________________
૯૪
પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન ટામેટાં વગેરે પચીસેક ચીજો હશે. જેને જે જોઈએ તે લે. એના માટે જેમને મસાલો જોઈએ તેઓ મસાલો લે. મેં મારા નિયમાનુસાર અનુકૂળ વાનગીઓ પસંદ કરી લીઘી.
માઓરી યુવક-યુવતીઓ લોકનૃત્યનો વેશ બદલીને આવી ગયાં હતાં અને પીરસવામાં મગ્ન બની ગયાં હતાં. જેને જે વાનગી, પીણાં જોઈતાં હોય તે લાવી આપતાં. અમારા ટેબલ પાસેથી પોલીન પસાર થઈ. જ્હોને ટહુકો કર્યો, ‘પોલીન’. પણ તે તો જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ચાલી ગઈ. અમને નવાઈ લાગી. મુખ્ય વ્યક્તિ, નેતા, અભિનેતા સાથે પોતાને બહુ જ ગાઢ સંબંધ છે એવાં બણગાં ફૂંકવાનો કેટલાકને શોખ હોય છે, પણ વાસ્તવમાં ઘણી વાર એવું નથી હોતું. હોનનું પણ એવું તો નહિ હોય ને ? મારા મનમાં વિચાર સ્ફુર્યો, પણ ઉતાવળે અભિપ્રાય બાંધવો યોગ્ય ન લાગ્યો.
એટલામાં પોલીન ફરી અમારા ટેબલ આગળથી પસાર થઈ. આંગળીના ઇશારે તે મહેમાનોની સંખ્યાની ગણતરી કરતી હતી. જહોને ફરીથી બૂમ પાડી, ‘પોલીન'. પણ તેણે તો જાણે કંઈ ઓળખતી જ ન હોય એવો દેખાવ કર્યો એટલું જ નહિ, કડક અવાજે એ જોનને વઢી, ‘જોતા નથી તમે કે હું રોકાયેલી છું ? મને ડિસ્ટર્બ ન કરો.' જ્હોન ભોઠો પડ્યો. અમને થયું કે ોને પોલીનનાં કેટલાં બધાં વખાણ કર્યાં હતાં અને આ બાઈ તો જાણે પોતાને કશી જ લેવાદેવા નથી એમ વર્તે છે. છણકો કરીને વાત કરતી તે અમને અપ્રસન્ન અને અવિનયી લાગી.
-
અમારામાંથી કોઈ બોલ્યું, ‘આજે એને પોતાના ધણી સાથે ઝઘડો થયો હશે, નહિ તો આવું વર્તન કરે નહિ.'
‘ધણી સાથે ઝઘડો થયો હોય એમ લાગતું નથી. નૃત્ય કરતી વખતે તે કેવી પ્રસન્ન હતી. એનો ચહેરો કેવો મરક મરક થતો હતો.' કોઈકે પોતાનું અવલોકન જણાવ્યું. બીજું કોઈક બોલ્યું, ‘મિ. હોન, તમારી સાથે તો કંઈ અણબનાવ નથી થયો ને ? જુઓને, બીજા ટેબલના મહેમાનો સાથે કેવી હસીને વાત કરે છે !'
કોઇકે વળી કહ્યું, ‘મિ. જ્હોન, આવી ઉદ્ધૃત રીતે વર્તનાર સ્ત્રી સાથે તમારે સંબંધ ન રાખવો જોઈએ એવી મારી ભલામણ છે.'
કોઈકે વળી પોતાની અંગત સંવેદનાને ઉગ્રતાથી દર્શાવતાં કહ્યું, ‘આવી બૈરી હોય તો હું તો તરત છૂટાછેડા આપી દઉં. મેં બે સ્ત્રીઓને એવી રીતે છૂટાછેડા આપી દીધા છે. હું તો જરા પણ ચલાવી લેવામાં માનતો નથી.'
કોઈકે પ્રશ્ન કર્યો, ‘મિ. જોન, માઓરી બૈરાંઓની આવી ખાસિયત તો નહિ હોય ને ? કેટલીક કોમનાં બૈરાંઓ પુરુષો કરતાં પણ જબરાં હોય છે.'
જોને કહ્યું, ‘ના, એવું નથી. આ તો કોણ જાણે કેમ આમ વર્તી તેની ખબર ન પડી. મને પોતાને બહુ આશ્ચર્ય થાય છે. પણ તમારા વિચારો અને અનુભવો સાંભળીને મને થોડું સાંત્વન મળે છે. મિત્રો, પોલીનના આવા વર્તનની તમારા મન પર જરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org