Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 235
________________ ૨૮ પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન સ્વચ્છ હતું અને નજીકમાં બીજાં કોઈ ઊંચાં મકાનો નહોતાં એટલે એકલીઅટૂલી એ ઇમારતનું દૃશ્ય તરત ઓળખાઈ જાય અને ગમી જાય એવું હતું. સ્ટોનહૅન્જની આકૃતિ અત્યંત વિલક્ષણ છે. સ્થાપત્યકલાના કેટલાક ઉત્તમ નમૂનાઓની નકલ અન્યત્ર થાય છે, પણ સ્ટોનહૅન્જની નકલ દુનિયામાં અન્યત્ર કયાંય એના કાળમાં કે પછી થઈ હોય તોપણ એના અવશેષો નથી. એટલે સ્ટોનહૅન્જની આકૃતિ અજોડ છે. વિશિષ્ટ લાક્ષણિક મુદ્રાવાળી આ આકૃતિ એક વખત બરાબર ધ્યાનથી જોઈ હોય તો તે કયારેય ભુલાય એવી નથી. સ્ટોનહૅન્જ પહોંચી, ગાડીમાંથી ઊતરી અમે ચાલવા લાગ્યા. મુખ્ય માર્ગ પર થોડી નાની નાની દુકાનો હતી. અહીં બીજું વેચાય પણ શું ? પિક્ચર-પોસ્ટકાર્ડ, સ્લાઈડ, કૅમેરાના રોલ, યાદગીરીની ચીજવસ્તુઓ વગેરે મળે. અમે એક દુકાનમાં દાખલ થયા. દુકાનદાર વીસેક વર્ષની અતિશય સ્થૂળકાય યુવતી હતી. બેઠી બેઠી તે કશુંક ખાતી હતી. ઊઠવાની તે આળસુ જણાઈ. ઘરાકના સ્વાગત જેવું નામ નહિ. આમ પણ જે જોઈએ તે ચીજવસ્તુના ભાવ લખેલા હોય અને ભાવતાલ (Bargain) જેવું હોય નહિ. દુકાનદાર સામેથી ઘરાકને પૂછે એવી પ્રથા પણ નહિ. તોપણ અમારામાંથી એકે કંઇક પૂછપરછ કરી તો જવાબ ઉદ્ધતાઈભર્યો મળ્યો. અમારા ભારતીય ઘઉંવર્ણી ચહેરાને કારણે હોય કે સહજ રીતે હોય, એના કડક ઉદ્ગારો મનમાં પ્રતિક્રિયા જગાવે એવા હતા. એની ચામડીનો રંગ ગોરો હતો પણ એનો કરડાકીભર્યો કદરૂપો ચહેરો, એણે ધારણ કરેલાં વસ્ત્રોનો લાલ ભડક રંગ, એનો રુક્ષ સ્વર અને એના શબ્દોની તોછડાઈ આ બધાંએ થોડીક ક્ષણોની મુલાકાતમાં પણ અમારાં ચિત્તમાં અપ્રિય ઊંડી છાપ પાડી દીધી. તરત અમે ત્યાંથી નીકળી ગયા. ચાલતાં ચાલતાં સ્ટોનહૅન્જના પ્રવેશદ્વારમાં દાખલ થયા. એક સજ્જન ફરજ પર ત્યાં ઊભા હતા. ભૂરા રંગનો ગણવેશ એમણે પહેયો હતો. આ પ્રાચીન ભગ્નાવશેષના ‘રખેવાળ' તરીકે તેઓ એમાં કામ કરતા હશે એમ લાગ્યું. એમણે અમારું સસ્મિત સ્વાગત કર્યું. માથે ટાલ અને કરચલીઓવાળી મુખમુદ્રા પરથી તેઓ પાંસઠ-સિત્તેરનાં હશે એમ જણાયું. આવા સ્થળની નોકરી કસોટી કરનારી હોય છે. પ્રવાસીઓ હોય ત્યારે કામ, પછી નવરા ને નવરા. એમની સાથેની વાતચીત પરથી જાણ્યું કે તેઓ પાસેના કોઈક ગામમાં રહે છે. નોકરી માટે સવારસાંજ બસમાં આવજા કરે છે. થોડે દૂર આવેલા અવશેષો પાસે અમે પહોંચી ગયા. અહીં શિલાઓનું બાંધકામ વર્તુળાકારે થયેલું છે. મૂળ બાંધકામમાંથી હાલ અડધાથી ઓછી શિલાઓ રહી છે. તેમ છતાં આ ઇમારતનો નકશો કેવો હશે તે સમજી શકાય છે. સંશોધકોએ અભ્યાસ કરીને આખી આકૃતિ કેવી હશે તેનું કાલ્પનિક ચિત્ર તૈયાર કરેલું છે. આશરે સો ફૂટના વ્યાસ જેટલા મોટા વર્તુળમાં શિલાઓ છે. જમીનમાં ખાડો ખોદી સ્તંભની જેમ ઊભી કરેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282