર આમાંના એક ટાપુના રહીશ હતા. ‘ઇલિયડ' અને ઑડેસી' જેવાં મહાકાવ્યોનું સર્જન એજિયન વિસ્તારમાં થયું છે. સુપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને તત્વચિંતક પાયથાગોરસ અહીંના એક ટાપુના હતા. મહાન ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલ અવસાન પામ્યા ત્યારે એમના દેહને અહીં એક ટાપુ પર દફનાવવામાં આવ્યો હતો. મહાન વૈદ્ય હિપોક્રિટિસ તથા સંત જહોન ડિવાઈન આ ટાપુઓમાં થઈ ગયા. સંત પોલ આ ટાપુઓમાં વિચર્યા હતા અને એમણે ઘણે સ્થળે દેવળો બંધાવ્યાં હતાં.' પ્રાચીન ગ્રીક લોકો દેવદેવીઓમાં બહુ શ્રદ્ધા ધરાવતા. સમુદ્રના દેવતા (જળ દેવતા) પૉસિડોન(Poseidon)નાં મંદિરો ઠેર ઠેર છે. તે ધરતીકંપના પણ દેવતા ગણાય છે અને ઘોડાઓના દેવતા પણ ગણાય છે. રોમનોના જળદેવતા નેયૂન (Neptune) અને પૉસિડોન એક મનાય છે. ગ્રીક સૂર્યદેવતા એપોલોનો જન્મ અહીંના ડેલોસ ટાપુ પર થયો હતો. તે સંગીતના, ભવિષ્યવાણીના, શુદ્ધિના, આરોગ્યના અને સંરક્ષણના દેવ તરીકે મનાય છે. લોકો પૉસિડોન અને એપોલોની શ્રદ્ધાપૂર્વક પૂજાભક્તિ કરે છે. તેઓ સમુદ્રદેવતાને વધુ ભજે છે કારણ કે તેઓ માને છે કે આ દ્વિીપસમૂહની જે કંઈ સમૃદ્ધિ છે તે સમુદ્રદેવતાને આભારી છે. રોમન લોકો જેને માતા તરીકે પૂજે છે એ પ્રેમની દેવી વિનસની કલાકૃતિ તરીકે જગવિખ્યાત બનેલી મૂર્તિ અહીંના મિલોસ ટાપુમાંથી નીકળી હતી. એટલે એ વિનસ દ મિલો' તરીકે જાણીતી છે. આ બેટાઈ (Islander) લોકોની જીવનશૈલી કંઈક અનોખી હોય છે. સરખો સૂર્યપ્રકાશ, સરખી હવા, સારું પાણી, સારી વનસ્પતિ વગેરે હોય તો ખેતી, ઢોરઉછેર, વાણિજ્ય, આરોગ્ય ઇત્યાદિ માટે સારો અવકાશ રહે. એથી જીવન સમૃદ્ધ બને છે. આ ટાપુઓના કેટલાયે લોકો જાણે સ્વર્ગીય વાતાવરણમાં રહેતા હોય એવો આનંદ લુંટે છે. આ દ્વીપસ્થ લોકોમાં, વિશેષતઃ પુરુષોમાં જવલ્લે જ કોઈ એવો હોય છે કે જેને તરતાં ન આવડતું હોય. હોડી, વહાણ ચલાવતાં, હલેસાં મારતાં દરેકને આવડે. એ એમની વિશિષ્ટતા છે. ત્રણ હજાર વર્ષ પહેલાં ગ્રીસની પ્રજાએ વહાણવિધામાં નિપુણતા મેળવી હતી. તેઓએ મોટાં મોટાં વહાણો બનાવ્યાં હતાં અને આખો ભૂમધ્ય સમુદ્ર ખૂંદી વળ્યા હતા. સ્પેનમાંથી જે પ્રાચીન ગ્રીક અવશેષો મળ્યા છે તે બતાવે છે કે ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો ઠેઠ સ્પેન સુધી પોતાનાં વહાણોમાં પહોંચતા હતા. આ બધા ટાપુઓ રહ્યા એટલે સાવ સપાટ તો હોય જ નહિ. કેટલાક તો ઠરી ગયેલા જવાળામુખી છે. એટલે ટાપુમાં સીધા, લાંબા, સપાટ રસ્તા જવલ્લે જ મળે. સાંકડા, ચઢાણવાળા અને વળાંકવાળા રસ્તાઓ હોય. કયાંક ચઢાણ કપરું હોય તો પથ્થરનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282