Book Title: Pas Sankheshwara Sar Kar Sevaka
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
(૧૩)
(૧૪)
અતીત ચોવીશી તણા નવમા દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો માહરા તારકવિભુ, ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવીને પૂજતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના સૌધર્મ કલ્યાદિ વિમાને પૂજ્યતા જેની રહી, વળી સૂર્યચંદ્ર વિમાનમાં પૂજા થઈ જેની સહી, ને નાગલોકે નાથ બનીને શાંતિ સુખને અર્પતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના આલોકમાં આ કાળમાં પૂજાય આદિકાળથી, વળીનમિવિનમિવિદ્યાધરો જેને સેવે બહુમાનથી, ત્યાંથી ધરણપતિલઈ પ્રભુને નિજભવનપધરાવતા, "શંખેશ્વરા" પ્રભુપાર્થને ભાવે કરું હું વંદના જરાસંઘની વિદ્યા જરા, જ્યાં જાદવોને ઘેરતી, નેમિપ્રભુ ઉપદેશથી શ્રીકૃષ્ણ અટ્ટમને તપી, પદ્માવતી બહુમાનથી પ્રભુપાર્શ્વપ્રતિમા આપતી, "શંખેશ્વરા" પ્રભુપાર્થને ભાવે કરું હું વંદના જેના હવણથી જાદવોની જરા દૂર ભાગતી, શંખધ્વનિ કરી સ્થાપના ત્યાં પાર્શ્વની પ્રતિમાખરી, જેના પ્રભાવે નૃપગણોના રોગ સહુ દૂર થતાં, "શંખેશ્વરા" પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના જેના સ્મરણથી ભવિકના ઈચ્છિત કાર્યો સિદ્ધતાં, જેનોનામથી પણ વિષધરોના વિષ અમૃત બની જતાં, જેનાપૂજનથી પાપીઓના પાપ-તાપશમી જતાં, "શંખેશ્વરા" પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના
જ્યાં કામધેનું કામઘટને સુરત પાછા પડે, ચિંતામણિ પારસમણિ તેજ જ્યાં ઝાંખા પડે, મણિ મંત્ર તંત્રને યંત્રજેના નામથી ફલ આપતા, "શંખેશ્વરા" પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના '
(૧૮
(૧૯)
Jain Eucation international
For Per38a Private Use Only
jainelibrary.org

Page Navigation
1 ... 40 41 42 43 44