Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 241
________________ ૨૪ પાસપોર્ટની પાંખે – ઉત્તરાલેખન કેસિનોમાં વચ્ચે મોટાં મોટાં ટેબલો હતાં. ટેબલમાં વચ્ચે મોટા ઘડિયાળ જેવું હોય. એક યુવક કે યુવતી બટન દબાવી જોરથી એના કાંટાને ઘુમાવે. તે દરમિયાન જેને રમવું હોય તે પોતાને પસંદ હોય તે આંકડા પર રકમ મૂકે. કાંટો પોતાની મેળે સ્થિર થાય ત્યારે ત્યાં જે આંકડો હોય તેના પર મૂકેલી રકમના બદલામાં નક્કી કરેલી રકમ મળે. કોઈક ટેબલ પર એ રીતે પાનાં પણ રમાતાં હતાં. અન્ય પ્રકારની રમતો પણ રમાતી હતી. કેસિનોમાં વીજળીનો પ્રકાશ એટલો બધો હતો અને રંગબેરંગી દીવાઓ એવા ઝળહળતા હતા કે જાણે દિવસ જ હોય ! માણસો આવતા જાય અને જતા જાય. રમવા માટે ક્યાંય લાઇનમાં ઊભા રહેવું પડે એવું નહિ. રોજના રીઢા જુગારીઓ કરતાં કૌતુકથી જોવારમવા આવેલા પ્રવાસીઓની સંખ્યા ઘણી મોટી હતી. જૂની પદ્ધતિનાં જુગારખાનાંઓમાં રમનારાઓમાં કોઇક જીતે, કોઇક હારે, જીતનારા પ્રત્યે દ્વેષ થાય, વધુ રમવા માટે તેને ફરજ પાડવામાં આવે, જૂથબંધી થાય, નવા આવેલાને કેવી રીતે ખાલી કરવો એની વ્યવસ્થિત યુક્તિઓ થાય, હાથચાલાકી થાય, જૂઠ્ઠું બોલાય, વાતાવરણ ઉગ્ર બને તો મારામારી પણ થાય અને હત્યા પણ થાય, કાયમનાં વેર બંધાય. આથી જુગારખાનામાં જતાં માણસ ડરે પણ ખરો. આવા કેસિનોમાં જ્યાં મશીનો સાથે રમવાનું હોય ત્યાં છેતરપિંડીની ચિતા નહિ. બધું વ્યવસ્થિત અને નિયમબદ્ધ. કોઈ આગ્રહ કે ધમકી નહિ. એમાં મનોરંજનનું તત્ત્વ પણ ભરપૂર. એટલે રોજનાં હજારો સહેલાણીઓ જોવા-રમવા આવે. અલબત્ત, આવાં મશીનોમાં પણ માણસ જો વધારે વખત રમે તો આદત પડી જાય. મશીનના જુગારમાં પણ જો વ્યસન થઈ જાય તો તેમાંથી છૂટવાનું અઘરું પડે. જ્યાં ધૃતનિદા ઓછી છે એવા પાશ્ચાત્ય જગતમાં પણ સમાજહિતચિંતકો અને માનસચિકિત્સકો એવાં મશીનોમાં સતત રમવા સામે લાલબત્તી ધરે છે. અમે કેસિનોમાં ફરતાં હતાં ત્યાં થોડી થોડી વારે જોરથી ટિક્ ટિસ્ ટિસ્ ટિમ્ અવાજ આવતો હતો. શાનો એ અવાજ હતો ? જેને મશીનમાંથી નાણાં મળે તે નીચેના સ્ટીલના વાસણમાં પડે. પણ એ માટે જોરથી અવાજ થાય એવાં વાસણો રાખવાની જરૂર શી ? એટલા માટે કે આજુબાજુ બધા લોકોને ખબર પડે કે આ મશીનો બધા સિક્કા ખાઈ નથી જતાં, પણ ઢગલાબંધ આપે પણ છે. તો જ માણસ રમવા લલચાય. નસીબ હોય તો રમેલી રકમ કરતાં પાંચપચીસ ગણી વધારે રકમ પણ મળી જાય. કેસિનોમાં ફરીને અમે બહાર નીકળતાં હતાં. મૅનેજરની અમારા પર નજર પડી. પૂછ્યું, કેમ, કંઈ રમવું નથી ? છૂટા સિક્કા આપું ?' મેં કહ્યું, ‘ના, અમે આવું કંઈ રમતા નથી.’ ‘તો પછી લાસ વેગાસ આવ્યાં શાને ?' આવો કોઈક પ્રશ્ન મૅનેજરના ચહેરા પરથી અમે વાંચી લીધો. પણ એણે એ શબ્દમાં વ્યક્ત કર્યો નહિ. અમારી હોટલનો મૅનેજર એ જ કેસિનોનો મૅનેજર હતો. તે વિનયી, સંસ્કારી અને હસમુખો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282