Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 259
________________ ૨૪૨ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન છે કે જેથી માણસ પકડીને વાંકો ઊભો રહી શકે. પકડ્યા વગર વધારે વાર ઊભા રહેવાથી કોઈને ચક્કર પણ આવે છે. વૈજ્ઞાનિકો હજુ સુધી એનું કારણ શોધી શકયા નથી. મિસ્ટરી સ્પૉટનો અનુભવ કરી બીજે દિવસે અમે સત્તર માઈલનો સાગરકાંઠો નિહાળવા ઊપડ્યા. જવા-આવવાના કલાકો સહિત આખા દિવસનો કાર્યક્રમ હતો એટલે અમે ભાથું સાથે બાંધી લીધું હતું. રાજમાર્ગ છોડી અમે મોન્ટેરે દ્વીપકલ્પની દિશા પકડી. દરવાજે પહોંચી પ્રવેશશુલ્ક આપી દાખલ થતાં અમને સચિત્ર નકશો આપવામાં આવ્યો. એમાં જોવા જેવાં એકવીસ કેન્દ્રો બતાવવામાં આવ્યાં હતાં. પાંચ હજાર જેટલા એકરમાં પથરાયેલી આ સાગરતટીય જાગીરમાં કોઈને રાત રોકાવું હોય તો હોટેલ, રેસ્ટોરાંની વ્યવસ્થા છે. અહીં રમતગમતો તથા ગોલ્ફ માટે ક્લબ છે. નૌકાદળ માટે તાલીમકેન્દ્ર છે. મોંઘી લાક્ષણિક વસ્તુઓની ખરીદીના શોખીન સહેલાણીઓ માટે સ્ટોર છે. છત્રી આકારનાં નીચાં ઘટાદાર સાયપ્રસનાં વૃક્ષોનું શીતલ ઉપવન છે. અહીં સમુદ્રકિનારો મુખ્યત્વે ખડકાળ છે. એક સ્થળે રેતીનો સાંકડો તટ છે. ત્યાં કિનારે મોટા મોટા ગોળ પથરાઓ છે. સમુદ્રનાં મોજાંઓના અફળાવાથી ખડકના તૂટેલા પથરાઓ ઘસાઈઘસાઈને ગોળ બની ગયા છે. આ પથરાળ સાગરતટ પરથી જ આ જાગીરની માલિક કંપનીએ પોતાનું નામ PEBBLE BEACH COMPANY રાખ્યું છે. - સત્તર માઈલ ફરવું હોય તો તે ગાડીમાં જ થઈ શકે. એ માટે રસ્તાઓ સરસ છે. દરેક કેન્દ્ર પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. અલબત્ત, આ ધનાઢ્ય દેશમાં, પાંચદસ મિનિટ જોવા માટે ઊતરવું હોય તો પાર્કિંગ મેળવવા માટે દસપંદર મિનિટ ક્યારેક ખોટી થવું પડે, પરંતુ સારું એ હતું કે બધાં દર્શનીય કેન્દ્રો ક્રમાનુસાર જોવાનું બંધન નહોતું. અનુકૂળતા પ્રમાણે આગળપાછળ જોઈ શકાય. આ સાગરકાંઠે જોવા જેવું એક દૃશ્ય તે પાણીમાં થોડે આધે આવેલો ટાપુ-ડુંગર છે. એના પર કોઈ વૃક્ષ નથી. કેવળ પથ્થરનો અર્ધ લંબ-વર્તુળાકાર એ ડુંગર છે. એનો રંગ કુદરતી નથી, પણ સીલ, પક્ષીઓ અને દરિયાઈ સિંહ (Sea lion)ના વસવાટથી, આહાર તથા શૌચાદિ ક્રિયાઓથી દૂધિયા જેવો થઈ ગયો છે. એ રંગને લીધે એનું દૃશ્ય એવું વિલક્ષણ લાગે છે કે જો સ્મૃતિમાં સંઘરી રાખ્યું હોય તો ગમે તે ચિત્ર કે ફોટામાં જોતાં જ કહી શકીએ કે આ મોન્ટેરે દ્વીપકલ્પના સમુદ્રનો દ્વીપ છે. ડુંગર ઉપર સીલ વગેરેની અવરજવર, ચીસાચીસ, વારંવાર તેઓની પાણીમાં ડૂબકી, ઉપર ઊડતાં ગલ પક્ષીઓ વગેરે નિહાળવામાં સમય કયાં સરી જાય છે તેની ખબર પડતી નથી. દૂરબીન હોય તો ઓર આનંદ આવે પણ દૂરબીન વગર પાસે જ હરતાંફરતાં દરિયાઈ સિંહ, સીલ વગેરેને જોવાં હોય તો બીજા એક કિનારા પાસે જવું પડે. એની રેતી સ્વચ્છ અને શ્વેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282