Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 234
________________ સ્ટોનહેન્જ ઈગ્લેંડમાં સ્ટોનહેન્જ(Stonehenge)ના પ્રવાસે જઈ આવેલાઓમાંથી કોઈક જે એમ કહે કે ત્યાં કશું જોવા જેવું નથી, પથરા છે, નર્યા પથરા', તો એથી આશ્ચર્ય પામવા જેવું નથી. વસ્તુત: સ્ટોનહેન્જમાં જે જોવા જેવું છે તે ત્યાંના પથરા જ છે. એ સિવાય ત્યાં પર્યટનની દષ્ટિએ આકર્ષક બીજું કશું જ નથી. આથી સામાન્ય પ્રવાસીને એમાં રસ ન પડે એ સ્વાભાવિક છે. જેઓને માનવજાતિના સાંસ્કૃતિક ઈતિહાસમાં રસ છે, પુરાતત્વમાં રુચિ છે, પ્રાચીન શિલ્પ સ્થાપત્યના અવશેષો વિશે જિજ્ઞાસા છે તેઓને સ્ટોનહેન્જમાં અચૂક રસ પડે એવું છે. સ્ટોનન્જ એટલે પ્રાગૈતિહાસિક કાળના સ્થાપત્યકળાના વિરલ અવશેષો. stonehenge એ તો વર્તમાન જગતે આપેલું નામ છે. પ્રાગૈતિહાસિક કાળની જે પ્રજાએ આ બાંધકામ કર્યું હશે એણે એનું શું નામ રાખ્યું હશે તેની આપણને કશી ખબર નથી. stone એટલે પાષાણ. Henge શબ્દHang(લટકતું)ના અર્થમાં વપરાયો છે. માનવજાતિના પાષાણયુગમાં આ બાંધકામ થયું છે એ દષ્ટિએ Stone શબ્દ યથાર્થ છે. આ સ્થળે ખાસ્સી મોટી શિલાઓ ઉપર બારસાખ કે તોરણની જેમ આડી શિલાઓ ગોઠવવામાં આવી છે એટલે તે લટકતી ગણાય. આપણે stonehengeનું ગુજરાતી નામ આપવું હોય તો પાષાણતોરણ' અથવા “અવલંબિત શિલાઓ’ કે એવું કશુંક આપી શકીએ. હકીકતમાં તો એવું નામ પણ અધૂરું જ ગણાય, કારણ કે સમગ્ર રચના તો એક મંદિરના આકાર જેવી છે એટલે એને પાષાણયુગીન દેવાલય' તરીકે વધારે સારી રીતે ઓળખાવી શકાય. સ્ટોનહેન્જને ઈગ્લેંડની એક અજાયબી તરીકે ઓળખાવવામાં આવે છે. ઈંગ્લેંડની તો એ પ્રાચીનતમ ઈમારત છે જ, પણ ઇતિહાસકારો કહે છે કે સમગ્ર યુરોપની ધરતી. પર એ માનવસર્જિત પ્રાચીનતમ અવશેષ છે. ઈ.સ. ૧૯૮૪માં અમે કેટલાક મિત્રો લંડનથી લગભગ એંસી માઈલ દૂર, સૉલ્સબરી(Salisbury)ના વિશાળ મેદાની પ્રદેશમાં એવન (Avon) નદીની પાસે આવેલા સ્ટોનહેન્જનાં દર્શન કરવા નીકળ્યા હતા. અમારી ગાડી પહોંચવા આવી ત્યાં તો ઘણે દૂરથી સ્ટોનહેન્જની આકૃતિ સ્પષ્ટ દેખાવા લાગી. ઉનાળાના દિવસો હતા, આકાશ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282