Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 220
________________ ૨૦૭ વ્હેલ-દર્શન કેબિનમાં બેસવાની પણ સગવડ છે. ખાવાપીવા માટે અંદર રેસ્ટોરાં પણ છે. આપણી સ્ટીમરના કેપ્ટનનું નામ છે સેબી. એટલાન્ટિક મહાસાગરમાં જહાજ ચલાવવાનો એમનો ત્રીસેક વર્ષનો સળંગ અનુભવ છે. તેઓ આપણને વહેલ જોવા માટે લઈ જશે. લગભગ સાડાત્રણથી ચાર કલાકની આપણી સફર છે. વહેલદર્શન માટે નક્કી થયેલાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ સ્ટીમર ચાલશે. એ નિયમો મુજબ કેપ્ટન કે પ્રવાસીઓ વહેલને સતાવી શકતા નથી.' - ત્યાર પછી કૅપ્ટને બોલવું શરૂ કર્યું : “હું કૅપ્ટન સેબી. વહેલદર્શનના આજના આપણા કાર્યક્રમ માટે ગાઈડ તરીકે શ્રીમતી સુઝાન કાર્ડ મળ્યાં છે એ આપણા માટે બહુ આનંદની વાત છે. આપણી કંપની સારામાં સારી વ્યક્તિઓને મેળવવાનો પ્રયાસ કરે છે. શ્રીમતી સુઝાન કાર્વ જાણીતાં પ્રકૃતિશાસ્ત્રી છે. તેમણે વ્હેલનો ઘણો ઊંડો અભ્યાસ ક્યાં છે અને લેખો લખ્યા છે. છેલ્લાં દસ વર્ષથી હેલના અભ્યાસ માટે તેઓ આર્કટિક, પેસિફિક અને એટલાન્ટિક મહાસાગરમાં ઘણું ક્યાં છે. તેઓ વહેલ વિશે તમને બધી માહિતી આપશે. તમારે મને કે સુઝાનને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો નિ:સંકોચ પૂછી શકો છો.' ત્યાં જ એક મહાશયે પ્રશ્ન કર્યો, ‘એટલાન્ટિક મહાસાગર તો કેટલો બધો મોટો છે ! એમાં હેલ કઈ જગ્યાએ છે એ કેમ ખબર પડે ? વ્હેલ એક જ નિશ્ચિત સ્થળે રહેતી નથી. એ તો ઘડીકમાં માઈલો દૂર નીકળી જાય છે. જૂના વખતમાં તો શિકારીઓ વહેલનો શિકાર કરવા નીકળતા અને દિવસોના દિવસો સુધી દરિયો ખેડતા તોપણ હેલની ભાળ મેળવ્યા વિના પાછા ફરતા એવી ઘટનાઓ બનતી.' હા, એ વાત સાચી છે, પણ હવે આધુનિક સાધનો ઘણાં વધ્યાં છે. સવારના અમારી કંપનીનું હેલિકૉપ્ટર આ મહાસાગર પર રાઉન્ડ મારે છે અને જે જે સ્થળે વહેલનાં જૂથ જોવા મળે તેની નકશામાં નોંધ કરી લે છે અને વાયરલેસથી ખબર આપે છે એટલે સ્ટીમર ઊપડતાં પહેલાં અમને સૂચના મળી જાય છે કે હેલનાં જૂથો ક્યાં ક્યાં છે. અલબત્ત, આપણે પહોંચીએ એટલી વારમાં તો વ્હેલનું જુથ આમતેમ પાંચદસ માઈલ નીકળી પણ ગયું હોય.' બીજા એક સજજને પૂછ્યું, ‘તમે હેલ બતાવવાની ગેરંટી આપો છો, પણ એવું બને છે ખરું કે તમે વ્હેલ જોયા વિના ફર્યા હો ?' (દર વર્ષે આ ઋતુમાં બે મહિના અને સ્ટીમર સવાર, બપોર અને સાંજ ફેરવીએ છીએ. એમાં ચારપાંચ વખત તો એવું બને જ છે કે જ્યારે અમને વહેલ જોવા ન મળી હોય. ત્યારે અમે પ્રવાસીઓને એમના ડૉલર પાછા આપી દઈએ છીએ અથવા એમની મરજી હોય તો કૂપન આપી દઈએ છીએ કે જેનો તેઓ પોતાની અનુકૂળતા મુજબ બીજી કોઈ સફરમાં રિઝર્વેશન કરાવી ઉપયોગ કરી શકે છે.' “આજે આપણને વહેલ જોવા મળશે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282