Book Title: Passportni Pankhe Part 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 219
________________ ૨૦૨ પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન હજારો માણસો આવવા લાગ્યા હતા. કેટલાક તો વિચપચીસ માઈલ દૂરથી ચાલીને આવેલા. અમે પણ ગયેલા. બે દિવસમાં તો એનું શરીર દુર્ગધ ફેલાવવા લાગેલું. એના મૃતકલેવરનો નિકાલ કરવામાં ઘણો પરિશ્રમ સરકારી કર્મચારીઓને પડેલો. એ વહેલનું હાડપિંજર, વડોદરામાં કમાટી બાગના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે. હેલ અહીંના એટલાન્ટિક મહાસાગરમાંથી આવી હશે એવું અનુમાન થાય છે. એટલાન્ટિક મહાસાગર, ભારતીય મહાસાગર, અરબી સમુદ્ર અને ખંભાતનો અખાત એમ નક્શામાં આપણે વિભાગો પાડ્યા છે. પણ વાસ્તવમાં તો સળંગ એક જ જળવિસ્તાર છે. રોજના સેંકડો માઈલ તરવાની તાકાતવાળી, જળાંતર કરવાના સ્વભાવવાળી ભૂલી પડેલી કોઈક વ્હેલ ખોટી દિશામાં દોડતી' જ રહી હશે અને પરિણામે તે મહી નદીમાં પહોંચી ગઈ હશે !' ગપ્પા જેવી લાગતી પણ સાચી બનેલી એ ઘટનાની અમિતાભને પ્રતીતિ થઈ. મહી નદીમાં એ હેલ જોયા પછી ચિત્રમાં, ચલચિત્રમાં કે ટી.વી.માં વહેલ જોઈ છે, પણ હજુ સુધી સાક્ષાત જોવા મળી નહોતી. એટલે અમિતાભની દરખાસ્ત મેં સહર્ષ સ્વીકારી લીધી. અમે હેલ જેવાનો કાર્યક્રમ ગોઠવ્યો. અમેરિકાના પૂર્વ કિનારે આવેલા એકટન શહેરથી એટલાન્ટિક મહાસાગરના કિનારે કારમાં લગભગ બે કલાકમાં પહોચી શકાય છે. પાસે આવેલા ગ્લાઉસ્ટર (Gloucester) નામના બંદરેથી “સેવન સીઝ' (Seven Seas) નામની કંપની તરફથી જુલાઈ અને ઑગસ્ટ માસમાં રહેલદર્શન માટે પ્રવાસીઓને સ્ટીમરમાં ‘કેપ એન’ બાજુના સમુદ્રમાં લઈ જવામાં આવે છે. અમે એક રવિવારનું નક્કી કરી, કંપનીને ફોન જોડી અમારી ટિકિટ માટે સૂચના આપી દીધી. નિશ્ચિત થયેલા રવિવારે સવારે સાડા છ વાગ્યે નીકળી, સવા વર્ષના પૌત્ર અર્ચિત સહિત, પરિવારના અમે પાંચ સભ્યો ગાડીમાં નીકળી ગ્લાઉસ્ટર બંદરે પહોંચી ગયાં અને સ્ટીમરમાં બેઠાં. નવના ટકોરા થયા અને અમારી સ્ટીમરે ગ્લાઉસ્ટર બંદર છોડ્યું. વાતાવરણ શાંત અને શીતલ હતું. સ્ટીમર આગળ વધી ત્યાં માઈક પરથી ગાઈડમહિલાનો અમેરિકન ઉચ્ચારોવાળી અંગ્રેજી ભાષામાં અવાજ સંભળાયો. એણે કહ્યું : “સુપ્રભાતમ્ ! સજજનો અને સન્નારીઓ! સેવન સીઝ કંપની તરફથી સ્ટીમર પ્રાઈવેટીર” પર આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે હેલદર્શનના કાર્યક્રમ માટે રવાના થઈએ છીએ. આપણી કંપનીએ આ એક માળવાળી સ્ટીમર ખાસ વ્હલદર્શન માટે જ બનાવડાવી છે. એનું બાંધકામ સારા લોખંડ વડે એવું મજબૂત કરાયું છે કે જેથી હેલનો જબરદસ્ત ધક્કો લાગે તો પણ આપણે હાલકડોલક ન થઈ જઈએ. નાનામાં નાના બાળક સહિત એકેએક પ્રવાસીને કઠેડા પાસે ઊભા રહીને વ્હલદર્શન કરવાની, ફોટો કે ફિલ્મ લેવાની સરખી સગવડ મળી રહે એટલી બહારની ખુલ્લી જગ્યા રાખવામાં આવી છે. પવન કે તડકો સહન ન થતો હોય કે આરામ કરવો હોય તો અંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282