Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 239
________________ ધૂતનગર લાસ વેગાસ જગતમાં એક મોટા ધૂતનગર (Gambling City) તરીકે જે વિખ્યાત છે એવા લાસ વેગાસ(Las Vegas-લાસ વિગાસ)માં જવાનું અમારે શું પ્રયોજન હોય ? પણ બન્યું એવું કે ૧૯૮૭માં અમેરિકાના પ્રવાસે અમે હતાં ત્યારે લોસ એન્જલસથી શિકાગો જતાં, અમે જે ઍરલાઈન્સની ટિકિટ લીધી હતી તેમાં, અમારી નિશ્ચિત કરેલી તારીખો પ્રમાણે લોસ એન્જલસથી લાસ વેગાસ અને લાસ વેગાસથી શિકાગો એ પ્રમાણે જ બુકિંગ અમને મળી શકે એમ હતું. રાત્રિરોકાણ પણ લાસ વેગાસમાં કરવાનું હતું. અમે પણ મનને મનાવી લીધું કે ચાલો, આ રીતે દુનિયાનું એક મોટું ધૂતનગર નજરે જોવા મળશે. લોસ એન્જલસથી પરોઢિયે નીકળી લાસ વેગાસ અમે પહોંચી ગયાં. નક્કી કરેલી હોટેલમાં બીજા માળે અમારી રૂમમાં સામાન મૂકી અમે વિચારતાં હતાં કે આખી રાત જાગતાં અને દિવસે ઊંઘતાં આ ઉલૂક નગરમાં સમય કેમ પસાર કરવો ? મારાં પત્નીએ કહ્યું, “હોટેલવાળાને જ પૂછી જોઈએ.' તરત ફોન જોડ્યો. જવાબ મળ્યો કે વધારે દિવસ હોય તો ગ્રાન્ડ કેન્યન જઈ શકાય અને એક જ દિવસ હોય તો હૂવર ડેમનું પર્યટન થઈ શકે. હુવર ડેમ માટે અડધા કલાકમાં જ બસ ઊપડે છે, બે બેઠક મળી શકે એમ છે અને હોટેલ પાસેથી જ બેસવાનું છે, એટલે અમે એ માટે નામ નોંધાવી દીધાં. બીજી કશી તૈયારી કરવાની નહોતી એટલે તરત અમે નીચે ઊતર્યા. બસ આવી એટલે એમાં બેઠાં અને હૂવર ડેમ તરફ પ્રયાણ કર્યું. અમેરિકાએ પોતાની કેટલીક ભૌતિક સિદ્ધિઓ (મોટા રસ્તાઓ, નદી પરના પુલો, બંધો, હવાઈ મથકો, થિયેટરો, રેલવે સ્ટેશનો, હૉસ્પિટલો, યુનિવર્સિટીઓ વગેરે) બીજા વિશ્વયુદ્ધ પહેલાં સસ્તારતના સમયમાં મેળવી લીધી અને ઠીક ઠીક વૈજ્ઞાનિક પ્રગતિ સાધી લીધી, એટલે વર્તમાન જગતમાં સમૃદ્ધિની સ્પર્ધામાં તે મોખરે રહે એ સ્વાભાવિક છે. હૂવર ડેમ જોતાં એની પ્રતીતિ થાય. ૭ર૬ ફૂટ ઊંચો અને ૧૨૪૪ ફૂટ લાંબો આ બંધ બંધાયો ત્યારે એક અજાયબી જેવો હતો. નદીના બંધથી જલ એકત્ર થતાં જે સરોવર થયું તે અમેરિકાનું એક મોટામાં મોટું માનવસર્જિત સરોવર ગણાય છે. લિફટમાં અમને નદીના તટ સુધી લઈ જવામાં આવ્યાં. દાયકાઓ પહેલાંની અમેરિકાની એ સિદ્ધિ આજે પણ આંજી દે એવી છે. આ જળરાશિના કૃષિવિધુતાદિ ઘણા ઉપયોગોમાંનો એક તે પાસેના રણવિસ્તારને રળિયામણું કરવાનો પણ છે. ૨૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282