Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka Author(s): Gunratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 7
________________ છેવટે અસુરનિકાયના નાગેન્દ્ર ધરણેન્દ્ર અને પદ્માવતીના આવાસમાં પરમાત્માની પ્રતિમા ઘણા સમયથી પૂજાતી હતી. પ્રભુ પ્રતિમા શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે કેવી રીતે પ્રસિદ્ધિ પામી ? નેમિનાથ પ્રભુ ગૃહસ્થાવાસમાં હતા, ત્યારે વઢિયાર દેશમાં સરસ્વતી નદીના કિનારે શ્રી કૃષ્ણજી અને જરાસંઘનું ભયંકર યુદ્ધ થયું. એ વાસુદેવ અને પ્રતિવાસુદેવનું નિર્ણાયકયુદ્ધ હતું. ઔચિત્ય આદિના કારણે નેમિનાથ પ્રભુ પણ યુદ્ધમાં પધાર્યા. જરાસંઘે આવે શમાં આવીને શ્રીકૃષ્ણજીના સૈન્ય ઉપર જરાવિદ્યા નાંખી દીધી. . જરાસંઘ કૃષ્ણજીના સૈન્ય ઉપર જરાંવિધા નાંખે છે. તેથી શ્રીકૃષ્ણજીના બધા સૈનિકો વૃધ્ધ જેવા નિઃસત્વ થઈ ગયા. હતવીર્ય બનેલા સૈનિકો બધા ઘરડા ભાસવા લાગ્યા. તેમના હાથમાંથી હથિયારો હેઠા પડવા લાગ્યા. તેથી શ્રીકૃષ્ણજી શોકસાગરમાં ડુબી ગયા. ત્યારે ત્યાં રહેલા નેમિનાથ પ્રભુએ તેમનું આર્તધ્યાન દૂર કરવા પોતે આશ્વાસન આપતાં શ્રી કૃષ્ણજીને કહ્યું કે "ગભરાવવાની કોઈ જરૂર નથી. નિરવદ્ય ઉપાયરૂપે તમે અઠ્ઠમતપ કરીને આષાઢીશ્રાવકે ભરાવેલી પાર્શ્વપ્રતિમા પદ્માવતીદેવી પાસેથી પ્રાપ્ત કરો. તેમનું સ્નાત્ર જલ સૈન્ય ઉપર છાંટશો, તો આ જરા દૂર થઈ જશે, જરાવિદ્યા નાશ પામી જશે, તેની કશી અસર નહિ રહે. બધા સૈનિકોનું વૃધ્ધત્વ સમાપ્ત થઈ જશે. યુવાની ઝળહળવા માંડશે." કૃષ્ણજી અમારીને જાપ કરે છે. પદ્માવતી દેવી પાથપ્રભુની પ્રતિમા લઈ આવે છે, શ્રી કૃષ્ણજીએ મહા માંગલિક અઠ્ઠમતપ કર્યો. યુદ્ધનો મોરચો નેમિનાથ પ્રભુ અને બલદેવજીએ સંભાળી લીધો. તેમાં શત્રુસૈન્યમાં કોઈનું મૃત્યુથવાનદીધું. Jain Education International For Personal & Private Use Only www.jajnelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44