Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 250
________________ ૩૬ યોસેમિટી અમેરિકામાં ખરેખર જોવા જેવા જે કેટલાક રમ્ય નૈસર્ગિક પ્રદેશો ગણાય છે તેમાં યોસેમિટી (YOSEMITE)નું સ્થાન મહત્ત્વનું છે. અમેરિકાના પશ્ચિમ વિભાગમાં આવેલા એ પ્રદેશના પ્રાકૃતિક પરિવેશને સાચવવા માટે એને ‘નૅશનલ પાર્ક' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હિમાચ્છાદિત શિખરો, હિમનદી (ગ્લેશિયર), મોટા મોટા ઘોધ, નાનાંમોટાં સરોવરો, હજાર વર્ષ જૂનાં વૃક્ષો, વિવિધ પ્રકારનાં પશુપક્ષીઓ, ફળદ્રુપ ખીણપ્રદેશ, અનુકૂળ આબોહવા આ બધું એક જ સ્થળે જોવા મળે એવો પ્રદેશ તે યોસેમિટી. ત્યાં સામસામે પર્વતનાં શિખરો છે અને વચ્ચે વિશાળ હરિયાળી ખીણ છે. ત્યાં ‘આહવાહનીચી’ નામના રેડ ઇન્ડિયન આદિવાસીઓના વારસદારો હજુ પણ વસે છે. સાન્ફ્રાન્સિસ્કો પાસેના કુપરિટનો શહેરથી અમે પરિવારના સભ્યો ત્રણેક દિવસ માટે યોસેમિટી જવા નીકળ્યા હતા. દોઢસો માઈલ દૂર, યોસેમિટીની નજીક આવેલા ગામ મારિપોસા (MARIPOSA)માં ‘કન્ફર્ટ ઇન’ નામની હોટેલમાં અમારું ઊતરવાનું ગોઠવાયું હતું. અમેરિકા જેવા ધનાઢ્ય દેશમાં વિશાળ રસ્તાઓ પર મોટી મોટી મોટરગાડીઓ નિરંતર પૂરપાટ દોડતી રહે છે, પણ કયારેક કંઈક ખોટકાય તો સો-બસો ગાડીની હાર ઘડીકમાં થઈ જાય. ત્યારે બેચાર કલાક બગડી પણ જાય. અમારા હાઇવે પર કોઈ અકસ્માત થયો નહોતો, પણ એક સ્થળે થોડું સમારકામ ચાલતું હોવાથી ગાડીઓની ચાર લાઇનમાંથી બે લાઇન કરી નાખવામાં આવી હતી. એટલે ધાર્યા કરતાં ત્રણ કલાક મારિપોસા અમે મોડા પહોંચ્યા. જોકે અમારે તો ભોજન કરીને સૂઈ જ જવાનું હતું એટલે વિલંબથી વાંધો આવ્યો નહિ. પરંતુ આવા અનપેક્ષિત વિલંબથી કયારેક ગોઠવાયેલો કાર્યક્રમ બગડી પણ જાય. બીજે દિવસે સવારે અમે યોસેમિટી જવા નીકળ્યા. આશરે બેતાલીસ માઈલનો રસ્તો ડુંગરાળ પ્રદેશમાંથી પસાર થાય છે. બાજુમાં ખળખળ વહેતી મરસેદ (MERCED) નદીનાં સુભગ દર્શન, કયારેક રસ્તાની જમણી બાજુ તો ક્યારેક ડાબી બાજુ સતત થતાં રહે છે. આસપાસ શંકુ આકારનાં (Coniferous) લીલાંછમ વૃક્ષો વાતાવરણની શીતલતામાં અને રમ્યતામાં આહ્લાદક ઉમેરો કરતાં હતાં. મરસેદ નદી હિમાલયની મંદાકિની અને અલકનંદાની યાદ અપાવતી હતી. ડુંગરની ધાર પર પસાર થતો રસ્તો એક વિશાળ મૈદાની ઇલાકામાં અમને લઈ Jain Education International ર૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282