________________
૨૭
ઉડિને
ત્યાં મારાં પત્નીએ કાનમાં મને કહ્યું, ‘હમણાં તરત નજર નહિ કરતા, પણ પછીથી ધ્યાન રાખજો. આપણી જમણી બાજુ થોડે આધે ઊભેલા બે માણસો આપણી પાછળ પાછળ આવે છે.’
થોડી વાર પછી મેં નજર કરી. વાત સાચી હતી. અમે જેમ જેમ ખસીએ તેમ તેમ તેઓ પણ અમારી તરફ ખસતા આવતા હતા. ચીજવસ્તુઓ જોવાનો તેઓ માત્ર ઢોંગ કરતા હતા. અમારી સામે ભલે જોતા નહોતા, પણ અમારી પાછળ પાછળ ચાલતા હતા એ નક્કી હતું. આવું જ્યારે થાય ત્યારે ઊંધું ચક્કર લેવાથી ખાતરી થાય કે તેઓ આગળ વધે છે કે આપણી જેમ તેઓ પણ પાછા ફરે છે. એ ખાતરી પણ થઈ ગઈ. અમે અમારા પાસપૉર્ટ અને ડૉલરનાં પાકીટ માટે સભાન થઈ ગયાં. પછી તો જોવાફરવાનો અમારો ઉત્સાહ મંદ પડી ગયો. એક વાર મનમાં શંકા જન્મ પછી એના જ વિચારો આવે. પ્રદેશ અજાણ્યો, ભાષા પણ આવડે નહિ. અમને લાગ્યું કે રસ્તામાં ફરવું એના કરતાં રેલવેસ્ટેશનના બાંકડા પર બેસવામાં વધારે સલામતી છે. અમે ત્યાં ઝડપથી પહોંચી ગયાં. એ અજાણ્યા માણસો થોડે સુધી પાછળ પાછળ આવ્યા, પછી પોતાને રસ્તે ચાલતા થયા. અમે એક ચિંતામાંથી મુક્ત થયાં.
હજુ કલાક પસાર કરવાનો હતો. થોડી થોડી વારે ટ્રેન આવતી. એટલી વાર થોડા મુસાફરોની અવરજવર રહેતી. ચારેક વાગ્યા હશે એવામાં એક બસ આવીને ઊભી રહી. એમાંથી ઘણાં યુવકયુવતી ઊતર્યા. દરેકના હાથમાં એકબે પુસ્તકો હતાં. એ પરથી તેઓ વિદ્યાર્થી છે એમ જણાયું. બસમાંથી ઊતરી તેઓ પ્લૅટફૉર્મ પર જતાં હતાં એ પરથી લાગ્યું કે તેઓ આસપાસનાં પરાંઓમાં રહેતાં હશે.
શિક્ષણના અમારા વ્યવસાયને કારણે ક્યાંય પણ વિદ્યાર્થીઓને જોઇએ તો આનંદ થાય, પણ અહીં આનંદ નહિ, ઉદ્વેગ થયો. પંદર-વીસ વર્ષના આ વિદ્યાર્થીઓમાંના ઘણા સિગારેટના ધુમાડા કાઢતા જતા હતા. કેટલીક વિદ્યાર્થિનીઓ પણ સિગારેટ ફૂંકતી હતી. આટલી કુમળી વયમાં જો તેઓ સિગારેટનાં વ્યસની થઈ ગયાં હોય તો તેમનું ભાવિ કેવું હોઈ શકે ? વળી કેટલાયે વિદ્યાર્થીઓ પોતાની પ્રિય વિદ્યાર્થિનીના ગળામાં હાથ ભરાવી, પ્રણયગોષ્ઠી કરતાં જતા હતા. આ પાશ્ચાત્ય જગત છે. એને ભારતીય નજરે ન જોવાય એમ અમે મનને મનાવ્યું, તોપણ ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ કે સ્વિટ્ઝરલૅન્ડ કરતાં અહીં સ્વચ્છંદતાનું પ્રમાણ વધુ જોવા મળ્યું.
એક પછી એક એમ ચાર બસ આવી. એ જ રીતે વિદ્યાર્થીઓ ઊતરતા ગયા અને ધુમાડા કાઢતા ગયા. એટલી વારમાં તો સૂનું પ્લૅટફૉર્મ વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરાઈ ગયું. થોડી વારે ટ્રેન આવી. એમાં બેસવા માટે ધક્કાધક્કી મચી ગઈ. ભારતથી આપણે બહુ દૂર નથી એવો અનુભવ થયો. ઇટલી માટેની અપ્રસન્નતા અમારા ચિત્તમાં છવાઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org