Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 256
________________ યોસેમિટી ૨૩૯ અઠવાડિયે જ ખસેડવામાં આવ્યો હતો. રસ્તાની કિનાર પર એક-દોઢ ફૂટ જેટલી બરફની કાપેલી ધાર દેખાતી હતી. બરફ ઓગાળવા રસ્તા પરના બરફ પર નાખેલા મીઠાને કારણે ધોળા લિસોટા રહી ગયેલા ક્યાંક ક્યાંક દેખાતા હતા. બરફ જોતાં જ નાચી ઊઠેલાં અમારાં પૌત્ર-પૌત્રી અર્ચિત-અચિરાએ હઠ લીધી કે કયાંક જગ્યા મળે તો ગાડી ઊભી રાખવી. તેઓને બરફમાં રમવું હતું. અમે પણ છોકરાંઓનો પક્ષ લીધો, પણ ગાડી ચલાવનાર પત્ર અમિતાભે કહ્યું, “હજુ પાંત્રીસ માઈલ જવાનું બાકી છે. આગળ કેવો રસ્તો આવશે તે ખબર નથી. એક વખત ટાયોગ ઘાટ પહોંચી જઈએ. પછી પાછા ફરતાં સમયની અનુકૂળતા પ્રમાણે ફરી શકાશે.' જેમ જેમ આગળ અમે વધતા ગયા તેમ તેમ બરફના વધુ અને વધુ લલચાવનારાં નાનાં નાનાં મેદાનો આવતાં ગયાં. હવે તો બાળકો ઉપરાંત પુત્રવધૂ સુરભિએ પણ આગ્રહ કર્યો કે ક્યાંક થોભી જઈએ અને બરફમાં રમીએ, પણ ચક્રધર ગાડી રોકે તો ને ? અલબત્ત, જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ વધારે મનોહર મેદાનો આવતાં ગયાં. સ્વચ્છ શ્વેત બરફનાં આ મેદાનો વિશે એનાથી અજાણ વ્યકિતને તો જાણે આ મીઠાના અગર હોય એવું દશ્ય લાગે અથવા ધોળું ધોળું રૂ પાથર્યું હોય એવું લાગે. એમ કરતાં અમે ટાયોગા ઘાટ આવી પહોંચ્યા. પાર્કિંગ વિસ્તારમાં ગાડી ઊભી રહી. હવે કલાકનો આરામ હતો. અહીં બરફનાં વિશાળ મેદાનો જે મળ્યાં તે પૂર્વેનાં મેદાનોને ભુલાવી દે એવાં હતાં. બરફમાં ચાલતાં સાચવવું બહ પડે. ડગલે ને પગલે લપસી પડવાની ધાસ્તી. પોચો પોચો બરફ હાથમાં લઈ, મૂઠીમાં ગોળો બનાવી એકબીજાને તે મારવાની મઝા અનોખી છે. ગોળો વાગતાં બરફ તરત છૂટો પડી જાય, એટલે વાગે ખરું, પણ નહિ જેવું. આ એવું સ્થળ હતું કે જ્યાં પૌત્ર-પૌત્રી દાદાજીને પણ ગોળા મારી શકે. અલબત્ત, બરફમાં આવી રમત વધારે વખત રમવાથી આંગળાં થીજી જાય અને પછીથી સખત દુ:ખવા લાગે. અહીં દસ હજાર ફૂટની ઊંચાઈએ હવા સહેજ પાતળી હતી. આટલી ઊંચાઈએ પહેલી વાર આવનારને જો સ્વાચ્ય બરાબર ન હોય તો ચાલતાં થાક લાગે. ચક્કર આવે કે બેચેની પણ લાગે. પાતળી હવાથી ફેફસાં ટવાઈ જાય પછી વાંધો ન આવે. અમે પેટપૂજા તો ગાડીમાં થોડી થોડી વારે કરતા રહ્યા હતા, પરંતુ હવે ભૂખ લાગી હતી એટલે એક સ્થળે બેસી ભોજનને પણ ન્યાય આપ્યો. પર્યાવરણ સાચવવાની દૃષ્ટિથી અહીં કોઈ રેસ્ટોરાં કરવામાં આવી નથી એટલે સાથે લાવેલો આહાર જ લેવાનો હતો. ટાયોગા ઘાટમાં જ કેલિફોર્નિયા રાજ્યની હદ પૂરી થાય છે અને નવાડા રાજ્યની હદ શરૂ થાય છે. એ ચેકનાકું વટાવી અમે નેવાડા રાજ્યમાં પણ થોડા માઈલ સુધી આંટો મારી આવ્યા. એ બાજુ એક નાનું સરોવર હતું. એ હજુ થીજેલું જ હતું. એનો થોડોક બરફ સૂર્યપ્રકાશમાં ઓગળીને પાણી થયો હતો. ઘેરા વાદળી રંગના એ પાણીમાં પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282