Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 257
________________ ૨૪૦ પાસપૉર્ટની પાંખે ઉત્તરાલેખન છૂટાછવાયા બરફના ટુકડા નિહાળી શકાતા હતા. સરોવરની પાછળ પાઈન, ફર, સેદાર વગેરેનાં ઊંચાં ઊંચાં વૃક્ષોએ દૃશ્યને વધુ નયનરમ્ય બનાવ્યું હતું. ખરેખર, ટાયોગા ઘાટનું દર્શન અમારે માટે એક અપૂર્વ દર્શન હતું ! યોસેમિટીમાં અન્યત્ર માણસોની અને એથીયે વિશેષ ગાડીઓની જેટલી ભીડ જોવા મળી તેટલી ટાયોગા ઘાટમાં જોવા ન મળી. નિરંતર ગાડીઓના પ્રવાહવાળા રસ્તા પર અડધા કલાકથી કોઈ નવી ગાડી આવી નહોતી. લગભગ ત્રણેક વાગે અમે પાછા ફર્યા. થોડાક માઇલ ગયાં હોઈશું ત્યાં અમારી આગળ ચાલતી ગાડીઓની ગતિ મંદ પડતી જણાઈ. ઘાટના સાંકડા રસ્તામાં એક ગાડી ઘીમી ચાલે તો પાછળની બધી ગાડીઓ ધીમી પડી જાય. પણ પછી તો આગળની ગાડીઓ ઊભી રહી ગઈ, અમે પણ ઊભા રહ્યા અને પાછળ આવતી ગાડીઓની હાર પણ મોટી થઈ ગઈ. વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયો. વળાંકવાળા પર્વતીય રસ્તા પર દૂર દૂર દેખાય ત્યાં સુધી ગાડીઓ ઊભેલી હતી. કેટલીક ગાડીઓના પ્રવાસીઓ ગાડીમાંથી ઊતરીને રસ્તા પર ટહેલતા હતા એ પરથી લાગ્યું કે ગાડીઓ જલદી ચાલી શકે એમ નહિ હોય. અમે પણ ગાડીમાંથી ઊતર્યા. અન્ય પ્રવાસીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે વળાંકવાળા સાંકડા રસ્તા પર બે ગાડીઓ સામસામી ભટકાતાં મોટો અકસ્માત થયો છે. ટ્રાફિક ચાલુ થતાં ત્રણેક કલાક નીકળી જશે. હવે ફરજિયાત આરામ કરવા સિવાય છૂટકો નહોતો. પર્વતના સાંકડા રસ્તા પર અકસ્માત થાય અને ગાડીઓની હાર બેત્રણ માઈલ જેટલી થઈ જાય તો પોલીસની ગાડી ત્યાં પહોંચે કેવી રીતે ? પણ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ હેલિકૉપ્ટરમાં આવી પહોંચી. અકસ્માતમાં ચાર માણસ ઘાયલ થયા હતા. બંને ગાડી ચલાવનારને ગંભીર ઈજા થઈ હતી. પહેલા ફેરામાં તેઓને નીચે હૉસ્પિટલમાં લઈ જવાયા અને બીજા ફેરામાં બીજા બેને. ત્યાર પછી ભાંગેલી ગાડીઓને એક બાજુ ખસેડીને એક ગાડી જઈ શકે એટલો રસ્તો કરવામાં આવ્યો. બંને બાજુ વારાફરતી થોડી થોડી ગાડીઓ છોડવામાં આવી. સાંજ પડી ગઈ હતી અને ઉજાસ ઓછો થઈ ગયો હતો. અકસ્માતના સ્થળ આગળથી અમારી ગાડી પસાર થઈ. ભયંકર અકસ્માત હતો. ગંભીર રીતે ઘવાયેલા બચશે કે કેમ એ વિશે શંકા હતી. - ધાર્યા કરતાં અમને હોટેલ પર પાછા ફરતાં ચાર કલાકનો વિલંબ થઈ ગયો. અદ્યતન સાધનોવાળો દેશ એટલે સમય ઓછો બગડ્યો. અમને થયું કે સારું કર્યું કે પહેલાં ટાયોગા પહોંચ્યા. રસ્તામાં સમય બગાડ્યો હોત તો યોગા ઘાટ જોવાનો રહી જાત. વળતે દિવસે યોસેમિટીના અનુભવોની વાતો કરતાં કરતાં અમે કુપરટિનો પાછા ફર્યાં. યોસેમિટીનો પ્રવાસ અમારે માટે એક યાદગાર પ્રવાસ બની રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282