Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 33
________________ મોક્ષ - ત્યારબાદ પ્રભુ સમેતશિખરજી તરફ વિહાર કરીને ગયા. ત્યાં પહાડ ઉપર ચઢી ૩૩ મુનિઓ સાથે એક મહિનાનું અણસણ કર્યું. ૧00 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વપ્રભુ મુનિઓ સાથે શ્રાવણ સુદ – ૮ ના રોજ ઊભા ઊભા કાઉસ્સગ્ગ મુદ્રામાં મોક્ષે ગયા. પ્રભુનું તે નિર્વાણ કલ્યાણક કહેવાય છે. આપણે પણ પ્રભુ પાર્શ્વનાથની આરાધના કરીને મોક્ષ પામીએ આવી શુભસતત ભાવના રાખીએ. પોષ દશમી આરાધનાની સંક્ષિપ્ત કથા આ ભરતક્ષેત્રમાં સુરેન્દ્રપુરમાં સુરદત્ત નામનો શેઠ હતો. તેની પત્ની શીલવતી હતી. અઢળક સંપત્તિ છતાં અશુભ કર્મના ઉદયથી ચારે બાજુથી નુકસાનીના સમાચાર આવવા માંડયા. વાની બીજી રીતે સારા છે. સમુદ્ર વાટે આવતાં ૨૫૦ વાહનો દરિયાઈ તોફાને બીજે રસ્તે ફંટાઈ ગયા, જમીનમાં દાટેલા ૧૧ કરોડ સોનૈયા જમીન ખોદીને કાઢવા લાગ્યા, તો સાપ, વીંછી અને કોલસા જોવામાં આવ્યાં. Jain Education International - Personalo ate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44